Only Gujarat

FEATURED National

માતા-પિતા સાવધાન! 10 વર્ષના બાળકને પડદા સાથે લપેટાઈને રમવું ભારે પડ્યું? જાણો કેમ

એક 10 વર્ષનો બાળક તેના રૂમમાં એક નાનો પિયાનો વગાડી રહ્યો હતો, પરંતુ થોડા સમય બાદ તે પડદાથી લપેટાઈને ગોળ-ગોળ ફરવા લાગ્યો હતો. આ કારણે તેના શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. ત્યારે જ પાસેનાં રૂમમાંથી તેની મમ્મી અને બહેન દોડીને આવ્યા હતા અને તેને હોસ્પિટલ લઈને ગયા હતા.

આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલની છે. આ ઘટના ભવાનીધામ ફેઝ 1 માં રહેતા પંકજ શર્માના પુત્ર નૈતિક ઉર્ફે રીતિક શર્મા સાથે બની છે. પંકજ શર્મા ફેક્ટરીમાં ખાનગી નોકરી કરે છે.

આ ઘટના 29 ઓગસ્ટની છે. ચોથા ધોરણમાં ભણતો નૈતિક ઘરે મીની પિયાનો વગાડતો હતો. પછી તે ઉભો થયો અને ઘરના પડદાને ગળામાં વિટાંળીને ગોળ-ગોળ ફરવા લાગ્યો હતો.

ગોળ-ગોળ ફરવાને કારણે પડદો ચુસ્ત થઈ ગયો, અને તે બેભાન થઈ ગયો. પછી તેની માતાએ તેના પુત્રને કસાયેલો જોયો, અને તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગઈ.

ગોળ-ગોળ ફરવાને કારણે પડદો ચુસ્ત થઈ ગયો, અને તે બેભાન થઈ ગયો. પછી તેની માતાએ તેના પુત્રને કસાયેલો જોયો, અને તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગઈ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page