Only Gujarat

Bollywood FEATURED

સાઉથનો આ સુપર સ્ટાર 1000થી પણ વધુ ફિલ્મોમાં કરી ચૂક્યો છે કામ, વાંચો રસપ્રદ વિગત

હૈદરાબાદ: બોલિવૂડની જેમ સાઉથ સિનેમાના પણ ઘણાં ચાહકો છે. સાઉથ ફિલ્મો લાંબા સમયથી બની રહી છે અને આપણે બધાંએ આ ફિલ્મોને ક્યાંકને ક્યાંક જોઈ જ હશે. અભિનેતા નાગાર્જુન, ચિંરજીવી, પ્રભુ દેવા અને મામુઠી સહિતના તમામ નાનપણના મોટો હિસ્સો રહ્યાં છે. પ્રભાસ, મહેશબાબુ, દુલકર સલમાન તથા અલ્લુ અર્જુન જેવા સાઉથ સ્ટાર્સ આપણા ફેવરિટ હોય છે.

તમે સાઉથ ફિલ્મના ચાહક હોવ કે ના હોવ પરંતુ એક સાઉથ અભિનેતા એવો છે જેને તમામ લોકો જાણે છે અને તે કોઈ નહીં પરંતુ બ્રહ્માનંદમ છે. બ્રહ્માનંદમ તેલુગુ સિનેમામાં જાણીતો ચહેરો છે. તમે ભલે તેમને તેલુગુ ફિલ્મમાં જોવો છો. તમે તેલુગુ ફિલ્મ જુઓ કે ના જુઓ પરંતુ તમે બ્રહ્માનંદમને તો જરૂર જાણતાં હશો.

1 ફેબ્રુઆરીએ બ્રહ્માનંદમનો 63મો જન્મદિવસ છે. બર્થ-ડેના દિવસે તેઓ સોશિયલ મીડિયામાં પણ ટ્રેન્ડ કરી રહ્યાં હતાં. ચાહકો તેમનું નામ હૈશટેગ એટલે #Brahmanandam ચલાવી રહ્યાં હતાં અને બર્થ-ડેની શુભેચ્છા પાઠવવાની સાથે સાથે તેમના કામના પણ વખાણ કરી રહ્યાં હતાં.

બ્રહ્માનંદમ છેલ્લા ઘણાં વર્ષોથી સાઉથ સિનેમા કામ કરી રહ્યાં છે. તેમણે વર્ષ 1987માં આવેલી ફિલ્મ ‘અહા ના પલાંટા’થી પોતાની એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે 1000થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

બ્રહ્માનંદમ સાઉથના દરેક સુપર સ્ટાર સાથે જોવા મળે છે. તેમણે મહેશ બાબુ, અલ્લુ અર્જુન, પ્રભાસ, રામ ચરણ, નાગાર્જુન, આદિ સંગ સહિતના સેલેબ્સની સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. બ્રહ્માનંદમને તેમની કોમેડી ટાઈમિંગ, જોરદાર પાત્ર અને પડદા પર કોમેડી માટે ઓળખવામાં આવે છે. તેમણે તેલુગુની સાથે સાથે કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ભારતીય સિનેમામાં પોતાનું મહત્વનું યોગદાન માટે બ્રહ્માનંદમ પદ્મશ્રી પુરસ્કાર પણ મેળવી ચૂક્યાં છે. તેમણે 2009માં આ સન્માન પાપ્ત કર્યું હતું. આ સિવાય તેમનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધારે સ્ક્રીન ક્રેડિટ મેળનાર વર્તમાન અભિનેતાના રૂપમાં નોંધાયેલો છે. આ સાથે તેમણે પોતાના કામ માટે ફિલ્મફેર, સીનેમા એવોર્ડ અને નંદી એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો બ્રહ્માનંદમ આંધ્રપ્રદેશમાં જન્મ થયો હતો. તેમણે લક્ષ્મી સાથે લગ્ન કર્યાં હતાં. બ્રહ્માનંદમને બે સંતાનો પણ છે જેનું નામ રાજ ગૌતમ અને સિદ્ધાર્થ છે. વર્ષ 2019માં તેમણે મુંબઈના એશિયા હાર્ટ ઈન્ટીટ્યુટ (AHI)માંથી બાયપાસ સર્જરી કરાવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page