સંજુબાબા રાતોરાત કેમ દુબઈથી ભાગીને મુંબઈ આવ્યો? શું તબિયત લથડી ગઈ?

મુંબઈ: લંગ્સ કેન્સરની સામે લડી રહેલા 61 વર્ષના સંજય દત્ત મુંબઈમાં પોતાના ઈલાજ કરાવી રહ્યા હતા પરંતુ ઈલાજ વચ્ચે જ છોડીને દુબઈ જતા રહ્યા. કારણ કે તેમના બાળકોના ક્લાસ દુબઈમાં ચાલી રહ્યા હતા અને તેમને બાળકોને મળવાનું મન હતું, એટલે તેઓ કેટલાક દિવસો પહેલા પત્ની માન્યતા દત્ત સાથે દુબઈ ગયા હતા. સંજયે દુબઈમાં કેટલોક સમય પસાર કરવા ગયા હતા. પરંતુ હવે વાત સામે આવી રહી છે કે, તેમને જલ્દી જ મુંબઈ પાછા આવવું પડી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે તેઓ આ મહિનાની 30 તારીખ પહેલા મુંબઈ પાછા આવી જશે જેથી તેમનો ઈલાજ શરૂ થઈ શકે. હજી તેમણે ઘણી કીમોથેરાપીમાંથી પસાર થવાનું છે.

અહેવાલોનું માનીએ તો 30 સપ્ટેમ્બરથી તેમની કિમોથેરાપીનું ત્રીજું ચરણ શરૂ થવા જઈ રહ્યું છે. તો સંજય પોતાની દુબઈની મુલાકાતને આગળ નહીં વધારે તો તેઓ 6-7 દિવસમાં મુંબઈ પાછા આવી જશે.

તેમનો ઈલાજ અત્યાર સુધી યોગ્ય રીતે ચાલી રહ્યો છે. તેમની કીમોથેપારીના બે તબક્કા પુરા થઈ ચુક્યા છે અને તેમને આશા છે કે બધું જલ્દી જ સારું થઈ જશે.

સંજયનો ઈલાજ ડૉક્ટર જલીલ પારકર કરી રહ્યા છે. ડૉ. પારકરે કિમોથેરાપીનું પહેલું ચરણ પૂર્ણ થયું ત્યારે જણાવ્યું હતું કે, અત્યારે નથી ખબર કે કીમોથેરાપીના કેટલા ચરણ કરવામાં આવશે. કીમોથેરાપી બિલકુલ સરળ નથી અને ફેફસાના કેન્સર સામે લડવું એક જંગ સમાન છે.

જણાવી દઈએ કે ઈલાજ દરમિયાન લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટર્સે તેમના ફેફસામાંથી લગભગ 1.5 લીટર ફ્લૂઈડ કાઢ્યું હતું. ખબરોનું માનીએ તો તેમના ફેફસામાં ફ્લૂઈડ જમા થઈ રહ્યું છે.

પહેલા સંજય ફેફસાના કેન્સરના ઈલાજ માટે અમેરિકા જઈ રહ્યા હતા. પછી તેમણે મુંબઈમાં જ સારવાર શરૂ કરાવી દીધી.

ભલે સંજય કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે પરંતુ તેમણે આ બીમારીને કામની આડે નથી આવવા દીધી. તે ઈલાજની સાથે સાથે પોતાની નવી ફિલ્મ શમશેરાના શૂટિંગ પર ફોકસ કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ જલ્દી જ પોતાની અન્ય ફિલ્મોનું શૂટિંગ પણ શરૂ કરશે.

કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા હોવા છતા સંજય પોતાના કામ અને કરિયરને લઈને ગંભીર છે. બીમારીના કારણે નબળાઈ અને ખરાબ તબિયત છતા તેઓ પોતાની દરેક ફિલ્મનું શૂટિંગ પુરું કરવા માંગે છે. રિપોર્ટ્સનું માનીએ તો તે દીવાળી પછી અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજનું શૂટિંગ શરૂ કરી દેશે.

સંજયના આ મુશ્કેલ સમયમાં પત્ની માન્યતા દત્ત મજબૂતીથી તેની સાથે ઉભી છે. માન્યતા હંમેશા તેનો ઉત્સાહ વધારતી રહી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના હેલ્થની અપડેટ્સ આપતી રહે છે.

વર્કફ્રંટની વાત કરીએ તો સંજયની આગામી ફિલ્મોમાં શમસેરા, કેજીએફ ચેપ્ટર 2, ભુજઃ ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા અને તોરબાજ સામેલ છે. જેમાંથી કેટલીક ફિલ્મો પુરી થઈ ચુકી છે, તો કેટલીકનું કામ બાકી છે.