Only Gujarat

Bollywood

દત્ત ફેમિલીમાં કેન્સરની હિસ્ટ્રી: લંગ કેન્સરનાં જીવલેણ સ્ટેજ સામે ઝઝૂમી રહ્યો છે સંજય દત્ત

મુંબઈ: 61 વર્ષના સંજય દત્તને થર્ડ સ્ટેજનું લંગ કેન્સર થયું છે. આ એડવાન્સ સ્ટેજમાં સૌથી વધારે ખતરો હોય છે. ઉલ્લેખનીય છે કે, કેન્સરથી સંજય દત્તનો પહેલીવાર સામનો થયો નથી. 39 વર્ષ પહેલાં કેન્સરના કારણે તેમની માતા નરગીસની ગુમાવી ચુક્યા છે. સંજય દત્ત તેમની મા નરગીસનાં લાડકા હતાં. વર્ષ 1981માં નરગીસનું મોત પૈંક્રિયાટિક કેન્સરના લીધે થયું હતું. તે સમયે સંજય દત્તની ઉંમર 22 વર્ષની હતી.

10 મહિના કેન્સર સામે લડી
2 ઓગસ્ટ, 1980એ નરગીસ રાજ્યસભાના સેશન દરમિયાન બીમાર થઈ ગઈ હતી. શરૂઆતમાં તેમને કમળો થયો હોવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી તે મુંબઇ આવી બ્રીચકેન્ડી હોસ્પિટલમાં એડમિટ થયાં હતાં. પંદર દિવસ સુધી તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહતો. જેને લીધે વજન પણ ઝડપથી ઘટવા લાગ્યું હતું. પછી તેમને પૈંક્રિયાટિક કેન્સર હોવાનું કહેવામાં આવ્યું હતું. નરગીસની સારવાર ન્યૂયોર્કમાં થઈ હતી જોકે, ભારત પાછા આવ્યા પછી તેમની તબિયતમાં સુધારો આવ્યો હતો. 2 મે,1981માં તે કોમામાં જતી રહી હતી. જે પછી તેમનું મોત થયું હતું.

દીકરા માટે પત્ર લખીને ગઈ હતી નરગીસ
કેન્સરની જાણ થયાં પછી નરગીસને તેમના દીકરા સંજય દત્તની ખૂબ જ ચિંતા હતી. સારવાર કરાવવા માટે અમેરિકા જતાં રહ્યાં હતાં તે દરમિયાન તેમને સુનીલ દત્તને પત્ર લખી સંજય દત્તની ચિંતા જાહેર કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે, ‘એ વાતનો ખાસ ધ્યાન રાખજો કે સંજય દત્તને બીજીવાર ખરાબ આદતોની લત લાગે નહીં.’ 3 મે, 1981માં તેમનું મોત મુંબઈમાં થયું હતું. આ પછી કેન્સરની દર્દી માટે નરગિસની યાદમાં 1982માં નરગીસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું.

સંજય દત્તની પહેલી પત્નીના મોતનું કારણ પણ કેન્સર હતું
સંજય દત્તની પહેલી પત્ની અને તેમની દીકરી ત્રિશાલાની માતા રુચા શર્માનું મોત પણ કેન્સરના લીધે થયું હતું. રુચાને બ્રેન ટ્યુમર હતું. તેમણે લંડનમાં ઘણાં સમય સુધી કેન્સરની સારવાર કરાવી હતી. વર્ષ 1996માં કેન્સરના લીધે રુચાનું મોત થયું હતું. તો સંજય દત્ત 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટનાં કેસમાં જેલમાં ગયાં હતાં.

બે મહિના પહેલાં પોસ્ટ કર્યો હતો સંજયે વીડિયો
સંજય દત્તે મા નરગસીની 91મી જયંતી પર ઇન્સ્ટાગ્રામ પર તેમની યાદમા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમા તેમની માની જિંદગીમાં ઘણાં મહત્ત્વના પડાવોમાં જોવા મળ્યા છે. અનેક એક્ટ્રસ, ક્યારે પત્ની અને ક્યારેક માના રૂપમાં તેમની જિદગીની સુંદર ઝલક દેખાડી હતી. સંજયે આ વીડિયો શેર કરી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ હેપ્પી બર્થ-ડે, મિસ યૂ’.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page