Only Gujarat

Religion

જ્યોતિષની દ્રષ્ટિએ આ પાંચ દિવસ છે ખાસ, થઈ શકે છે વિવાદ અને ભરપૂર નુકસાન

અમદાવાદઃ ગુરુવાર 11 જૂનથી પંચક શરૂ થઈ રહ્યું છે. જે 15 જૂન સુધી રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રના અનુસાર જ્યારે ચંદ્રમા ઘનિષ્ઠાથી રેવતી નક્ષત્ર સુધીનું સફર કરે છે. તો એ દિવસોના સમયને પંચક કહેવામાં આવે છે. આ સ્થિતિ દર મહિને બને છે. જ્યોતિષના મુહૂર્તમાર્તંડ અને ચિંતામણી ગ્રંથ અનુસાર આ પાંચ દિવસોમાં દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ. આવું કરવાથી ધન હાનિ, બીમારી અને નુકસાન હોવાની સંભાવના બને છે.

વિદ્વાનોના અનુસાર આ નક્ષત્રોમાં ભૂલથી પણ એવું કામ ના કરવું જોઈએ જે અશુભ હોય. ભૂલથી અશુભ કે નુકસાન થનારા કામ થઈ જાય તો આવનારા દિવસોમાં એવી સ્થિતિ બને છે કે ફરીથી તેમણે એ કામ કરવા પડે છે. જેથી આ દિવસોમાં સાવધાની રાખવી જોઈએ.

પંચકના 5 નક્ષત્રોનો અશુભ પ્રભાવઃ
1. ઘનિષ્ઠા નક્ષત્રમાં આગ લાગવાનો ભય રહે છે. 2. શતભિષા નક્ષત્રમાં વાદ-વિવાદ થવાના યોગ રહે છે. 3. પૂર્વાભાદ્રપદ રોગકારક નક્ષત્ર છે એટલે કે આ નક્ષત્રમાં બીમારી થવાની સંભાવના સૌથી વધુ હોય છે. 4. ઉત્તરા ભાદ્રપદમાં ધન હાનિનો યોગ બને છે. 5. રેવતી નક્ષત્રમાં નુકસાન અને માનસિક તણાવની સંભાવના હોય છે.

મુહૂર્ત ચિંતામણી ગ્રંથના અનુસાર પંચકના નક્ષત્રોનું શુભ ફળઃ
1. ઘનિષ્ઠા અને શતભિષા નક્ષત્ર ચલ સ્વભાવ વાળા માનવામાં આવે છે. એટલે કે એમાં એવા કામ કરવા જોઈએ જે ચાલતા રહે. જેવું કે યાત્રા કરવું, વાહન ખરીદવા, મશીનરી સંબંધિત કામ કરવું. 2. ઉતરાભાદ્રપદ નક્ષત્ર સ્થિર સ્વભાવનું માનવામાં આવ્યું છે. એવામાં એવું કામ કરવું જોઈએ જે સ્થિર હોય છે. જેમ કે, બીજ વાવવા, ગૃહ પ્રવેશ, શાંતિ પૂજન અને જમીન સાથે જોડાયેલા સ્થિર કાર્ય. 3. રેવતી નક્ષત્ર મૈત્રી સંજ્ઞક હોવાથી આ નક્ષત્રમાં કપડા, વેપાર સંબંધિત સોદા કરવાના, કોઈ વિવાદનો ઉકેલ લાવવા અને ઘરેણાં ખરીદવા જેવા કામ કરવા શુભ માનવામાં આવે છે.

જ્યોતિષ ગ્રંથ અનુસાર પંચકમાં સાવધાની
1. આ પાંચ દિવસોમાં ખાટલા કે પલંગની ખરીદી ન કરવી જોઈએ. બનાવવી પણ ન જોઈએ. વિદ્વાનોના અનુસાર એવું કરવાથી ઘરમાં બીમારીઓ અને ક્લેશ થાય છે. 2. આ પાંચ દિવસો દરમિયાન જે દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર હોય, એ સમયે ઘાસ, લાકડી અને જ્વલનશીલ ચીજો એકઠી ન કરવી જોઈએ. જેનાથી આગ લાગવાની સંભાવના વધી જાય છે. 3. પંચકના દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ, કારણ કે તે યમ દિશા માનવામાં આવી છે. આ પાંચ દિવસોમાં દક્ષિણ દિશાની યાત્રા કરવાથી નુકસાન થઈ શકે છે. 4. વિદ્વાનોનું કહેવું છે કે આ પાંચ દિવસોમાં જ્યારે ચંદ્રમાં રેવતી નક્ષત્રમાં હોય ત્યારે ઘરની છત ન બનાવવી જોઈએ. જેનાથી ધન હાનિ અને ઘરમાં ક્લેશ હોય છે. 5. આ પાંચ દિવસોમાં જો કોઈના પણ અંતિમ સંસ્કાર કરવા પડે તો કોઈ વિદ્વાનની સલાહ જરૂર લેવી જોઈએ. એવું ન થઈ શકે તો મૃતદેહની સાથે લોટ અને કુશના પાંચ પુતળા બનાવીને અર્થી પર રાખવું જોઈએ અને તે પાંચ મૃતદેહના પણ મૃતદેહની જેમ વિધિ- વિધાનથી અંતિમ સંસ્કાર કરવા જોઈએ. જેથી પંચક દોષ ખતમ થઈ જાય છે.

You cannot copy content of this page