Only Gujarat

FEATURED National

વ્યાજના ચક્કરે એક સુખી પરિવારને કર્યો બરબાદ, પિતાએ ઘોળ્યું ઝેર

લોકડાઉનમાં તમામ કામધંધા લગભગ ઠપ્પ થઇ ગયા. લોકોને જીવનનિર્યાત કરવામાં તકલીફ થવા લાગી પરંતુ આમતેમ કરી વ્યાજે ફાયનાન્સ કરતા લોકો તકનો લાભ લઇ રહ્યાં છે. આ મામલો પણ અમાનવીયતા સાથે જોડાયેલો છે. જેમાં વ્યાજખોરોના આંતકથી તંગ આવી એક વ્યક્તિએ સલ્ફાસ ખાઇને પોતાનો જીવ આપી દીધો. 35 વર્ષિય મનોજ જોશીએ થોડા વર્ષો પહેલા પોતાના મકાન માટે બે વ્યાજખોરો પાસેથી ચાર લાખ રૂપિયા ઉધાર લીધા હતા. પરંતુ દોઢ વર્ષમાં 17 લાખ રૂપિયા ચૂકવવા છતાં દેણું ઉતારવાનું નામ નથી લેતા. વ્યાજખોરોની નજર હવે તેના મકાન પર હતી. આ વાતથી દુઃખી થઇને આ શખ્સે શનિવાર રાતે ઝેર ખાઇ પોતાનું જીવન સમાપ્ત કરી લીધું.

આ મામલામાં હવે નવો ખુલાસો થઇ રહ્યો છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે લોકડાઉનને કારણે વ્યાજની રકમ ચૂકવી શક્યા નહીં. વ્યાજખોરોએ દેણુ આપતી વખતે ઘરના કાગળ પડાવી લીધા જેથી તેઓ પરેશાન હતા. મૃતકે બે વ્યાજખોરો મનીષ મહેન્દ્ર અને પ્રેમ સાહની પર પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યા છે. મૃતકે એક સુસાઇડ નોટ લખી જેમાં લખ્યું કે તેના પિતા દિવ્યાંગ છે તેના પરિવારને મદદ કરવામાં આવે.

મનોજ જોશી જગાધરીની ગ્રીન વિહાર કોલોનીમાં રહેતા હતા. તેઓ કેર ટેકરનું કામ કરતાં હતા પરંતુ લોકડાઉનમાં જીવનને પટરી પરથી ઉતારી નાખ્યું. તેની પત્ની સ્ટાફ નર્સ છે. સુસાઈડ પહેલા જોશીએ પોતાની બહેનને બર્થ ડે વિશ કર્યું હતું તેને ઘરે પણ બોલાવી હતી.

મૃતકની બહેન અનુરાધાએ જણાવ્યું કે ભાઇએ કોલ કરી બર્થડે વિશ કર્યું. તે તેના ઘરે જવાની હતી પરંતુ ભાઇએ ઝેર ખાધું હોવાનો ફોન આવ્યો.

મૃતકના પરિવારમાં પત્ની પુનમ ગાબા સિવાય બે પુત્ર છે. વ્યાજખોરોના આંતકથી હંસતો-રમતો પરિવાર તબાહ થઇ ગયો.

મૃતકે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો કે તે મૂળ રકમથી વધુ પૈસા આપી ચૂક્યા હતા તેમ છતાં વ્યાજખોરોએ તેનો પીછો છોડી રહ્યાં ન હતા.

મૃતકની માતા પ્રેમલતાએ જણાવ્યું કે, તેનો પુત્ર ખુબ જ પરેશાન હતો. તેણે ઘરે જણાવ્યું હતું કે વ્યાજખોરો તેનું શોષણ કરી રહ્યાં છે. સુસાઇડ નોટના આધારે પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

વ્યાજ પર પૈસા આપી લોકોને હેરાન કરતી અનેક ઘટના સામે આવી ચૂકી છે. આ પરિવારના મુખિયાની સાથે પણ આવું જ થયું. એ વ્યાજ ચૂકવતો રહ્યો પરંતુ દેણું દૂર થયું નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page