Only Gujarat

International TOP STORIES

મહિલાએ બાળકને આપ્યો જન્મ, LIVE ડિલીવરી જોઈને લોકોને ના થયો વિશ્વાસ

કોરોના વાયરસને કારણે લાગેલાં લોકડાઉનમાં લોકોએ ઘણા એવાં કામો કર્યા છે જેને કરવાનું કોઈએ વિચાર્યુ પણ નહી હોય,પોતાના શોખને લોકોએ એક નવા પરિણામ આપ્યા છે. ત્યારે આ બધા વચ્ચે એક માતા એવી પણ હતી જેણે આ લોકડાઉનમાં એવો નિર્ણય કર્યો જેનો અંજામ બહુજ ખતરનાક પણ હોઈ શકતો હતો. આ નિર્ણય ઘરે જ બાળકને જન્મ આપવાનો હતો તે પણ બધાની સામે જ. ઓસ્ટ્રેલિયામાં એક માતાએ તેની ડિલીવરી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ દર્શાવી હતી, જેને 6 હજાર લોકોએ જોઈ હતી.

પાંચ બાળકોની માતા એમ્મા પોતાના છઠ્ઠા બાળકને દુનિયાની સામે જન્મ આપવા માંગતી હતી. તેના માટે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ લખી હતી.
એમ્માએ જણાવ્યુકે, તેના જ્યારે પાંચમા બાળકનો જન્મ થયો ત્યારે તે ઈચ્છતી હતીકે, તેના બાળકની ડિલીવરી લાઈવ થાય.

તેણે લખ્યુ, દોસ્તો આજે રાત્રે અમારા ઘરે કશું થવાનું છે.

તેનો પરિવાર, મિત્રો અને તેના ઘરનો ડોગી પણ આ પળનો સાક્ષી હતો. સવારે 5 વાગ્યે જ્યારે તેણે પુત્રને જન્મ આપ્યો.

પ્રસવ પીડા પહેલાં એમ્માનાં બાળકોએ તેનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. પરિવાર દરેક ક્ષણે એમ્માની સાથે જ હતો. એમ્મા મા બનતા પહેલાં પ્રસવ પીડા અને બાળકને જન્મ આપતા બહુ જ ઘબરાતી હતી.

એમ્માએ પોતાના ડરથી જીતતા પોતાના છઠ્ઠા બાળકને ઘરે જ જન્મ આપ્યો હતો, તેણે કહ્યું હતું કે, તેનો ડર હવે ખતમ થઈ ગયો છે.

You cannot copy content of this page