આંખ ઉઘાડતો કિસ્સો, વપરાયેલા કોન્ડોમને ધોઈને વેચતા હતા અને અચાનક જ ફેક્ટરીમાં…

વિયેટનામમાં પોલીસે એવાં 3 લાખ 24 હજાર કોન્ડોમ રિકવર કર્યા છે જેને ફરીથી વેચવા માટે ધોઈને પેક કરવામાં આવતા હતા. મજૂરોને તેને ફરીથી પેક કરતાં પહેલાં તેની સાફ કરવાનું કામ આપવામાં આવ્યું હતું. તે પછી લોકોને ફરી વેચાણ માટે મોકલતા પહેલા તેને સારી રીતે પેક કરાતા હતા. હજારો કોન્ડોમ વેચવા માટે મોકલવામાં આવી ચૂક્યા છે.

દક્ષિણ વિયેતનામના તેને બિન્હ ધોંગના એક વેરહાઉસમાં આ ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. પોલીસે શનિવારે વેરહાઉસમાં દરોડા પાડ્યા હતા અને વપરાયેલ કોન્ડોમને જપ્ત કરી લીધા હતા. વેરહાઉસની માલિક થાનહ ન્ગોકની પોલીસે ધરપકડ કરી હતી,અને દાવો કર્યો હતો કે મહિલાને કોઈ અજાણ્યો શખ્સ એકવાર કોન્ડોમ આપી જતો હતો.

ત્યાંની સ્થાનિક સાઈટ મુજબ તે તેની સફાઇ, સૂકવણી અને રિશેપ કર્યા બાદ બિલકુલ પહેલાની જેમ તેને પેક કરીને લોકો પાસે વેચાણ માટે મોકલતી હતી.

એક સરકારી અધિકારીએ કહ્યું કે, કોન્ડોમ તબીબી વસ્તુઓમાં આવે છે, તેથી અમે ઘણા કાયદાઓ શોધી રહ્યા છીએ કે, જેથી માલિકની સામે પગલા લઈ શકાય.

હજી સુધી કેટલા કોન્ડોમ વેચાયા છે તે જાણી શકાયું નથી, પરંતુ પોલીસે આશરે 360 કિલો વજનના કોન્ડોમ કબજે કર્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, તેઓ વેરહાઉસ નજીક હોટલ અને બજારોમાં પૂરા પાડવામાં આવતા હતા.