Only Gujarat

International

વિદેશની ધરતી પર થયું ભારતીય મહિલા ડોક્ટરનું સન્માન, કાર રેલી યોજી લોકોએ કહ્યું-‘થેક્યું’

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરવા અનોખી રીત અપનાવવામાં આવી છે. અહીં ભારતીય ડોક્ટર ઉમા મધુસુદનને કોરોના વાયરસના દર્દીની સારવાર કરવા માટે કાર રીલે યોજી સન્માન આપવામાં આવ્યું. આ રેલીમાં સ્થાનિક લોકોએ ગાડીના હોર્ન વગાડી ભારતની આ પુત્રીનો આભાર વ્યક્ત કર્યો.

છેલ્લા કેટલાક દિવસથી ઇન્ટરનેટ પર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પોતાના ઘરની બહાર ઉભેલી ડોક્ટર ઉમા મધુસુદનને કાર રેલીની મદદથી થેક્યું કહેવામાં આવી રહ્યું છે. આ રેલીમાં પોલીસની કાર, ફાયર બ્રિગેડની ગાડી સહિત લોકો પોતાની કાર લઇને થેક્યું કાર્ડ પકડી નજર આવી રહ્યાં છે.

મૈસૂરના જેએસએસ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવનારી ડોક્ટર મધુસુદન હાલ અમેરિકાના સાઉથ વિંડસર હોસ્પિટલમાં કાર્યરત છે. ડોક્ટર મધુસુદન માટે ન્યૂયોર્કમાં કરવામાં આવેલા અનોખા આભાર પ્રદર્શનનો વીડિયો બિઝનેસમેન હર્ષ ગોયનકાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો અને સાથે લખ્યું કે ભારતીય ડોક્ટર ઉમા મધુસુદનને કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવા માટે અમેરિકામાં પોતાના ઘરની સામે અનોખી રીતે સન્માન આપવામાં આવ્યું.

આ પહેલા ભારતમાં પણ કોરોના સામે યુદ્ધ લડી રહેલા યોદ્ધાઓ પ્રત્યે વડાપ્રધાનની અપીલ પર દેશવાસીઓએ તાળી-થાળી વગાડી અને મીણબતી સળગાવી આભાર વ્યક્ત કર્યો હતો.

આવું જ કંઇક બ્રિટન, ઇટલી અને અન્ય દેશમાં પણ જોવા મળ્યું હતું. કોરોના વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં દિવાલ બનેલા સ્વાસ્થ્ય કર્મીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે લોકો અનેક રીતે રચનાત્મક રીતનો ઉપયોગ કરી રહ્યાં છે.

You cannot copy content of this page