Only Gujarat

Bollywood

9 વર્ષના દીકરાના પિતા છે કૈલાશ ખેર, 11 વર્ષ પહેલાં વેલેન્ડાઈન ડે પર કર્યાં હતા મેરેજ

મુંબઈઃ સૂફી ગીતોથી ઓળખાતા સિંગર કૈલાશ ખેર 47 વર્ષના થઈ ગયા છે. કૈલાશ ખેરનો જન્મ 7 જુલાઇ, 1973માં મેરઠમાં થયો હતો. કૈલાશ ખેરે 11 વર્ષ પહેલાં 14 ફેબ્રુઆરી, 2009માં મુંબઈ બેસ્ડ સ્ટૂડન્ટ શીતલ ભાન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના બે વર્ષ પછી કૈલાશ ખેરને ત્યાં 2011માં તેમના દીકરા કબીરનો જન્મ થયો હતો. જોકે, કૈલાશ ખેરની પત્ની ખૂબ જ સુંદર છે, પણ તે કૈલાશ ખેર કરતાં લાંબી છે. કૈલાશ ખેર જ્યાં 5 ફૂટ 2 ઇંચના છે, ત્યાં તેમની પત્નીની હાઇટ લગભગ સાડા પાંચ ફૂટ છે.

મેરઠના કૈલશ ખેરના પિતા મેહરચંદ ખેર કાશ્મીરી પંડિત હતા અને લોકગીતોમાં તેમની રૂચિ હતી. આ કારણે કૈલાશ ખેરે પણ 4 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. જોકે, બાળપણથી સૂફિ અવાજના માલિક કૈલાશ ખેર માટે સફળતાની રાહ સરળ નહોતી.

વર્ષ 1999માં કૈલાશ ખેરે તેમના ફ્રેન્ડ સાથે હેન્ડીક્રાફઅટ બિઝનેસ શરૂ કર્યો પણ, તેમાં તેમને ખૂબ જ નુકસાન થયું અને આખો બિઝનેસ બંઘ થઈ ગયો. જેના આઘાતમાં આવી કૈલાશ ખેરે આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

કૈલાશ ખેરે 14 વર્ષની ઉંમરમાં સંગીતની ટ્રેનિંગ માટે ગુરુની શોધ કરવા ઘર છોડી દીધું હતું. ઘર છોડ્યા પછી તે ઋષિકેશ આવી ને રહેતાં અને ગંગા તટ પર સાધુ સંતો સાથે ભજન મંડળીમાં ભાગ લેતાં હતાં.

કૈલાશ ખેરનું આટલી નાની ઉંમરે ઘરની બહાર એકલાં રહેવું સરળ નહોતું. કૈલાશ ખેરે પોતાનો ખર્ચ કાઢવા બાળકોને મ્યૂઝિક ટ્યુશન આપવાનું શરૂ કર્યું. દરેક બાળકો પાસેથી 150 રૂપિયા ફી લેતા અને તેમાંથી પોતાનો ખર્ચો કાઢતાં હતાં.

કૈલાશ ખેર 2001માં દિલ્હીથી મુંબઈ આવ્યા અને અહીં આવી તે કામ શોધવા હતાં. ઘણાં દિવસોના સંઘર્ષ પછી કૈલાશની મુલાકાત મ્યૂઝિક ડિરેક્ટર રામ સંપત સાથે થઈ અને તેમણે કૈલાશને નક્ષત્ર ડાયમન્ડ્સની એડમાં જિંગલ ગાવાની તક આપી હતી.

ઉલ્લેખનીય છે કે, જિંગલને પછી અન્ય કોઈના અવાજમાં તૈયાર કરવામાં આવી હતી, પણ કૈલાશ ખેરને તે ગીત માટે 5 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આ પછી કૈલાશ ખેર બીજી એડમાં જિંગલ ગાવા લાગ્યા અને ધીરે-ધીરે તેમને કામ મળવા લાગ્યું.

કૈલાશ ખેરને વર્ષ 2003માં આવેલી ફિલ્મ ‘અંદાજ’ના ગીત ‘રબ્બા ઇશ્ક ના હોવે’માં ગાવાની તક મળી હતી. જોકે, તેમને સાચી ઓળખ ફિલ્મ ‘વૈસા ભી હોતા હૈ 2’ના ગીત ‘અલ્હા કે બંદે’થી મળી હતી. આ પછી કૈલાશ ખેરે પાછળ વળીને જોયું નહીં અને આલ્બમ ‘તેરી દીવાની’થી ઘરે-ઘરે પોપ્યુલર થયાં.

કૈલાશ ખેર અત્યાર સુધી 700થી વધુ ગીત ગાઈ ચૂક્યા છે. કૈલાશ ખેરના ગીતમાં ભારતીય લોકગીત અને સૂફી સંગીતની ઝલક જોવા મળે છે. કૈલાશ ખેર 10 વર્ષમાં આખી દુનિયમાં 1000થી વધારે મ્યૂઝિક કોન્સર્ટમાં પર્ફોમ કરી ચૂક્યા છે. વર્ષ 2017માં ભારત સરકારે કૈલાશ ખેરે પદ્મશ્રી એવોર્ડ આપ્યો હતો.

સિંગર સોના મોહાપાત્રાએ વર્ષ 2018માં કૈલાશ ખેર પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. સોનાએ ટ્વીટ કર્યું હતું કે, ‘કૈલાશ અને મારું બેન્ડ પર્ફોમ કરવાનું હતું, તેના માટે કૈલાશ ખેરને પૃથ્વી કેફેમાં મળી હતી. કૈલાશ તે કહેતા જાંઘ પર હાથ મૂક્યો હતો કે, તમે ખૂબ જ સુંદર છો.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page