Only Gujarat

FEATURED National

રમત-રમતમાં બાળક જીવતો સાપ ગળી ગયો, મોંમાં પૂંછડી જોઈ ને પરિવાર ચમકી ગયો ને પછી…

બરેલી, ઉત્તર પ્રદેશઃ અહીં રમત-રમતમાં એક બાળક જીવતો સાપ ગળી લીધો, જે પછી તેને ચાવવા લાગ્યો. જોકે આ જોઈ તેના પરિવારજનો ચોંકી ગયા હતા. તેમણે બાળકના મોઢામાંથી સાપ કાઢ્યો અને પછી બાળકને સારવાર માટે જીલ્લા હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં બાળકની 2 કલાકની સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. હવે ઘટનાની જાણ થતા લોકો બાળક અને સાપને જોવા માટે ઘરે આવી રહ્યાં છે. બાળકના પરિવારજનો પાસેથી માહિતી જાણ્યા બાદ તમામ લોકો ચોંક્યા હતા. આ ઘટના ફતેહગંજ પશ્ચિમ ક્ષેત્રના ભોલાપુરની છે.

બાળકે સાપ ચાવતા પરિવારજનોને તેના મોઢામાં કંઈક હોવાની જાણ થઈ. શંકા જતા તેમણે નિકટ આવી જોયું તો મોઢામાંથી બહાર લટકતી સાપની પૂંછ હતી. બાળકના મોઢામાંથી 6 ઈંચનો સાપ બહાર કાઢ્યા બાદ પરિવારજનો પરિવારજનો સારવાર અર્થે બાળકને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર્સે તપાસ બાદ બાળકની સ્થિતિ સામાન્ય હોવાની વાત કરી.

બાળકના પિતા ધર્મપાલે કહ્યું કે, દીકરા દેવેન્દ્રના મોઢામાંથી 6-7 ઈંચનો સાપ નીકળ્યો હતો. આ સાપની ફેણ નીકળવાની શરૂઆત થઈ ગઈ હતી. બાળક તેને ચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બાળકના મોઢામાં શ્વાસ રુંધાતા સાપનું મોત થયું હતું. બાળકે ઘર બહાર રમતા સમયે સાપ મોઢામાં નાખી દીધો હતો પરંતુ સારી વાત એ રહી કે સાપના મોઢામાં ચાવવાની ઘટના બાદ પણ બાળકને કંઈ જ નુકસાન થયું નથી.

ડૉક્ટર ઈએમઓ હરિશચંદ્રએ કહ્યું કે,‘7 ઈંચ લાંબા સાપના કારણે બાળકના જીવને જોખમ હતું. જો સાપ બહાર ના કાઢવામાં આવતો તો બાળકનો પણ શ્વાસ રુંધાતો અને તેના કારણે તેનું મોત પણ થઈ શકતું હતું.’

You cannot copy content of this page