Only Gujarat

Health

IVFને લઈ નવી આશા, માતા ના બની શકનારી મહિલાઓ માટે આશાભર્યાં સમાચાર

નવી દિલ્હીઃ આઈવીએફથી સંતાનની ઈચ્છા રાખનાર 60 કપલ્સ પર કરવામાં આવેલા સ્ટડીમાં આ વાત સામે આવી છે કે મહિલાઓના એગ્સ પોતાના પાર્ટનર સિવાય અન્ય પુરુષોના સ્પર્મ સાથે પણ વધું સારું પરિણામ આપે છે.

સેંટ મેરિઝ હૉસ્પિટલના આ રિસર્ચને વરિષ્ઠ લેખક અને માન્ચેસ્ટર યુનિ. એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રોફેસર ડેનિયલ બ્રિસન અનુસાર, ‘અમે ઘણીવાર એ વિચારીએ છે કે મહિલાના એગ્સ માત્ર તેના પાર્ટનર તરફ જ આકર્ષિત થાય છે. પરંતુ, સાચું તો એ છે કે એગ્સ અન્ય પુરુષો તરફ પણ આકર્ષિત થાય છે.’

જ્યારે લેખકનું રિસર્ચ રૉયલ સોસાયટી બીમાં પ્રકાશિત થયું તો એ વાત સામે આવી કે આવું એક કપલના એગ અને સ્પર્મ વચ્ચે જ જોવા મળ્યું. એગ અને સ્પર્મની અનુકૂળતા આઈવીએફથી બાળકના જન્મ લેવાને પ્રભાવિત નથી કરતું.

મહિલાઓના એગ્સ એક પ્રકારનું કેમિકલ રિલીઝ કરે છે જે સ્પર્મ માટે સિગ્નલનું કામ કરીને બેબી બર્થને પ્રોત્સાહિત કરે છે. પરંતુ કેટલીક મહિલાઓમાં આ જ કેમિકલ પાર્ટનરની તુલનામાં અન્ય પુરુષોની સાથે સારું પરિણામ આપે છે. એક્સપર્ટ એવું પણ માને છે કે મહિલાઓનું શરીર ખુદ જ એવા સ્પર્મને પસંદ કરી લે છે, જે સંતાન ઉત્પતિ માટે અનુકૂળ અને સારી ગુણવત્તા વાળા છે. બેબી બર્થ માટે આ જ સ્પર્મ જવાબદાર હોય છે.

ફિઝિકલ ઈન્ટમસી બાદ ફેલોપિયન ટ્યૂબમાં માત્ર 250 સ્પર્મને પ્રવેશ મળે છે. જેમાંથી માત્ર 25 સ્પર્મ એવો હોય છે જે એગ્સને ફર્ટિલાઈઝ કરી શકે છે. આ રિસર્ચના કપલ્સને એડવાન્સ ફર્ટિલિટી ટ્રીટમેન્ટમાં ઘણી હદ સુધી મદદ મળી શકે છે. સ્ટડીમાં 60 મહિલાઓના એક ફ્લૂડને લેવામાં આવ્યું. સાથે જ તેમના પાર્ટનરનું પણ સેમ્પલ લેવામાં આવ્યું. સ્પર્મને ફ્લૂડ સુધી પહોંચાડવામાં એક મિનિટથી ઓછો સમય લાગ્યો.

એક્સપર્ટે એક કપલના સ્પર્મ અને એગને બીજા કપલ સાથે કમ્બાઈન કર્યું. જેનાથી એ ખબર પડી કે અન્ય પુરુષોના સ્પર્મની તરફ અન્ય પણ એક એગનું અટ્રેક્શન પાર્ટનરથી વધારે હોય છે. સ્ટૉકહોમ યૂનિવર્સિટીના લેખર જૉન ફિટ્સપેટ્રિક કહે છે કે એગ અને સ્પર્મના એકબીજાની નજીક આવવું એ વાત પર નિર્ભર કરે છે કે મહિલા અને પુરુષ બંને એકબીજાને કેટલા ઓળખે છે.

You cannot copy content of this page