Only Gujarat

Bollywood

બોલિવૂડની આ એક્ટ્રેસિસ છે મોટી ઉંમરની, હજી સુધી નથી કર્યાં લગ્ન

મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ તેમની અભિનય કલા અને ફિલ્મો માટે ચર્ચામાં રહે છે. તેના કરતાં પણ વધુ તે તેમની અંગત જિંદગીને કારણે વધુ ચર્ચામાં રહે છે. બોલિવૂડની કેટલીક અભિનેત્રી એવી છે. જે તેમના લગ્નના કારણે વધુ ચર્ચામાં છે. તો કેટલીક અભિનેત્રી લગ્ન ન કરવાથી વધુ ચર્ચામાં રહે છે. આજે અમે આપને બોલિવૂડની એ અભિનેત્રી વિશે વાત કરીશું, જે લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે પણ લગ્ન નથી કર્યો, સોશિયલ મીડિયા પર તેના ફેન્સ પણ તેમની લગ્ન જોવાની ઇચ્છા વ્યક્ત કરતા રહે છે.

અમીષા પટેલનો જન્મદિવસ 9 જૂને હતો. ફિલ્મ ‘કહોના પ્યાર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અમિષા પટેલ હજુ સિંગલ છે. જોકે તેમણે બહુ લાંબા સમય સુધી જાણીતા ફિલ્મ નિર્દેશક અને નિર્માતા વિક્રમ ભટ્ટને ડેટ કર્યું હતું. જોકે વાત લગ્ન સુધી ન પહોંચી શકી. 44 વર્ષની અમિષા હજુ સુધી સિંગલ છે.

તબ્બૂઃ બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રીમાંની એક છે. તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્ચું અને તેમની અભિનય કલાથી બોલિવૂડ જગતમાં એક નામ બનાવ્યું છે. તબ્બૂ 48 વર્ષની છે. પરતું તેમણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમનું નામ ઘણા ફેમસ સેલેબ્સ સાથે જોડાયું હતું. પરંતુ કોઇ સંબંધ લગ્ન સુધી ન પહોંચી શક્યો .

કોઇના મિત્રાઃ અભિનેત્રી કોઇના મિત્રા બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જોકે હાલ તે ઘણા સમયથી કોઇ ફિલ્મમાં જોવા નથી મળી. કોઇના મિત્રાની ઉંમર 36 વર્ષની છે. જોકે આ ખૂબસૂરત અભિનેત્રી પણ હજુ સુધી સિંગલ છે. કોઇનાએ ‘એક ખેલાડી એક હસીના’, ‘અપના સપના મની મની’ અને ‘અનામિકા’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. ગત વર્ષે 13 મેના રોજ તે સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ’માં જોવા મળી હતી.

સુષ્મિતા સેનઃ સુષ્મિતા સેને તેના શાનદાર અભિનયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. સુષ્મિતા સેન 44 વર્ષની છે. જો કે તે બહુ લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ રોહમન શોલને ડેટ કરી રહી છે. સુષ્મિતા સેનને સિંગલ મધર છે તેમને બે દીકરી દત્તક લીઘી છે. રીની અને અલીસા. જો કે તે હજુ સિંગલ છે. તેમણે ક્યારેય તેમના મેરેજના પ્લાનિંગ વિશે વાત નથી કરી. અલબત્ત, હાલમાં સુષ્મિતા સેન પ્રેમી રોહમન સાથે રહે છે. તેનો પ્રેમી 15 વર્ષ નાનો છે. આમ પણ સુષ્મિતાનું નામ અનેક લોકો સાથે જોડાઈ ચૂક્યું છે.

સાક્ષી તન્વરઃ સાક્ષી તન્વર ટીવી સ્ટાર છે.આ સિવાય સાક્ષીએ આમિર ખાન સાથે દંગલ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેમણે પણ સુષ્મિતા સેનની જેમ એક દીકરી દત્તક લીધી છે. જેનું નામ દિત્યા તન્વર છે. સાક્ષી તન્વર 47 વર્ષની છે. જોકે હજું સુધી તે સિંગલ છે અને લગ્ન વિશે કંઇ વિચાર નથી કર્યો

You cannot copy content of this page