Only Gujarat

FEATURED National

માસ્ક પહેરીને કર્યાં લગ્ન, કાર ના મળી તો વરરાજા સાયકલ પર પહોંચ્યો સાસરે…

લખનઉઃ કોરોનાવાઈરસના સંક્રમણને વધતું અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ 30 જુન સુધી કોઇપણ પ્રકારના સાર્વજનિક કાર્યક્રમ પર રોક લગાવી દીધી છે. એવામાં અગાઉથી જ નક્કી થયેલા લગ્ન પણ ટાળવામાં આવ્યા છે. પરંતુ કેટલાક એવા પણ લોકો છે જેઓ નક્કી તારીખે અનોખી રીતે લગ્ન કરી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધીના સૌથી અનોખા લગ્ન મહોબામાં થયા છે. અહીં હમીરપુર જિલ્લાથી મહોબા જિલ્લા સુધીની સફર સાઇકલથી પસાર કરી વરરાજા એક દિવસ પહેલા જ સાસરે પહોંચી ગયો હતો. પછી માસ્ક લગાવી લગ્ન કર્યા અને બાદમાં નિયમોનું પાલન કરી સાઇકલ પર જ બેસાડી દુલ્હનને લઇને 100 કિમી દૂર પોતાના ઘરે પહોંચી ગયો. આ લગ્નની તસવીરો વાયરલ થઇ રહી છે.

હમીરપુર જિલ્લાના પુતાહિયા ગામમાં રહેતા કલ્કુ પ્રજાપતિના લગ્ન મહોબા જિલ્લાના પુણિયા ગામમાં રહેતી રિંકી સાથે 28 એપ્રિલે નક્કી થયા હતા. પરંતુ આ દરમિયાન લોકડાઉન લાગુ થઇ ગયું જેના કારણે બંને પરિવાર લગ્નને લઇને પરેશાન થઇ ગયા.

પરિવારની મંજુરીથી કલ્કુએ નક્કી તારીખે જ લગ્ન કરવાની વાત કરી. દુલ્હનના પરિવારજનો ચિંતિત હતા કે વાહન વગર વરરાજા કેવી રીતે પહોંચશે પરંતુ વરરાજાએ 100 કિમી સુધી સાઇકલ ચલાવી લગ્ન તારીખના એક દિવસ અગાઉ જ પહોંચી ગયો.

આ માટે વરરાજા કલ્કુ 27 એપ્રિલે સાઇકલથી સાસરે જવા માટે નીકળ્યો. આ દિવસે રાતે તે સાસરે પહોંચી પણ ગયો અને બધાને ચોંકાવી દીધા. આમ તેણે લોકડાઉનને મ્હાત આપી લગ્નમાં અડચણ આવવા દીધી નહીં.

કલ્કુએ કહ્યું કે પોલીસે મારી સાથે કોઇને પણ આવવાની અનુમતી આપી નહોતી આથી લગ્નમાં કોઇ જાનૈયા આવી શક્યા નહોતા. મારા સગા-સંબંધીઓએ મને સલાહ આપી હતી કે લગ્ન ના ટાળવાનું કહ્યું અને એકલા જ લગ્ન કરવા જવાનું કહ્યું.

કલ્કુ અને રિંકીના લગ્ન 28 એપ્રિલે બાબા ધ્યાનદાસ આશ્રમમાં સંપન્ન થયા. બુધવારે (29 એપ્રિલ) વર-વધુ સાઇકલથી બીજા જિલ્લા પુતહિયા ગામ પરત ફર્યા. કલ્કુએ કહ્યું હું એક યાદગાર લગ્ન ઇચ્છતો હતો, જે લોકડાઉનના કારણે શક્ય બન્યા નહીં, જેનું તેને ખુબ જ દુઃખ છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ છે. એપ્રિલ મહિનામાં મોટી સંખ્યામાં લગ્ન યોજાનાર હતા પરંતુ હવે બધા કેન્સલ થઇ ગયા છે પરંતુ કલ્કુ અને રિંકીના લગ્ન દેશભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. બંનેની કેટલીક તસવીરો પણ ફરતી થઇ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page