Only Gujarat

National

22 વર્ષની ઉંમરમાં બની ગયા 20 હજાર કરોડના માલિક, જીવે છે આવી રોયલ લાઈફ

જયપુરઃ ભારતમાં રાજાશાહી ભલે પૂરી થઈ ગઈ હોય પરંતુ રાજા-મહારાજાના વંશજો આજે પણ છે અને રાજા હોવાને કારણે તેમની પાસે કરોડો-અબજોની સંપત્તિ હોય તે સમજી શકાય તેવી વાત છે. આમાંથી જ એક રાજા પદ્મનામ સિંહ છે. પદ્મનામ સિંહ તેમની લાઈફ સ્ટાઈલ અન સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા છે. તેઓ આજે પણ જયપુરની પ્રજામાં ફેવરિટ છે. તેઓ દાનપૂણ્ય પણ કરે છે.

પદ્મનામ સિંહ જયપુરના રાજા સાથે સંબંધ ધરાવે છે. તે જયપુર રિયાસતના માહાજાર છે. જયપુરના શાહી પરિવારના 303મા વંશજ છે. પદ્માનભ સિંહ માત્ર 22 વર્ષના છે, પરંતુ તે 20 હજાર કરોડની સંપત્તિના માલિક છે. તમને નવાઈ લાગશે કે પદ્મનાભ સિંહના પરિવાર પોતાને ભગવાન રામનો વંશજ માને છે.

મહારાજા પદ્મનાભ સિંહમાં અનેક ખૂબીઓ છે. તે મોડલની સાથે પોલો ખેલાડી તથા ટ્રાવેલર છે. ફરવાનો ઘણો જ શોખ છે. કહેવાય છે કે તે ફરવા પાછળ પુષ્કળ પૈસા ખર્ચે છે. અત્યાર સુધીમાં અનેક દેશ ફરી ચૂક્યા છે.

પદ્મનાભ સિંહ પોતાની લૅવિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. જયપુરના રામ નિવાસ મહેલમાં તેનો પોતાનો અંગત આલીશાન અપાર્ટમેન્ટ પણ છે, જેમાં બેડરૂમથી લઈ ડ્રેસિંગ રૂપ, પ્રાઈવેટ ડ્રાઈનિંગ રૂમ, પ્રાઈવેટ કિચન અને મોટું ટેરેસ તથા સ્વિમિંગ પૂલ છે.

પદ્મનાભ સિંહ વર્ષ 2011માં પોતાના દાદા સવાઈ માન સિંહજી બહાદુરના મોત બાદ રાજા બન્યા હતા, જેમને જયપુરના અંતિમ મહારાજા કહેવામાં આવતા હતા. પદ્મનાભ સિંહનો શાહી પરિવાર જયપુર સિટી પેલેસમાં રહે છે, આ 1727માં બનાવવામાં આવ્યો હતો.

કહેવાય છે કે જયપુરના પૂર્વ મહારાજા ભવાન સિંહ ભગવાન રામના દીકરા કુશના 309મા વંશજ હતા. આ વાત પદ્મિની દેવીએ એક ઈન્ટરવ્યૂમાં કહી હતી.

આ ઉપરાંત દીયાકુમારીએ પણ એક એવું પેમ્ફ્લેટ બતાવ્યું હતું, જેમાં ભગવાન રામના વંશના તમામ પૂર્વજોના નામ ક્રમબદ્ધ રીતે લખેલા છે.

You cannot copy content of this page