Only Gujarat

Bollywood FEATURED

અંદરથી જબરદસ્ત છે રિતિક રોશનનો સી-ફેસિંગ બંગલો, જોતાં જ બોલી ઉઠશો વાહ!

મુંબઈ: બોલિવૂડ સ્ટાર રિતિક રોશન તેની ફિટ બોડી અને ડાન્સ માટે હંમેશાં ચર્ચામાં રહે છે. ફિલ્મ સિવાયની વાત કરવામાં આવે તો રિખિત એકદમ વૈભવી જીવન જીવે છે અને તેનો પુરાવો છે મુંબઈનો તેનો સી ફેસિંગ વૈભવી બંગલો. આજે અમે તમને બતાવી રહ્યા છીએ રિતિકના આ વૈભવી ઘરની ખૂબજ સુંદર તસવીરો.

કોરોના વાયરસના કારણે ચાલી રહેલ લોકડાઉનમાં રિતિક અત્યારે ઘરે જ છે.

રિતિક અને બાળકો સાથે રહેવા માટે તેની પૂર્વ વાઇફ સુઝેન પણ આવી છે. તે અત્યારે લોકડાઉનમાં તેમનાં બાળકો રિહાન અને રિદાનનું ધ્યાન રાખવા આવી છે.

રિતિકનો આ બંગલો તૈયાર થવામાં ઘણો લાંબો સમય લાગ્યો હતો, કારણકે તેની સજાવટમાં બહુ સમય લાગ્યો હતો, આ વાતનો અંદાજો તેને જોઇને લાગી જ જાય.

રિતિકના ઘરના ડાયનિંગ રૂમથી લઈને હોલ બધું જ સ્પેશિયલ અંદાજમાં સજાવવામાં આવ્યું છે. રિતિકનો બંગલો છે જ એટલો જબરદસ્ત કે, કોઇનું પણ મન અંદર રહેવા લલચાય.

રિતિકે બાળકોનો સ્ટડી રૂમ, જીમ બધુ જ સ્પેશિયલ અંદાજમાં બનાવડાવ્યું છે.

આ સી ફેસિંગ બંગલો જોતાં લલચાઈ જશે તમારું મન! હાલ આ બંગલામાં એક્સ વાઈફ અને બાળકો સાથે રીતિક રોશન માણે છે મજા

You cannot copy content of this page