Only Gujarat

International

ચોકીદારને બિઝનેસમેનને માસ્ક કેમ નથી પહેર્યું તેવું કહેવું ભારે પડી ગયું

ચીનની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં બેન્ક સિક્યુરિટી ગાર્ડે માસ્ક પહેરવાનું કહેતાં એક કરોડપતિ યુવક ભડકી ગયો હતો. ગુસ્સે થયેલાં યુવકે બેન્કમાં તેના એકાઉન્ટમાંથી બધી રકમ ઉપાડી લીધી હતી. એટલું જ નહીં યુવકે બેન્કના કર્મચારીઓ પાસે દરેક નોટ ગણાવવાની વિચિત્ર સજા પણ આપી હતી. ચીની સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટો વાઇરલ થઈ રહ્યા છે.

હાથથી બધી રકમ ગણવા કહ્યું
એક રિપોર્ટ મુજબ, શાંઘાઇમાં હોંગમેઈ રોડ પર બેન્ક ઓફ શાંઘાઇમાં ગયેલાં એક કરોડપતિ યુવક બેન્કના સ્ટાફના વર્તન અને સર્વિસ ખરાબ હોવાનું કહીને ત્યાંથી પોતાના એકાઉન્ટમાં રહેલી દરેક રકમ ઉપાડી લીધી અને નોટ બેન્કના કર્મચારીઓના હાથે ગણી આપવા કહ્યું હતું.

બેન્કમાંથી ઉપાડ્યા 5 મિલિયન યુઆન કેશ
આ યુવકે સોશિયલ નેટવર્કિંગ સાઇટ બીબો પર સનવિયરના નામથી ઓળખાય છે. કથિત રીતે તેણે બેન્ક ઓફ શાંઘાઈની બ્રાંચમાંથી 5 મિલિયન યુઆન (લગભગ 5,84,74,350 રૂપિયા) કેશ બેન્કમાંથી ઉપાડ્યા છે. યુવકે કહ્યું કે, બેન્કના ખરાબ વર્તનને લીધે તેણે રૂપિયા કાઢ્યા છે અને બીજી બેન્કમાં નાખ્યા છે.

સોશિયલ મીડિયા પર વધ્યું ફોલોઇંગ
યુવકે જણાવ્યું કે, બેન્કના સિંગલ કરન્સી કાઉન્ટરથી આ રકમ ઉપાડ્યા પછી બે બેન્કકર્મીને લગભગ 2 કલાકનો સમય લાગ્યો હતો. કથિત રીતે સનવિયરની આ પોસ્ટ પછી તેનું ઓનલાઇન ફોલોઇંગ વધીને 1.7 મિલિયન થઈ ગયું છે. સાથે જ બેન્કકર્મીના રૂપિયા ગણવામાં અને તેને બેગમાં ભરતાં ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

You cannot copy content of this page