Only Gujarat

Bollywood FEATURED

નોરાના નિતંબ પર હાથ ફેરવનાર ટેરેન્સે હવે નફ્ફટાઈથી કહી દીધી એવી વાત કે…

મુંબઈઃ રિઆલિટી શૉ ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’નો એક વીડિયો થોડાં દિવસ પહેલાં ખૂબ જ વાઇરલ થયો હતો, જેમાં શૉના જજ ટેરેન્સ લુઇસ નોરા ફતેહીના હિપ્સ પર હાથ મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યાં પછી સોશિયલ મીડિયામાં લોકો ટેરેન્સ વિશે ઉગ્ર કોમેન્ટ્સ કરી રહ્યાં છે. જોકે, હવે આ બાબતે ટેરેન્સ લુઇસે સ્પષ્ટતા કરી છે.

વાઇરલ વીડિયો અંગે વાત કરતાં ટેરેન્સ લુઇસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘જ્યારે મેં પહેલીવાર આ વીડિયો જોયો તો મને કોઈ પ્રોબ્લેમ થયો નહીં. આ વીડિયોમાં સ્પેશિયલ ઇફેક્ટનો ઉપયોગ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.’

ટેરેન્સે કહ્યું કે, ‘કોઈ પણ સમજદાર વ્યક્તિ આ સ્પેશિયલ ઇફેક્ટ સ્પષ્ટ જોઈ શકે છે. આજના સમયમાં દરેક સેલિબ્રિટી પર મીમ બની રહ્યાં છે. આ મીમર્સનું કામ છે, અને મને આનાથી કોઈ ફેર પડતો નથી.’

ટેરેન્સે વધુમાં કહ્યું કે, ‘હું તેમની સાથે બે અઠવાડિયા સુધી ઇન્ટીમેન્ટ સીક્વન્સ શૂટિંગ કર્યાં પછી આવું કેમ કરીશ. ખુશી છે કે, જિંદગીભર મહિલાઓનો ખૂબ જ પ્રેમ અને અટેન્શન મળ્યું છે, જેનાથી હું ખુદને કરપ્ટ અનુભવતો નથી. મારા મનમાં નોરા માટે ખૂબ જ સન્માન છે. આ રીતની વસ્તુ કોઈ 17 વર્ષના વ્યક્તિને ગલગલિયા કરાવશે હું ખુદ 45 વર્ષનો છું.’

ટેરેન્સે જણાવ્યું કે, વીડિયો વાઇરલ થતાં તેમને 4થી 5 કલાકમાં જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો. તેમને સતત ઉગ્ર કોમેન્ટનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના પર ટેરેન્સે કહ્યું કે, ‘હું હંમેશા સોશિયલ મીડિયાની પોઝિટિવ સાઈડ જોવું છું.’

‘જોકે, કેટલાક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ભાષા ખૂબ જ અપમાનજનક હતી, પણ મારા ફેન્સે મારા સપોર્ટમાં લડાઈ શરૂ કરી દીધી હતી. એટલે મેં જૈન માસ્ટરનો મેસેજ શેર કર્યો હતો.’

ઉલ્લેખનીય છે કે, આ વીડિયો વાઇરલ થયાં પછી ટેરેન્સ લુઇસે જૈન માસ્ટરની વાત જણાવતાં કહ્યું હતું કે, ‘તેમનું ઇન્ટેશન ખોટું નહોતું.’ જેના પર નોરાએ તેમનો બચાવ કરતાં કહ્યું હતું કે, ‘આભાર ટેરેન્સ, આજકાલ મીમ માટે સોશિયલ મીડિયા પર ફોટોશોપ કરવામાં આવી રહ્યું છે.’

વાઇરલ વીડિયો 12 સપ્ટેમ્બરે ઓનએર થયેલો શોનો છે, જેમાં શત્રુઘ્ન સિન્હા તેમની પત્ની પૂનમ સાથે ગેસ્ટ તરીકે આવ્યાં હતાં. આ દરમિયાન જ્યારે શૉના ત્રણ જજ તેમનું સ્વાગત માટે ઝુકી રહ્યાં હતાં ત્યારે ટેરેન્સનો હાથ નોરા ફતેહીના હિપ્સ પર લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મલાઇકા અરોરા કોરોના પોઝિટિવ થતાં નોરા ફતેહીને થોડાંક અઠવાડિયા માટે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શૉમાં રિપ્લેસ કરવામાં આવી છે. જોકે, હવે મલાઇકા પાછી શૉની જજ બની ગઈ છે.

You cannot copy content of this page