Only Gujarat

National TOP STORIES

રમતાં-રમતાં બે બાળકો કારમાં ઘૂસ્યા પછી બન્નેની જે હાલત થઈ તે જોઈ તમારા ઉડી જશે હોંશ

ઘરનાં લોકોની બેદરકારીથી ચાર માસૂમ બાળકો રમત-રમતા કારની અંદર લોક થઈ ગયા હતા. પરિવારનાં લોકોની જ્યારે નજર પડી ત્યાં સુધીમાં બહુ જ મોડું થઈ ચુક્યું હતું. શ્વાસ રૂંધાવાના કારણે બે બાળકોનાં મોત થઈ ગયા હતા. જ્યારે બે બાળકો તડપી રહ્યા હતા. જેમને ગંભીર હાલતમાં લોકોએ બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમની પરિસ્થિતી ચિંતજનક હોવાનું જણાવ્યું હતું.

આ છે આખો મામલો
મૂંઢાપાંડે થાના ક્ષેત્રના વીરપુરમાં રહેતાં બબ્બનની ફોર્ડ આઈકોન કાર ઘરની બહાર ઉભી હતી. સવારે 8 વાગ્યે બબ્બનનાં ભાઈ અને બહેનનાં બાળકો રમતા-રમતા કારમાં બેસી ગયા હતા. કારનો દરવાજો અંદરથી લોક કરી દીધો. કારમાં જેટલો ઓક્સિજન હતો.

ત્યાં સુધી બાળકો રમતા રહ્યા હતા. ત્યારબાદ કારમાં ઓક્સિજન ખતમ થતાં જ બાળકો બેભાન થઈ ગયા હતા. જેમાં બબ્બનનો ભાઈ નાસિરનો 5 વર્ષનો પુત્ર અલ્તાફ અને સાદનું કારમાં જ શ્વાસ રૂંધાવાને કારણે મોત થયુ હતુ. તો બબ્બનની બહેનનાં બંને બાળકો કારમાં તડપવા લાગ્યા હતા.

આ રીતે મળી જાણકારી
ઘણા લાંબા સમય સુધી બાળકોની કોઈ ભાળ ન મળી, તો પરિજન શોધ કરતાં-કરતાં કાર સુધી પહોંચ્યા હતા. જોયું તો બાળકો કારમાં બેભાન પડ્યા હતા.

જેમ-તેમ કરીને બાળકોને કારમાંતી બહાર કાઢ્યા હતા. ત્યાં સુધીમાં બે બાળકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે બે બાળકોને ગંભીર હાલતમાં જીલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page