Only Gujarat

FEATURED International

નાસ્ત્રેદમસની કાળવાણીઃ 2021નું વર્ષ તો 2020 કરતાં પણ ભારે, આવશે આકરી મુસીબતો

અમદાવાદઃ ફ્રાંસમાં જન્મેલા માઈકલ ધી નાસ્ત્રેદમસની 465 વર્ષ જૂની ભવિષ્યવાણીઓ (Nostradamus Predictions 2021) આજે પણ એટલી સચોટ છે. નાસ્ત્રેદમસે સદીઓ પહેલાં ‘લેસ પ્રોફેટીસ’ નામનું એક પુસ્તક લખ્યું હતું, જેમાં વિશ્વની અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. આ પુસ્તકની પહેલી આવૃત્તિ ઈસ 1555માં આવી હતી. આ પુસ્તકમાં કુલ 6338 ભવિષ્યવાણીઓ હતી, જેમાં 70 ટકા સાચી સાબિત થઈ છે. આ ભવિષ્યવાણીઓ છંદમાં લખવામાં આવી છે, જેને ‘ક્વોટ્રેન’ કહેવામાં આવે છે. 

2020ની ભવિષ્યવાણી સાચી પડીઃ વર્ષ 2020માં ફેલાયેલી કોરોનાની બીમારી નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાથે મેચ થાય છે. આ ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓમાં કરેલી ભવિષ્યવાણી પણ સાચી પડી છે. 2021 માટે કઈ ભવિષ્યવાણી કરવામાં આવી છે, તેના પર એક નજર કરીએ. 

ઝોમ્બીઃ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પ્રમાણે, એક રશિયન વૈજ્ઞાનિક એવું જૈવિક (બાયોલોજિકલ વેપન) હથિયાર તૈયાર કરશે, જેનાથી વ્યક્તિ ઝોમ્બી બની જશે. આ રીતે માણસની પ્રજાતિનો સર્વનાશ થશે.

દુષ્કાળઃ દુષ્કાળ, ભૂકંપ, વિવિધ પ્રકારની બીમારી તથા મહામારી દુનિયાના અંતનો પહેલો સંકેત છે. 2020માં કોરોનાથી આની શરૂઆત થઈ હતી. આ વર્ષે એવો દુષ્કાળ પડશે કે આજ દિન સુધી પૃથ્વીએ આનો સામનો કર્યો નહીં હોય. વિશ્વની એક મોટા ભાગની વસ્તી દુષ્કાળમાંથી બહાર આવી શકશે નહીં. 

સૂર્યની તબાહીઃ 2021ની મુખ્ય ઘટનામાંથી આ એક મુખ્ય હશે. આ દરમિયાન સૂર્યની તબાહી પૃથ્વીને નુકસાન પહોંચાડશે. સમુદ્રમાં પૃથ્વી સમાઈ જશે. જળવાયુ પરિવર્તનનું આ નુકસાન યુદ્ધની સ્થિતિ ઉત્પન્ન કરશે. રિસોર્સ માટે દુનિયામાં ઝઘડા થશે અને લોકો સ્થળાંતર કરશે. 

ધૂમકેતુ પૃથ્વી સાથે ટકરાશેઃ ધૂમકેતુ પૃથ્વી સાથે ટકરાશે. આ કારણે પૃથ્વી પર ભૂકંપ તથા અનેક પ્રકારની કુદરતી આપત્તિઓ આવશે. પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ આ ઉલ્કાપિંડ આગ જેવો બની જશે, જેનાથી ગ્રેટ ફાયર જેવું વાતાવરણ સર્જાશે. 

વૈજ્ઞાનિકોની ચેતવણીઃ નાસાએ આ પહેલાં જ એક મોટો ધૂમકેતુ પૃથ્વી સાથે ટકરાશે તેવી આશંકા વ્યક્ત કરી છે.  2009 KF1 નામનો ધૂમકેતુ 6 મે, 2021માં પૃથ્વી સાથે ટકરાય તેવી શકયતા. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ ધૂમકેતુની તાકાત 1945માં હિરોશીમા પર પડેલા પરમાણુ બોમ્બ કરતાં પણ 15 ગણી હશે. 

કેલિફોર્નિયામાં ભૂકંપઃ એક પ્રલયકારી ભૂકંપ ન્યૂ વર્લ્ડને તબાહ કરશે. કેલિફોર્નિયાને આનું લોજિકલ પ્લેસ કરી શકાય, જ્યાં આ ઘટના બનશે. કુદરતી આપત્તિઓને લઈ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી આ પહેલાં પણ સાચી પડી છે. 


બ્રેન ચિપઃ માનવ જાતિને બચાવવા માટે અમેરિકન સૈન્યને મગજના સ્તર પર સાઈબોર્ગ્સની જેમ બદલી નાખવામાં આવશે. આના માટે બ્રેન ચિપનો ઉપયોગ થશે. આ ચિપ માણસના મગજની બાયોલોજિકલ ઈન્ટેલિજન્સી વધારવા માટે કામ આવશે. આનો અર્થ એ થયો કે આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને આપણી બુદ્ધિ તથા શરીરમાં સામેલ કરીશું.

You cannot copy content of this page