Only Gujarat

Bollywood FEATURED

હવે આવી દેખાય છે ‘કલિયો કા ચમન’ની એક્ટ્રસ, તસવીરો જોઈને નહીં ઓળખી શકો

મુંબઈઃ ‘કલિયો કા ચમન’ ગીતથી પોપ્યુલર થયેલી એક્ટ્રસ મેઘના નાયડૂ 40 વર્ષની થઈ ગઈ છે. 19 સપ્ટેમ્બર, 1980માં વિજયવાડા(આંધ્રપ્રદેશ)માં જન્મેલી મેઘના ઘણાં સમયથી ફિલ્મો અને ટીવી સિરિયલથી દૂર છે. મેઘનાએ વર્ષ 2004માં બી ગ્રેડ મૂવી ‘હવસ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જોકે, તેમને ફિલ્મમાં ખાસ સફળતા મળી નહોતી. આ ફિલ્મમાં મેઘના ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. આ પછી મેઘનાએ સાઉથની કેટલીક ફિલ્મોમાં આઇટમ નંબર પણ કર્યાં હતાં.

વર્ષ 2011માં મેઘના ટેનિસ પ્લેયર લુઇસ મિગુલ રીસ સાથે રિલેશનમાં આવી હતી. લગભગ 5 વર્ષ સુધી બંનેએ એકબીજાને ડેટ કર્યાં પછી 25 ડિસેમ્બર, 2016માં છુપાઈને લગ્ન કરી લીધા હતાં.

મેઘનાએ તેમની માના બર્થડે પર અયપ્પા મંદિરમાં લગ્ન કર્યાં હતાં. આ પછી તેમણે તેમના લગ્નની વાત 2 વર્ષ સુધી છુપાવીને રાખી હતી. તેમના લગ્નમાં ખૂબ જ નજીકના અને પરિવારના લોકો સામેલ થયાં હતાં.

મેઘનાના પતિ તેના કરતાં ઉંમરમાં 10 વર્ષ મોટાં છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, ‘લગ્ન પછી હું અને લુઇસ લાઇફ એન્જોય કરી રહ્યાં છીએ. મને ખરાબ નથી લાગતું કે મારા ઘરવાળા અને ફ્રેન્ડને મારા લગ્ન વિશે માહિતી હતી. મને ગ્રાન્ડ સ્ટાઇલમાં લગ્ન કરવાનું પસંદ નથી. મારા લગ્ન એવી રીતે થયાં જે રીતે મને પસંદ હતાં.’

લગભગ 21 વર્ષ પહેલાં મેઘનાના પતિ ટેનિસ કોર્ટમાં લુઇસ સાથે તેમની મુલાકાત કરાવી હતી. મેઘનાના જણાવ્યા મુજબ ‘તે મારા કરતાં 10 વર્ષ મોટા હતા અને હું ખૂબ જ નાની હતી. તે સમયે લગભગ તેને નહોતી ખબર કે તેમનો સંબંધ થઈ શકશે.’

મેઘનાએ જણાવ્યા મુજબ, ‘થોડાં વર્ષ પહેલાં અમે બંને સોશિયલ મીડિયા પર કનેક્ટ થયા અને આ પછી ફરી મળ્યાં. જ્યારે મેં માતા-પિતાને જણાવ્યું કે, હું લુઇસને ડેટ કરી રહી છું તો તે ઘણાં ખુશ હતાં.’

મેઘનાએ બોલિવૂડની મોટાભાગની બીગ્રેડ ફિલ્મમાં કામ કર્યું અને ખુદને એક્સપોઝ કરી, પણ તેમને આનો ફાયદો મળ્યો નહીં. બોલિવૂડમાં તે ખૂદને સ્થાપિત કરી શકી નહીં. આમ તો બોલ્ડ થઈ બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટેનો ફોર્મૂલા માત્ર મેઘના માટે જ નહીં, પણ ઘણી એક્ટ્રસ માટે ફ્લોપ સાબિત થયો છે.

મેઘનાએ કરિયરની શરૂઆત માત્ર 19 વર્ષની ઉંમરથી કરી હતી. તેમણે વર્ષ 1999માં તેલુગુ ફિલ્મ ‘પ્રેમ સાક્ષી’માં કામ કરવાની તક મળી હતી. પછી તેમણે બે કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ પછી તેમણે વર્ષ 2002માં મ્યૂઝિક વીડિયો ‘કલિયો કા ચમન’ સહિત કેટલાક આલ્બમમાં કામ કર્યું હતું.

મેઘનાના જણાવ્યા મુજબ, ‘મેં પહેલું ઘર 23 વર્ષની ઉંમરમાં ‘કલિયો કા ચમન’ કર્યાનાં 6 મહિના પછી ખરીદી લીધું હતું, પિતાએ સલાહ આપી હતી કે, મારે રૂપિયા બેન્કમાં જમા કરાવવા કરતાં ઘર ખરીદીને ઇન્વેસ્ટ કરવા જોઈએ.’

‘પ્રામાણિકતાથી કહું તો મુંબઈમાં ઘર ખરીદવા માટે ઘણાં રૂપિયા જોઈએ. આમ તો મેં અંધેરીમાં પહેલા ઘર માટે લોન લીધી હતી. મારે તે લોન ચૂકવવા માટે દિવસ-રાત કામ કરવું પડતું હતું.’

મેઘનાએ ‘એકે 47’, ‘જેકપોટઃ ધી મની ગેમ’, ‘માશૂકા’, ‘રેન’, ‘બેડ ફ્રેન્ડ’, ‘એટઃ ધી પાવર ઓફ શનિ’, ‘રિવાઝ’, ‘ઇશ્ક દિવાના’ સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

જો ટીવીની વાત કરીએ તો મેઘનાએ ‘ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી’ અને ‘ડાન્સિંગ ક્વીન’ જેવા રિયાલિટી શો સહિત ‘જોધા અકબર’, ‘અદાલત’ અને ‘સસુરાલ સિમર કા’ જેવા ફિક્શન શોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page