Only Gujarat

Bollywood

ડ્રગ્સને લીધે નર્ક થઈ ગઈ હતી આ જાણીતા એક્ટર્સની લાઈફ, નામ જાણી વિશ્વાસ નહીં થાય

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે ડ્રગ્સનો એંગલ સામે આવ્યો છે. એવી વાતો સામે આવી રહી છે કે સુશાંતના ઘરે અવાર નવાર ડ્રગ્સ પાર્ટી થતી રહેતી. જો કે આ પહેલા પણ ડ્રગ્સના મામલામાં અનેક બોલીવૂડ એક્ટર્સ બદનામ થઇ ચૂક્યા છે. કેટલાક એક્ટર્સ તો ડ્રગ્સની લતના કારણે જેલમાં પહોંચી ચૂક્યા છે. તો કેટલાક નશાએ હાલત એટલી ખરાબ કરી નાખી કે તે રસ્તા પર આવી ગયા.

સંજય દત્તે પોતે જ કબૂલ્યું હતું કે તે અંદાજે 10 વર્ષ સુધી ડ્રગ્સની ઝપેટમાં હતા. તેમના જણાવ્યા પ્રમાણે લગભગ એવું કોઇ ડ્રગ્સ નહીં હોય જેને તેઓએ ન લીધું હોય. ડ્રગ્સની લતને કારણે તેઓને અમેરિકામાં જાણીતા રિહેબ સેન્ટરમાં ભરતી કરવો પડ્યો હતો.

રણબીર કપૂર પણ ડ્રગ્સની ઝપેટમાં આવી ચૂક્યો છે. તેઓએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સ્કૂલના દિવસોમાં જ તેઓએ ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેની લતે ચડ્યો હતો. હાલ તે ડ્રગ્સની ચંગુલમાંથી બહાર છે પરંતુ તેઓ ચેન સ્મોકર બની ગયા છે.

ફરદીન ખાનને પણ ડ્રગ્સની લત લાગી ગઇ હતી. 5 મે 2001માં કોકિન સાથે ફરદીન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેઓને પાંચ દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું બાદમાં જામીન મળ્યા હતા. જામીન મળ્યા બાદ તેઓ રિહેબ સેન્ટર પહોંચી ગયા હતા.

પ્રતીક બબ્બર પાંચ વર્ષ સુધી ડ્રગ્સની લતની ઝપેટમાં રહ્યાં. હાલ તેઓ આ જીવલેણ લતથી બહાર છે.

એક્ટર વિજય રાજ પણ ડ્રગ્સની સાથે પકડાઇ ચૂક્યા છે. વર્ષ 2005માં તેઓને દુબઇ પોલીસે પકડ્યા હતા.

90ના દાયકાની જાણીતી મોડલ રહી ચૂકેલી ગીતાંજલી નાગપાલ ડ્રગ્સની એટલી આદી થઇ ગઇ હતી કે ડ્રગ્સ ખરીદવાના પૈસા માટે તે મેડના રૂપમાં પણ કામ કર્યું હતું. નશાની લતે તેણીની એવી હાલત કરી નાખી કે અંતિમ દિવસોમાં તે દિલ્હીની સડકો પર ભીખ માગતી નજર આવી હતી.

જાણીતા રેપર હની સિંહ ડ્રગ્સની ચંગુલમાં એવા ફંસાઇ ગયા કે તેઓને ઓળખવા પણ મુશ્કેલ થઇ ગયા હતા. એક વર્ષ સુધી તે રિહેબ સેન્ટરમાં ટ્રીટમેન્ટ બાદ હની સિંહ ફરી એકવાર પોતાના રંગમાં આવવા માટે મથી રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page