‘તારક મહેતા..’ના મેકર્સ આ હદે કરવા લાગ્યા કંજૂસાઈ, એકના એક કપડાં પહેરે છે બબિતા-અંજલીભાભી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીનો એક લોકપ્રિય શો છે. ટીઆરપીની રેસમાં પણ તે હંમેશા ટોપ ફાઇવમાં જ રહ્યો છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલી ખબરો અવારનવાર સોશિયલ મીડિયા પર પણ ટ્રેડ થતી રહી છે. આવી જ એક ખબર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. જેમાં શોમાં અંજલિ ભાભીની ભૂમિકા ભજવતા નેહા મહેતા અને બબીતાની ભૂમિકા અદા કરતી મુનમુન દત્તાએ એક જ સરખો ડ્રેસ પહરેલ જોવા મળે છે.

તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ફન્સ પેઝ પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં અંજિલી ભાભી અને બબીતા જી એક જ સરખા કપડા પહેરેલ જોવા મળે છે. એટલે કે અલગ અલગ સમય પર કેરેક્ટરે એક જ સરખા કપડાં પહેરેલા જોવા મળે છે. આ તસવીરને જોઇને એક પછી એક ફેન્સ તેના પર રીએકટ કરી રહ્યાં છે.

પહેલી તસવીરમાં અંજિલી અને બબીતા એક જ સરખા બ્લેક ટોપમાં જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં બંનેએ રેડ કલરના એક જ સરખા ટોપ પહેર્યાં છે. આ તસવીરોને શેર કર્યાં બાદ ફેન્સ પૂછી રહ્યાં છે કે, શું શોના બજેટમાં ઘટાડો કરાયો છે? જેના કારણે કાસ્ટ એક બીજાના ડ્રેસ પહેરી રહ્યાં છે?

ઉલ્લેખનિય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતનાની પત્નીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી નેહા મહેતાએ આ સીરિયલને છોડી દીધી છે. તે છેલ્લા 12 વર્ષથી આ શોમાં કામ કરી રહી હતી. નેહાના સ્થાને હવે અંજિલીની ભૂમિકા સૂનૈના ફોજદાર નિભાવી રહી છે.

સુનૈનાએ તેમની એક્ટિંગની શરૂઆત સ્ટાર પ્લસના શો સંતાનથી કરી હતી. આ સિવાય તે રાજા કી આયેંગી બારાત, કુબૂલ હૈ, તેરી પલકો કી છાંવ, સીઆઇડી, સાવધાન, આહટ, એક રિસ્તા સાઝેદારી કા, લગી તુજ સે લગન, ફિયર ફાઇલ્સ જેવી સીરિયલમાં કામ કરી ચૂકીછે.

તો શોમાં કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યર અને બબીતા કૃષ્ણન અય્યરની જોડીને તો આપ સારી રીતે ઓળખો છો. જેઠાલાલ અન બબીતાની વચ્ચે ચાલતી પ્રેમભરી તકરાર દર્શકો પસંદ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટસ મુજબ મુનમુન દત્તાને એક એપિસોડ માટે 60 હજાર સુધીની ફી મળે છે.