Only Gujarat

FEATURED National

આ વકીલ મહિને દોઢ લાખની કમાણી છોડી બન્યા ખેડૂત, કારણ જાણી નવાઈ લાગશે

કેમિકલ ખાદ અને દવાઓથી પાક ઝપથી તો તૈયાર થાય છે પરંતુ તેને ખાઇને લોકોની ઉંમર ઘટતી જઇ રહી છે. ઝેરીલી ખેતી અનેક પ્રકારની બીમારીને જન્મ આપે છે. કેન્સર જેવી બીમારી આ કેમિકલ ખેતીનું દુષપરિણામ છે. આ કારણે હવે લોકો જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા લાગ્યા છે. આ છે ફિરોઝપુર જિલ્લાના ગામ સોહનગઢ રત્તેવાલાના રહેવાસી એડવોકેટ કમલજીત સિંહ હેયર. કમલજીત પહેલા વકીલાત કરતા હતા. દર મહિને દોઢ લાખની કમાણી હતી. પરંતુ એક દિવસ આ બધું છોડી પોતાના ગામ આવી ગયા અને ખેતીવાડી કરવા લાગ્યા. ત્યારે લોકોએ તેમના નિર્ણયનો ખુબ જ મજાક ઉડાવી હતી. જેમ જેમ સમય વીત્યો તેમ તેમ તેમની ખેતી કરવાની પદ્ધતિ આસપાસના ગામમાં ફેમસ થવા લાગી.

આજે તેઓ પોતાની પ્રથમ કમાણીથી અનેક ગણું વધારે કમાઇ રહ્યાં છે. તો તેઓને આત્મસંતોષ પણ છે કે તેમણે ઉગાડેલા પાક ખાઇને કોઇ બીમાર તો નથી થતું. ખેતીવાડીમાં કેમિકલ દવાઓનો છંટકાવ અને કેમિકલ ખાદને કારણે પાક ઝેરીલા થઇ જાય છે. આવા પાકને ખાનારા લોકોને વિવિધ બીમારી થઇ રહી છે. કમલજીતનું કહેવું છે કે તેમના પિતાજીનું 53 વર્ષની વયે જ હાર્ટઅટેકના કારણે મૃત્યુ થઇ ગયું. તો તેનો નાનો ભાઇ 10 વર્ષમાં બ્રેન ટ્યુમરનો શિકાર થઇ ગયો જ્યારે તેમના દાદાજી 110 વર્ષ સુધી જીવીત રહ્યાં. આ બધુ જોઇ તેઓએ નક્કી કર્યું કે તેઓ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપશે.

કમલજીત સિંહના ગામ મુક્તસરથી અંદાજે 20 કમી દૂર છે. તેમના ફાર્મ હાઉસને જોવા દૂર દૂરથી ખેડૂત અને રિસર્ચર આવે છે. તેમના ખેતરમાં મંજુરી વગર કોઇ એન્ટ્રી કરી શકતું નથી. આ ખેતીમાં જ કંપોસ્ટ ખાદ તૈયાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વગર કેમિકલ ખાદને બે લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી ખેતીમાંથી કમાઇ છે. કમલજીતે વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા કરી છે. ડ્રેનેજ સિસ્ટમની મદદથી વરસાદનું પાણ એક તળાવમાં સંગ્રહ થઇ જાય છે.

કમલજીતના ખેતરમાં અનેક એવા વૃક્ષ મળશે જેની પ્રજાતિ આજે વિલુપ્ત થવાની કગાર પર છે. તેઓએ એવા વૃક્ષોને સંરક્ષિત કર્યા છે. જેમ કે હરડ, કરોદા, જકરંડા, કનેર, જમાલઘોટા, મહુઆ, દાલચીની, કચનાર, પલાશ, ઇમલી, કઢી પત્તા વગેરે. તેમનું સોહનગઢ નેચરલ ફાર્મ રિસર્ચનો વિષય બની ગયું છે. કમલજીત સિંહનું કહેવું છે કે જો લોકો જૈવિક ખેતીને પ્રોત્સાહન આપે તો તેનાથી માત્ર ખેતી જ નહીં બચે પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા પણ ન થાય.

આ છે છત્તીસગઢના જશપુરનગર જિલ્લાના દુલદુલા બ્લોકના એકનાના ગામ સિરિમકેલાના રહેવાસી અરવિંદ સાય. MBA કર્યા બાદ તેઓ પુણેમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહ્યાં હતા. સેલેરી સારી હતી પરંતુ તેઓને આત્મનિર્ભર બનવું હતું. આ નોકરી છોડી ગામડે આવ્યા અને ખેતી કરવા લાગ્યા. આજે તેમની સાથે 20 લોકોની ટીમ છે. તેનો ખર્ચ કાઢીને હવે તેઓ વર્ષે દોઢ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર મેળવી રહ્યાં છે. અરવિંદ જણાવે છે કે તેમના પિતા પારંપરિક રીતે ખેતી કરતાં હતા. પરંતુ તેઓએ તેમાં થોડો ફેરફાર કર્યો.

હરિયાણાના ફતેહાબાદના ખેડૂત રાહુ દહિયા એક મિસાલ છે. જે જમીન પર ઘાસ પણ ઉગતું ન હતું ત્યાં આજે સફરજન, બદામ સહિત 40 પ્રકારના ફળ ઉગાડી સારુ એવું કમાઇ રહ્યાં છે. એટલું જ નહીં તેમની 14 એકરમાં ફેલાયેલા બગીચામાં 20 લોકોને રોજગારી પણ આપે છે. દહમાન ગામમાં રહેતા રાહુલ ગ્રેજ્યુએટ છે. જે 16 વર્ષ પહેલા ટેંટનો વેપાર કરતાં હતા. પરંતુ ધંધો ફ્લોપ થઇ ગયો. તેમની પાસે 14 એકર જમીન છે. પરંતુ ત્યારે આ રેતીલી અને બેકાર હતી. તેઓએ આ જમીન પર બાગવાની કરવાનું નક્કી કર્યું. આજે રેતીલી જમીનમાં વર્ષે કરોડો રૂપિયાનું ટર્ન આવર થઇ રહ્યું છે. આ બાગના ફળોનું પંજાબ અને હરિયાણા સુધી ડિમાન્ડ છે. આ શ્રી બાલાજી નર્સરી તથા ફ્રૂટ ફાર્મના નાથી પોતાનો વેપાર કરે છે. આ રાષ્ટ્રીય બાગવાની બોર્ડની માન્યતા મળી ગઇ છે. રાહુલ બાગમાં 20 લોકો કાયમી નોકરી કરે છે. ત્યાં 100થી વધુ લોકો ફળ તોડવા અને બજાર સુધી લઇ જવાના કામમાં લાગેલા છે.

આ છે રાજસ્થાનના નાગૌરના રહેવાસી રાજેન્દ્ર લોરા અને તેમની પત્ની ચંદ્રકાંતા. તેઓ ખેડૂતો માટે એક સ્ટાર્ટઅપ ફ્રોશોકાર્ટ ચલાવે છે. જે અંતર્ગત આ દંપત્તી ખેડૂતોને એગ્રી ઇનપુટ જેવા કીટનાશક, પેસ્ટીસાઇડ અને અન્ય પ્રકારની દવાઓની હોમ ડિલિવરી કરે છે. આ સમયે આ સ્ટાર્ટઅપ સાથે 30 હજારથી વધુ ખેડૂતો જોડાયેલા છે. આ સ્ટાર્ટઅપને વર્ષ અંદાજે 3 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. રાજેન્દ્રનું કહેવું છે કે તેઓ અવાર નવાર ખેડૂતોને મળે છે ત્યારે ખબર પડે છે કે તેઓને પાક માટે જરૂરી દવાઓ સમયસર મળતી નથી. આ વાતને ધ્યાને રાખી તેઓએ આ ઓનલાઇન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું.

રાજેન્દ્રનું કહેવું છે કે તેઓને 4 વર્ષ પહેલા આ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. તેમની પત્ની ચંદ્રકાંત પણ ખભાથી ખભો મીલાવી કામ કરે છે. લોકડાઉનમાં તેમનું આ સ્ટાર્ટઅપ ખેડૂતો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થયું. રાજેન્દ્રનું કહેવું છે કે તેમની પાસે અંદાજે 45 લોકોની ટીમ છે. રાજેન્દ્રના આ સ્ટાર્ટઅપથી હજુ 30 હજારથી વધુ ખેડૂતો જોડાયેલા છે. આ વર્ષે તેમના સ્ટાર્ટઅપે 3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તેમની કંપની ખેડૂતોને 10 હજાર રૂપિયા સુધી ફાયનાન્સ પણ આપે છે. તો કંપની ખેડૂતોને માર્કેટ રેટથી 5-10 ટકા ઓછા ભાવે જંતુનાશક દવા આપે છે. રાજેન્દ્ર લોરાએ જબલપુર ટ્રિપલ આઇટીમાંથી એન્જીનિયરિંગ કર્યું છે. જ્યારે તેમની પત્ની MBA-Phd છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page