Only Gujarat

National

અશ્લિલ વીડિયો જોઈને શિક્ષિકા અને ગર્લ્સ સ્ટુડન્ટ શરમમાં મૂકાઈ, શરમજનક કિસ્સો

લખનઉ: લોકડાઉનમાં સરકારના આદેશ પર તમામ સ્કૂલોમાં ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવી રહ્યાં છે. ગોરખપુરમાં ઇમામવાડા ગર્લ્સ ઇન્ટર કોલેજના વોટ્સએપ ગ્રૂપ પર એક મહિલા ટીચર ક્લાસ લઇ રહી હતી. આ દરમિયાન કોલેજના એક સ્ટુડન્ટે અશ્લિલ વીડિયો અને ટેક્સ મેસેજ ગ્રૂપમાં શેર કર્યા. આ જોઇને શિક્ષિકા અને ગર્લ્સ સ્ટુડન્ટ શરમ મૂકાઇ. તુરંત ક્લાસ બંધ કરી શિક્ષિકા ડીઆઇઓએસને ફરિયાદ કરવા પહોંચી ગઇ. બાદમાં DIOSના કહેવા પર પ્રધાનાચાર્ય નાહિદ આસિફે પોલીસ સ્ટેશનમાં વીડિયો શેર કરનાર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

લોકડાઉનમાં બાળકોને ભણાવવા માટે વિદ્યાલયે વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું છે. શિક્ષિકા રીતા મૌર્યા ગ્રૂપમાં વિદ્યાર્થીઓને ગૃહ વિજ્ઞાન ભણાવી રહી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ ગ્રૂપમાં અશ્લિલ મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું. જેમાં બે વીડિયો અને બે ટેસ્ક મેસેજ હતા.

શિક્ષિકાએ તુરંત આ વાતની જાણ પ્રિન્સિપાલને કરી. પ્રિન્સિપાલે આ વાતની જાણ ડીઆઇઓએસ જ્ઞાનેન્દ્ર સિંહ ભદોરિયાને કરી હતી. સંચાલકોએ નિર્ણય લીધો કે આ વાતની જાણ પોલીસમાં કરવી જોઇએ અને તેઓએ ફરિયાદ પણ દાખલ કરાવી.

વિદ્યાર્થીઓના એડમિશન ફોર્મ તથા અન્ય ફોર્મમાં આપવામાં આવેલા મોબાઇલ નંબરના આધારે વિદ્યાલયે વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું છે. વિદ્યાલય સ્તરે ફોર્મની તપાસમાં જે મોબાઇલ નંબર સાથે અશ્લિલ મેસેસ આવ્યો હતો એ રાજઘાટના તુર્કમાનપુરમાં રહેતા એક વિદ્યાર્થીનો હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદ દાખલ કર્યા બાદ કોતવાલી પોલીસ આરોપી વિદ્યાર્થી અને તેના પરિવાજનોની પુછપરછ કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. સાથે જ મોબાઇલ ફોન નંબરની કોલ ડિટેઇલ અને ટાવર લોકેશન પણ કાઢવામાં આવી રહી છે.

એસપી સિટી ડોક્ટર કૌસ્તુભે કહ્યું કે પ્રધાનાચાર્યની અરજી પર આઇટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે. મોબાઇલ નંબરના આધારે ટુંક સમયમાં જ આરોપીની શોધ કરી લેવામાં આવશે અને તેના વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે.

You cannot copy content of this page