Only Gujarat

Bollywood

હવે વિવેક ઓબેરોયના સાળાનું નામ આવ્યું સામે, કોડવર્ડથી થતો ડ્રગ્સનો કારોબાર

મુંબઈ/બેંગલુરુઃ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ કનેક્શનનો વ્યાપ વધતો જ જઈ રહ્યો છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે રવિવારે કર્ણાટકના પૂર્વ મંત્રી રહેલા જીવરાજ અલ્વાના દીકરા અને બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરૉયના સાળા આદિત્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આદિત્ય ઉપરાંત 11 અન્ય લોકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.

આ કેસમાં પ્રથમ ધરપકડ ટ્રાન્સપોર્ટ ઓફિસર બીકે રવિશંકરની કરાઈ હતી. રવિશંકર એક્ટ્રેસ રાગિનીનો નિકટનો વ્યક્તિ મનાય છે. તેની પૂછપરછના આધારે જ રવિવારે 12 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

જે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તેમની પર આરોપ છે કે, તેઓ બેંગલુરુમાં વિવિધ સ્થળે પાર્ટીઓ યોજતા અને તેમાં સેલેબ્સ, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ અને ટેક ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને બોલાવવામાં આવતા હતા.

પાર્ટી દરમિયાન જ પૈસાની સામે ડ્રગ્સની ડીલ કરવામાં આવતી હતી. આદિત્ય વિશે એફઆઈઆરમાં નોંધ કરવામાં આવી છે કે, 5 જુલાઈએ બેંગલુરુના યેલહંકામાં પ્રાઈવેટ હોટલની પાર્ટીમાં તે સામેલ થયો હતો.

રિપોર્ટ્સ અનુસાર, એફઆઈઆરમાં સાઉથ એક્ટ્રેસ રાગિની દ્વિવેદી અને તેના પૂર્વ પ્રેમી શિવપ્રકાશના નામ સામેલ છે. ક્રાઈમ બ્રાન્ચે તેમને મુખ્ય ડ્રગ પેડલર ગણાવ્યા છે. હાલ પાર્ટી ઓર્ગેનાઈઝર વિરેન ખન્ના, બિઝનેસમેન પ્રશાંત રાંકા, વૈભવ જૈન, આદિત્ય અલ્વા, આફ્રિકન ડ્રગ સપ્લાયર લોમ પેપર સાંબા, પ્રશાંત રાજૂ, અશ્વિન, અભિસ્વામી, રાહુલ ટોંસે અને વિયન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તપાસ અનુસાર, પેડલર ડ્રગ્સ બિઝનેસ માટે કોડ વર્ડનો ઉપયોગ કરતા હતા. વધુ નશાવાળા ડ્રગ્સ માટે ‘હેલો કિટી’ કોડ વર્ડ વાપરવામાં આવતો હતો.

You cannot copy content of this page