Only Gujarat

Bollywood

હિટ હોવા છતાં ન ચાલ્યું બોલિવૂડની આ 10 અભિનેત્રીઓનું કરિયર

મુંબઈઃ બોલિવૂડ એક એવી દુનિયા છે જેમાં કલાકાર સફળ હોવા છતાં તેને ગુમનામીની જિંદગી જીવી પડે છે. કેટલીક ફિલ્મો ફ્લોપ થતાં કરિયર પર અસર પડે છે. તો કેટલાક ઇન્ડસ્ટ્રી છોડી બીજા ક્ષેત્રમાં જતાં રહે છે. એવામાં કેટલીક અભિનેત્રીઓએ તેમના કરિયરમાં હિટ ફિલ્મો આપી છતાં તેમને અત્યારે બોલિવૂડને અલવિદા કહી દીધુ છે. આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું.

અંતરા માલી
ફિલ્મ ‘મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂં’થી ફેમસ હીરોઈન અંતરા માલી અત્યારે બોલિવૂડથઈ દૂર જતી રહી છે. અંતરાએ શરૂઆતમાં સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં કામ કર્યું હતું. થોડાં સમય પછી તેમણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2010માં અંતરા છેલ્લે ફિલ્મ ‘એન્ડ વન્સ અગેન’માં જોવા મળી હતી.

ગાયત્રી જોશી
ગાયત્રી જોશીએ તેમની પહેલી ફિલ્મ ‘સ્વદેશ’માં શાહરૂખ ખાન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ હોવા છતાં લોકોએ ગાયત્રીને નોટીસ કરી હતી. તેમના અભિનયને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. ફિલ્મમાં તેમનું શાનદાર પર્ફોમન્સ પછી માનવામાં આવતું હતું કે, તે બોલિવૂડની આગામી સુપરસ્ટાર છે, પણ તેમને અચાનક જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

સ્નેહા ઉલાલ
એશ્વર્યા રાય જેવી દેખાતી સ્નેહા ઉલાલે સલમાન ખાન સાથે ફિલ્મ ‘લકી’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં કામ કર્યા છતાં તેમનું કરિયર હિટ સાબિત થયું નહોતું. સ્નેહાએ ‘લકી’ પછી સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન સાથે ફિલ્મ ‘આર્યન’માં કામ કર્યું પણ, તે ફિલ્મ ચાલી નહોતી. આ પછી તેમની તબિયત ખરાબ હોવાને લીધે સ્નેહાએ ફિલ્મો છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, સ્નેહા કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

મયૂરી કાંગો
ફિલ્મ ‘પાપા કહેતે હૈ’માં મયૂરી કાંગોએ લીડ રોલ કર્યો હતો. જેમાં તેમની સાથે જુગલ હંસરાજ હતાં. આ ફિલ્મથી મયૂરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી. મયૂરીએ વર્ષ 2009માં તેમની છેલ્લી ફિલ્મ ‘કુર્બાન’ કરી હતી. થોડાં મહિના પછી સમાચાર સામે આવ્યા કે મયૂરી કાંગોએ ‘ગૂગલ ઇન્ડિયા’ જોઈન કરી લીધું છે. જેમાં તેઓ ઇન્ડસ્ટ્રી હેડ તરીકે કામ કરી રહ્યા છે. આ પહેલાં તેઓ ‘પબ્લિસિસ ગ્રુપ’ની ‘Performix.Resultrix’માં પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર હતી.

અનુ અગ્રવાલ
‘આશિકી’ ફિલ્મની એક્ટ્રસ અનુ અગ્રવાલે 21 વર્ષની ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. અનુએ અનેક ફિલ્મો કરી પણ તેમને ‘આશિકી’ જેટલી સફળતા નહોતી મળી. વર્ષ 1999માં અનુ સાથે રોડ અકસ્માત થયો જેમાં તેમની યાદશક્તિ પર અસર પડી હતી. સાથે જ આ દુર્ઘટનાએ તેમની ચાલવા ફરવાની શક્તિ પણ છીનવી લીધી હતી. દુર્ઘટના પછી તે 29 દિવસ સુધી કોમામાં રહી હતી. લગભગ ત્રણ વર્ષની સારવા પછી અનુને સારું થયું હતું. સ્વાસ્થ્ય સારું થયાં પછી અનુ યોગા ટીચર બની ગયા છે.

પ્રીતિ ઝાંગિયાની
પ્રીતિ ઝાંગિયાનીએ તેના કરિયરની વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘મોહબ્બ્તે’થી શરી કરી હતી. તેમની આ ડેબ્યુ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મની સફળતા પછી પ્રીતિના ફેન્સની આશા વધી ગઈ હતી પણ જલદી જ પ્રીતિએ બોલિવૂડને અલવીદા કહી દીધું હતું. પ્રીતિએ વર્ષ 2008માં અભિનેતા પરવીન ડબાસ સાથે લગ્ન કર્યા હતાં.

ગ્રેસી સિંહ
ગ્રેસી સિંહે ફિલ્મ ‘લગાન’માં આમિર ખાન સાથે પહેલીવાર કામ કરવાની તક મળી હતી. ફિલ્મ અને ગ્રેસી સિંહ બંને હિટ હતા. આ પછી તે અનેક ફિલ્મોમાં જોવા મળી પણ તે વધારે ખાસ કમાલ કરી શકી નહોતી. ફિલ્મોમાં વધુ ભવિષ્ય ન હોવાથી તેમણે બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. આ પછી ગ્રેસી સિંહ માઉન્ટ આબુમાં બ્રહ્મકુમારી સાથે જોડાઈ ગઈ હતી.

કોયના મિત્રા
વર્ષ 2002માં કોયના મિત્રાએ ફિલ્મ ‘રોડ’થઈ ડેબ્યુ કર્યું હતું. આ પછી કોયનાએ ‘એક ખિલાડી એક હસીના’ અને ‘અપના સપના મની મની’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. કોયના ખૂબ જ જલદી બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ. આ ઉપરાંત તે તેના નાકની સર્જરીને લીધે વધારે ચર્ચામાં રહી હતી. છેલ્લે કોયના ‘બિગ બોસ’ સીઝન 13માં જોવા મળી હતી.

ઉદિતા ગોસ્વામી
લગભગ એક દશક જેટલાં લાંબા કરીયરમાં ઉદીતા ગોસ્વામીએ માત્ર 13-14 ફિલ્મોમાં જ કામ કર્યું હતું. તે ફિલ્મોમાં તેમની એક્ટિંગ અને બોલ્ડ, હોટ સીન્સને લીધે ચર્ચામાં રહેતી હતી. ફિલ્મમાં સફળતા ન મળતા ઉદિતા ગોસ્વામીએ તેમનું પ્રોફેશન બદલી નાખ્યું હતું. હવે તે ડિસ્ક જોકી છે અને શૉ કરે છે. ઉદિતા ગોસ્વામીએ પ્રોફેશનલ ડીજેની ટ્રેનિંગ લીધી હતી.

રિમી સેન
અભિનેત્રી રિમી સેન ફિલ્મ ‘હંગામા’થી ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ પછી તેમને અનેક ફિલ્મો ‘બાગબાન’, ‘ધૂમ’, ‘દીવાને હુએ પાગલ’ અને ‘ગોલમાલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રિમી બિગબોસમાં પણ ભાગ લઈ ચૂકી છે. અત્યારે તે લાંબા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી.

You cannot copy content of this page