Only Gujarat

Bollywood FEATURED

ચર્ચામાં રહેવા માટે કોમેડિયન ભારતીએ કર્યું આવું કામ, પતિ કરવા લાગ્યો કિસ પર કિસ

મુંબઈઃ કોમેડિયન ભારતી સિંહ અને તેમના પતિ રાઇટર હર્ષ લિંબાચિયાને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. છેલ્લાં કેટલાક દિવસ પહેલાં નારકોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરોએ તેમના ઘર અને પ્રોડક્શન હાઉસ પર તપાસ કરતાં ડ્રગ્સ મળી આવતાં તેમની ધરપકડ કરી હતી. જોકે, આ પછી બંનેને જામીન મળી ગયાં હતાં. પછી કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થયાં હતાં. કેટલાક શૉ પણ તેમના હાથમાંથી નીકળી ગયાં હતાં. હવે લાઇમલાઇટમાં રહેવા માટે કપલે નવી રીત અપનાવી છે. હાલમાં જ બંનેનો એક રોમેન્ટિક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

સામે આવેલો વીડિયો હર્ષે તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં બંને એકબીજાને કિસ કરી રહ્યાં છે. તો, હર્ષ પત્ની ભારતી પર પ્રેમ વરસાવી કિસ કરતો જોવા મળી રહ્યો છે.

હર્ષે આ વીડિયો પોતાની એનીવર્સરીના ત્રણ દિવસ પછી શેર કર્યો છે. આ દરમિયાન બંનેએ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. ભારતીએ વ્હાઇટ કલરનો લહેંગો પહેર્યો છે અને હર્ષ વ્હાઇટ શર્ટમાં જોવા મળી રહ્યો છે.

વીડિયો શેર કરતાં હર્ષે લખ્યું કે, ‘માત્ર પ્રેમ અને કંઈ નહીં.’ આ વીડિયો પર તેમના ફેન્સ ખૂબ જ લાઇક અને કોમેન્ટ્સ કરી રહ્યાં છે.

ભારતી અને હર્ષે 3 ડિસેમ્બરે પોતાના લગ્નની ત્રીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ ખાસ અવસરે ભારતીએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નથી અત્યાર સુધીના દરેક ફોટે શેર કરી પોતાના પતિ હર્ષને મેરેજ એનિવર્સરી વિશ કરી હતી. એનિવર્સરી વિશ કરતાં ભારતી સિંહે લખ્યું કે, ‘પ્રેમ આ રીતે થઈ શકતો નથી… તમે કેટલા દિવસ, મહિના અથવા વર્ષ સાથે રહો છો. પ્રેમ તે વાતમાં છે કે, તમે દરેક દિવસે એકબીજાને કેટલો પ્રેમ કરો છો. હેપ્પી મેરેજ એનિવર્સરી માય લવ.’

બંનેની મુલાકાત વર્ષ 2007માં કોમેડી સર્કસના સેટ પર થઈ હતી અને ત્યારથી બંનેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. 9 વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી હર્ષ અને ભારતી 3 ડિસેમ્બર 2017માં ગોવામાં લગ્ન કર્યાં હતાં.

ભારતીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું મા બનવા માગુ છું, પણ હર્ષ અને મેં આ વર્ષે બેબીનું પ્લાનિંગ કરી રાખ્યું હતું. વિચાર્યું હતું કે, વર્ષ 2020માં 20-20 રમી લઈશ, પણ કોરોનાને લીધે તેના પર બ્રેક લાગી ગઈ. હું રિસ્ક લઈ શકતી નહોતી. મને લાગે છે કે, એક વર્ષ પછી અમે તેનું પ્લાનિંગ કરી શકીએ છીએ. હું નહોતી ઇચ્છતી કે બેબીનું સ્વાસ્થ્ય મુશ્કેલીમાં નાખું.’

ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ કેસમાં નામ આવ્યા પછી ભારતીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીના ઘણાં સાથી કોમેડિયને આ અંગે કોમેન્ટ્સ પણ કરી હતી.

You cannot copy content of this page