Only Gujarat

National TOP STORIES

મોક્ષ પ્રાપ્ત કરવા આધ્યાત્મની રાહ પર નીકળ્યો હતો MBBSનો વિદ્યાર્થી પણ…..

કાશી વિશ્વભરમાં ધાર્મિક શહેર તરીકે જાણીતું છે. લોકો માને છે કે અહીં મૃત્યુ પામેલા લોકોને સીધી મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતા એ છે કે અહીં યમરાજનું શાસન ચાલતું નથી. અહીં ભગવાન શિવ પોતે મરનારાઓને તારક મંત્ર પૂરો પાડે છે. આ જ કારણ છે કે મણિકર્ણિકા ઘાટમાં ચિતાઓની અગ્નિ ક્યારેય શાંત થતી નથી. જો કે, આ વાતને વિજ્ઞાન માનતુ નથી. પરંતુ આ વખતે કાશીમાં કંઇક એવું બન્યું કે જેણે વિજ્ઞાનને પણ વિચારવા માટે મજબુર કરી નાંખ્યુ હતુ. મોક્ષની શોધમાં, ડોક્ટરીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગંગામાં જીવંત જળ સમાધિ લીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ BHU વિદ્યાર્થીની જિંદગી આધ્યાત્મિકતા તરફ વળી ગઈ હતી ત્યારબાદ તેણે આ ભયાનક પગલું ભર્યું હતું. જોકે, પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

BHU IMSના એક MBBS વિદ્યાર્થીએ અધ્યાત્મના માર્ગ પર આગળ વધતા ગંગામાં જળ સમાધિ લઇને પોતાનું જીવન સમાપ્ત કર્યું. મૂળ બિહારના MBBSના વિદ્યાર્થી નવનીત પરાશરે જળ સમાધિ લઈને જીવ આપી દીધો હતો.

આઠ જૂનથી ગુમ થયેલા નવનીત પરાશરની લાશ મિરઝાપુરની વિંધ્યવાસિની કોર્ટની પાસે ગંગામાં તરતી હાલતમાં મળી આવી હતી. જ્યારે વારાણસીના લંકા પોલીસ મથકની પોલીસે સમગ્ર મામલાની તપાસ કરતાં ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવનીતે મોક્ષ પ્રાપ્તિ કરવા માટે ગંગામાં જળ સમાધિ લીધી હતી.

બીએચયુની ધન્વતરી હોસ્ટેલમાં રહેતા નવનીત પરાશર અચાનક ગાયબ થઈ ગયો હતો. 8મી જૂન બાદથી તેની કોઈ જાણ નથી. વારાણસીના લંકા પોલીસ મથકમાં ગુમ થયેલ વ્યક્તિનો કેસ નોંધવામાં આવ્યો હતો. પિતાએ કહ્યું કે જ્યારે છેલ્લી વાત થઈ ત્યારે તેણે દર મહિના કરતા થોડા વધારે રૂપિયા માંગ્યા હતા. પુછવા પર કહ્યુકે, મારે રુદ્રાક્ષની માળા સહિત આધ્યાત્મિકતાને લગતી કેટલીક અન્ય ચીજો ખરીદવી છે.

લંકાના પોલીસ મથકે મિરઝાપુરમાં તલાશી લીધી ત્યારે નવનીતની લાશ ગંગામાંથી મળી આવી હતી. આ પછી પોલીસે વિંધ્યાવાસિની દરબારમાં લાગેલાં સીસીટીવી ફૂટેજની તલાશી લીધી હતી, તો નવનીત એક નાળિયેર અને સિંદૂર ખરીદતો નજરે પડ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે ગંગામાં સ્નાન કર્યા પછી, તેણે ભીના કપડામાં જ માતા વિંધ્યાવાસિનીના દર્શન કર્યા હતા.

આ પછી, જે પંડિત સાથે તેણે છેલ્લી વાતચીત કરી હતી, તેણે તેની બાઇકની ચાવી તેને દક્ષિણામાં આપી હતી. ત્યારબાદ, તે પગમાં લાગેલી માટી સાફ કરવાની વાત કરીને ગંગાની તરફ ચાલવા લાગ્યો હતો. પરંતુ તે બાદ તે પાછો ફર્યો ન હતો. ઘાટ ઉપર સીડીઓ ઉપર જ તેણે નારિયેળ અને સિંદૂર રાખી દીધુ હતુ. પછી તે ગંગામાં ક્યાં ગુમ થઈ ગયો. તે બાદ તેની લાશ મળી હતી.

પોલીસનું માનવું છે કે નવનીત સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતા તરફ વળ્યો હતો. કદાચ આ જ કારણે તેણે મોક્ષની શોધમાં ગંગામાં જળ સમાધિ લીધી હતી. આ મામલે પોલીસ તપાસ હજુ ચાલુ છે. બીએચયુની ધન્વંતરી છાત્રાલયનો રૂમ નંબર 18, જ્યાં નવનીત રહે છે, પોલીસ તપાસ માટે તેને સીલ કરાયો છે.

તો આ તરફ એકના એક પુત્રના મોતથી માતા-પિતા આઘાતમાં સરી પડ્યા છે. તો સાથી વિદ્યાર્થીઓ પણ ચુંખી થઈ ગયા છે. તો બીએચયૂ આઈએમએસનાં પૂર્વ ચિકિત્સા અધિક્ષક ડૉ. વિજય નાથ મિશ્રાનાં પ્રકરણમાં તપાસ કરી તંત્ર-મંત્ર સાથે જોડાયેલાં લોકો પર પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page