Only Gujarat

FEATURED International

પ્રેમને તે કંઈ ઉંમર હોય..81 વર્ષના દાદાના 24 વર્ષીય હેન્ડસમ યુવાન સાથે લગ્ન!

લડનઃ પ્રેમની કોઈ ઉંમર, કોઈ સીમા નથી હોતી. પ્રેમ તો પ્રેમ હોય છે. તેનું જીવતું-જાગતું ઉદાહરણ દુનિયા ત્યારે જોયું જ્યારે વર્ષ 2017માં કેન્ટના રામસગાતેમાં રહેતા 81 વર્ષના વૃદ્ધ દાદા ફિલિપ ક્લેમેંટ્સે 22 વર્ષના યુવક ફ્લોરિન મરીનને પોતાનો જીવનસાથી બનાવવાનો નિર્ણય કર્યો હતો. ઉંમરમાં આટલા અંતર છતા આ કપલે 2017માં લગ્ન કર્યા હતા. હવે જ્યારે ફિલિપનું મોત થઈ ગયું છે, તો તેની વસીયતના કારણે ફ્લોરિન ફરીથી ચર્ચામાં છે. 81 વર્ષની ઉંમરમાં દુનિયા છોડનારા ફિલિપ પોતાના યુવાન પતિને એટલો પ્રેમ કરતા હતા કે પોતાની બધી સંપત્તિ તેના નામે કરી દીધી. હવે આ વસિયતે નવો વિવાદ ઉભો કર્યો છે.

ફિલિપના સંબંધીઓએ તેના મોત બાદ સંપત્તિ પર પોતાનો હક જતાવ્યો છે. જોકે, ફિલિપે બધુ પોતાના પતિ ફ્લોરિનના નામે કરી દીધું છે. આ કપલે 2017માં લગ્ન કર્યા હતા. પોતાના પતિથી 54 વર્ષ નાના ફ્લોરિને હવે તમામ સંપત્તિની દેખભાળ કરવાની છે.

ફિલિપની વસિયત બાદ હડકંપ મચી ગયો છે. તેના સંબંધીઓએ ફ્લોરિનને ગોલ્ડ ડિગર પણ કહેવાનું શરૂ કરી દીધું છે. તેમનું કહેવું છે કે 27 વર્ષના આ મૉડેલે સંપત્તિની લાલચમાં જ ફિલિપ સાથે લગ્ન કર્યા હતા.

ફિલિપના મોત બાદ હવે જ્યારે 27 વર્ષના ફ્લોરિન, જે રોમાનિયામાં એક મોડેલ છે, જે સંપત્તિના વારસ બની ગયા છે. આ વાતે નવો વિવાદ શરૂ કરી દીધો છે.

ઉંમરમાં 54 વર્ષનું અંતર હોવા છતા બંને વચ્ચે પ્રેમ એટલો ઉંડો થઈ ગયો કે ફિલિપે 2016માં ફ્લોરિન સાથે લગ્ન કરી લીધા હતા. પોતાના લગ્નથી તેઓ ખૂબ જ ખુશ હતા.

જ્યારે ફિલિપની વસિયત ખુલી તો ખબર પડી કે તેણે પોતાની 1 કરોડ 44 લાખની પ્રોપર્ટી અને એક ફ્લેટ પોતાના વિધુર પતિ ફ્લોરિનના નામ પર કરી દીધો છે. પોતાના ભાઈઓ માટે તેણે બે ફેમિલી ફોટો રાખ્યા છે.

ફ્લોરિનને 1 કરોડ 44 લાખની સિવાય લાઈફ ઈન્સ્યોરન્સના પૈસા, એક કરોડ 96 લાખ રૂપિયાનું ઘર અને દર મહિને પેન્શનના રૂપમાં 1 લાખ 92 હજાર રૂપિયા મળશે.

ફ્લોરિનને પોતાના પતિના મોતની ન્યૂઝ લોકો સાથે શેર કરી અને જણાવ્યું કે તે હવે તેમની તમામ સંપત્તિનો વારસદાર છે. તો આ વસીયત બાદ ભાઈઓ ગુસ્સામાં છે. ફિલિપના મોટા ભાઈ અન્થોનીએ કહ્યું કે ફ્લોરિન માત્ર પૈસા માટે તેમના ભાઈની સાથે હતો. તેને ફિલિપના મોતનુ કોઈ જ દુઃખ નથી.

એન્થોનીએ જણાવ્યું કે 31 મેના દિવસે ફિલિપના મોતના અડધા કલાક બાદ તેની વાત ફ્લોરિન સાથે થઈ હતી. એ સમયે તે બિલકુલ નોર્મલ હતો. બાદમાં દુનિયાને બતાવવા માટે તેણે રડવાનું નાટક કર્યું.

ફિલિપની તબિયત છેલ્લા કેટલાક મહિનાઓમાં ખરાબ થઈ ગઈ હતી. તેના ભાઈઓનું કહેવું છે કે અંતિમ સમયમાં ફિલિપ તેની સાથે પ્રેમથી વહેવાર નહોતો કરતો.

ભાઈઓનો આરોપ છે કે ફ્લોરિન તેના પતિના મોત બાદ તેમની સંપત્તિનો વારસ બનીને ખુશ છે. એવામાં તેના પર તેનો કોઈ હક ન હોવો જોઈએ.

પોતાના પતિના જવા બાદ ફ્લોરિને કહ્યું કે તેઓ પ્રોપર્ટીના પૈસાથી પોતાના પતિના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ કરશે. પરંતુ તેની અસ્થીઓને એકાંતમાં પ્રવાહિત કરશે, કારણ કે ફિલિપ એવું જ ઈચ્છતો હતો.

ફિલિપની પહોંચ ખૂબ જ ઉપર સુધી હતી. બ્રિટેનના પ્રિન્સ ચાર્લ્સ સાથેની તેમની તસવીર.

વૃદ્ધાવસ્થામાં તેમને ફરવાનો ખૂબ જ શોખ હતો. જ્યારે તે ફ્લોરિનને મળ્યો તો બંને સાથે દુનિયાને એક્સપ્લોર કરવા લાગ્યા.

આ દરમિયાન લૉકડાઉનમાં તેમની તબિયત ખરાબ થઈ. તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. પરંતુ આખરે 31 મેના દિવસે તેમનું મોત થઈ ગયું.

ફિલિપ પોતાના પતિ ફ્લોરિન સાથે આ પોશ કોલોનીના આલિશાન ઘરમાં રહેતો હતો. જે હવે મોત બાદ ફ્લોરિનનું થઈ ગયું છે.

પોતાના રિલેશનના શરૂઆતના સમયમાં ફિલિપ પહેલા બ્રિટેનમાં રહેતો હતો પરંતુ બાદમાં ફ્લોરિન સાથે તેણે યૂકે, સ્પેન, રોમાનિયા અને છેલ્લે બુચારેસ્ટમાં રહેવાનો નિર્ણય કર્યો.

કોરોનાવાયરસના કારણે લૉકડાઉનમાં જ ફિલિપ બીમાર પડી ગયા અને હૉસ્પિટલમાં એડમિટ થઈ ગયા. તેઓ ખૂબ જ નબળા પડી ગયા હતા.

ફ્લોરિને કહ્યું કે ફિલિપે પોતાની જિંદગી હસતા પસાર કરી. આખરી સમય સુધી તેને પ્રેમ કરતા હતા. તેના જવાથી ખાલીપો આવી ગયો છે પરંતુ શોકની જગ્યાએ તેની મુક્તિની કામના કરવી જોઈએ.

ત્રણ વર્ષ પહેલાના લગ્નની તસવીર. બંને એક સાથે ખૂબ જ ખુશ હતા. ફિલિપે ફ્લોરિનના કરિયર માટે પોતાના અનેક ઘર વેચ્યા અને રોમાનિયમાં સેટલ થવાનો નિર્ણય પણ કર્યો. પ્રેમની આ મિસાલ લોકોને હેરાન કરી રહી છે.

You cannot copy content of this page