Only Gujarat

National

લગ્ન વખતે જ ચોરો 50 લાખના ઘરેણા ચોરી ગયા, દીકરીને ઘરેણા વગર જ વિદાઈ કરવી પડી

એક ખૂબ શોકિંગ બનાવ સામે આવ્યો છે. એક પરિવારમાં જ્યાં એક બાજુ લાડલી દીકરીના લગ્ન ચાલતા હતા, ત્યારે બીજી તરફ દુલ્હનના ઘરેણા ચોરાઈ ગયા હતા. ચોરોના આ કારસ્તાનથી આખો પરિવાર ટેન્શમાં આવી ગયો હતો. ચોરો બે ભાઈઓના ઘરમાં એક સાથે દાગીના રોકડ સહિત 50 લાખ રૂપિયાનો સામાન ચોરી કરીને લઈ ગયા હતાં. એટલું જ નહીં લાડલી દીકરીને પિતાએ ઘરેણા વગર જ વિદાઈ કરવી પડી હતી. આ ક્ષણે પિતાની આંખો નમ થઈ ગઈ હતી.

આ હચમચાવી દેતો બનાવ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બન્યો છે. ઘટના બુધવાર રાત ગ્વાલિયરના હજીરા વિસ્તારના સુભાષ નગરની છે. રાતે પરિવારના ઘણાં લોકો ઘરે આવ્યા તો ઘટનાનો ખુલાસો થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, સુભાષનગર 44 અને 45બીમાં રહેનાર પુરન સિંહ અને અર્જૂન સિંહ રાઠોર સામ-સામે રહેતા હતાં. પુરનસિંહની પુત્રી ભાવના રાઠોરની 9 ફેબ્રુઆરીએ લગ્ન હતાં. સમારોહ ઘરેથી 5 કિલોમીટર દૂર ગોલાના મંદિર વિસ્તારમાં આવેલા મેરેજ ગાર્ડનમાં હતાં. બન્ને ઘરોના બધાં સદસ્યો ઘરમાં તાળું મારીને લગ્ન સમારોહમાં ગયા હતાં. આનો ફાયદો ઉઠાવીને ચોરોએ બન્નેના ઘરોમાં ધાડ પાડી હતી.


પુરન સિંહના ઘરમાં લગભગ 20 લાખ રૂપિયાના કિંમતનું સોનું અને 4 લાખ 60 હજાર રૂપિયા રોકડાની ચોરી કરી હતી. અર્જૂન સિંહના ઘરે લગભગ 25થી 30 લાખના દાગીનાનો ચોરી થઈ હતી. ચોરી થયેલા સામાનમાં વધારે દુલ્હનના નવા અને જૂના દાગીના હતાં.


ચોરીની ઘટનાથી લગ્ન વાળા ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગુરુવાર સવારે દુલ્હનની વિદાય થઈ હતી. મહત્વની વાત એ છે કે, દાગીના વગર જ દુલ્હનની વિદાય કરવી પડી હતી. એટલું જ નહીં મંગળ કાર્યક્રમ, હલવાઈ અને ડેકોરેશનવાળાને આપવા માટે રૂપિયાની પણ ચોરી થઈ ગઈ હતી.


સૂચના પર એસપી સહિત વરિષ્ઠ અધિકારી અને ફોરેન્સિક એક્સપર્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી ક્લૂ મળ્યા છે. ઘરેની આગળના એક મકાન પર CCTV કેમેરા લગાવ્યા હતાં. જ્યાં ઘણાં શંકાસ્પદ લોકો ફોર વ્હીકલ લઈને આવતાં-જતાં જોવા મળ્યા હતાં. પોલીસે જ્યારે અન્ય CCTV કેમેરાની મદદથી ચોરોને પકડવાની કોશિશ કરી રહી છે.

You cannot copy content of this page