Only Gujarat

Gujarat

ગુજરાતના આંગણે રિયલ પ્લેનમાં બની રેસ્ટોરન્ટ, પ્લેનમાં માણો ખાવાની મજા

વડોદરાવાસીઓ વિમાન જેવી રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાની મજા માણી શકશે. લોકોને આકર્ષવા માટે વડોદરામાં ગુજરાતનું સૌ પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બન્યું છે. હાલ વિશ્વના 8 એવા શહેર છે, જ્યાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ધમધમે છે. હવે વિશ્વના વડોદરા સહિત 9 શહેરમાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની ચૂકી છે. ઉત્તર ભારતમાં પણ પંજાબના લુધિયાણા અને હરિયાણા અને ઉત્તરાખંડમાં આવી એરક્રાફ્ટની રેસ્ટોરન્ટ છે.

આ રેસ્ટોટન્ટમાં પ્લેનની જેમ જ એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, 1.40 કરોડના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદી કર્યું હતું. તેના એક એક પાર્ટ્સ લાવી અહીં તેને રેસ્ટોરેન્ટનો લુક આપવામાં આવ્યો છે. જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે.

વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ ઉપર વિશ્વની નવમી અને ભારતમાં ચોથી અને ગુજરાતની પ્રથમ હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટનો શુભારંભ થયો છે. વિશ્વમાં માત્ર આવી નવ જ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે.

આ રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર મહેબુબ મુકીએ જણાવ્યું કે વિશ્વમાં ન્યુઝીલેન્ડમાં શહેર ટાઉપો , ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, પંજાબના લુધીયાણા, હરીયાણાના મોરી સહીતના દુનિયાના આઠ એવા શહેરોમાં આવી એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે.

હવે વડોદરા તેમજ વડોદરાની આસપાસની જનતા હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ ઉઠાવી શકશે. એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર તમામ જે એરક્રાફ્ટમાં સુવિધાઓ હોય છે તેવી તમામ સુવિધાઓ આપવામાં આવેલ છે. 102 વ્યક્તિ એક સાથે બેસી ભોજનનો આસ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, કોન્ટીનેન્ટલ, ઈટાલીયન, મેક્સીકન અને થાઈ ફુડની મજા પરિવાર સાથે માણી શકાશે. હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ હાઇવે બાયપાસ રોડ પર આવેલ હોવાને કારણે મોડી રાત્રી સુધી ભોજનનો સ્વાદ માણી શકાશે.

એરક્રાફ્ટ રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે તેઓને આ રેસ્ટોરન્ટ બનાવવામાં ઘણો સમય લાગ્યો છે. તેઓએ આ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ અચાનક જ કોરોના મહામારી આવવાના કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઘણો સમય વિતી ગયો, જેને કારણે તેનો શુભારંભ કરવામાં વિલંબ થયો હતો.

તેઓએ આ એરક્રાફ્ટની મશીનરી ચેન્નાઈની એક એવીએશન કંપની પાસેથી એરક્રાફ્ટની બોડી ખરીદી હતી અને તેનું સંપૂર્ણ ઈન્ટીરીયર બોડીને વડોદરા ખાતે લઈ આવ્યા બાદ કરવામાં આવ્યું હતું.અને એરક્રાફ્ટ રેસ્ટોરન્ટને ઓરીજનલ એરક્રાફ્ટનું ફીલ આવે એવું બનાવવામાં આવ્યું છે. જેથી જે પણ પરિવાર એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર જમવા આવે તો તેમને એરક્રાફ્ટની અંદર તેઓ જમ્યા છે એવું ફીલ થાય એ રીતનું બનાવવામાં આવ્યું છે.

હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરેન્ટના માલિક એમ.ડી.મુખીએ જણાવ્યું હતું કે ખાસ કરીને સામન્ય માણસને એરક્રાફ્ટમાં બેસવાનો મોકો નથી મળ્યો તો કેમ નહીં એરક્રાફ્ટની અંદર રેસ્ટરોરેન્ટ શરૂ કરીએ. જેથી કરીને બેંગ્લોરની નેગ કંપની પાસેથી સ્ક્રેપની હાલતમાં 1 કરોડ 40 લાખના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદી કર્યું હતું.

પરંતુ કોરોના આવી જતા લોકડાઉન લાગ્યું અને દોઢ વર્ષ વીતી ગયા. તેના એક એક પાર્ટ્સ લાવી અહીં તેને રેસ્ટોરેન્ટનો લુક આપવામાં આવ્યો છે. જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરેન્ટમાં 102 વ્યક્તિઓની કેપેસિટી છે.

ખાસ એ છે આમાં કે રિયલ એરક્રાફ્ટનો અહેસાસ આમાં થશે.લોકો અહીં આવશે તો રિયલ એરક્રાફ્ટમાં જે પ્રમાણે એરહોસ્ટેસ્ટ હોય તેવો જ સ્ટાફ અહીં રાખવામાં આવ્યો છે.

સાથે આ એરક્રાફ્ટ રેસ્ટોરેન્ટમાં જેમ રિયલ એરક્રાફ્ટમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે તે પ્રકારે એનાઉન્સમેન્ટ થશે. જે રીતે પ્લેન ટેક ઓફ થાય છે અને એક વાઈબ્રેશન થાય તે પ્રકારની અનુભૂતિ પણ અહીં લોકોને થશે. રિયલ એરક્રાફ્ટમાં સફર કરવાની અનુભૂતિ આ એરક્રાફ્ટમાં થશે. સોમવારે સામાન્ય લોકો માટે આ રેસ્ટોરન્ટ ખુલ્લું મૂકાશે.

You cannot copy content of this page