Only Gujarat

Bollywood FEATURED

સની દેઓલની આ એક્ટ્રસને ઘરમાં પડતો હતો માર, માતા-પિતા સામે જ કર્યો હતો 12 કરોડનો કેસ

મુંબઈઃ ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ (2000)થી બોલિવૂડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રસ અમિષા પટેલ 44 વર્ષની થઈ ગઈ છે. અમીષાનો જન્મ 9, જૂન 1975માં ગુજરાતી પરિવારમાં થયો હતો. અમિષાએ ‘કહોના પ્યાર હૈ’ ઉપરાંત ‘ગદ્દર – એક પ્રેમ કથા’ અને ‘હમરાઝ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અમીષા પટેલ ‘કહો ના પ્યાર હૈ’ની સુપરસક્સેસને લીધે તેનાં પેરેન્ટ્સથી દૂર થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, અમિષાએ તેમના ઘરના પર ખોટા આરોપ લગાવ્યા હતાં અને ઘણાં સમય સુધી તેમના પરિવાર સાથે ઝઘડો થયો હતો.

અમિષા પટેલ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે જોડાઈ ત્યારે તેના ઘરના લોકો સાથે ઝઘડો વધ્યો હતો. અમિષાએ મીડિયામાં આપેલાં એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ‘મારા મમ્મી-પપ્પા નથી ઇચ્છતા કે હું વિક્રમને મળુ અને તેમની સાથે લગ્ન કરું. તે ઈચ્છે છે કે, મારા લગ્ન કોઈ રૂપિયાવાળા વ્યક્તિ સાથે થાય. જ્યારે મેં તેમને રૂપિયા વિશે પૂછ્યું તો તે મારી સાથે ઝઘડો કરતાં હતાં.’

અમિષાએ આ ઇન્ટર્વ્યૂમાં વધુમાં કહ્યું હતું કે, ‘એકવાર તેમણે મને સવારે 4 વાગ્યે વિક્રમ સાથે જોઈ લેતાં મારી માએ મને ચંપલથી માર માર્યો હતો. આ પછી અનેકવાર મને ચંપલથી મારતાં હતાં. રોજ રોજ માર ખાઈને કંટાળીને મેં ઘર છોડી દીધું હતું.’

અમિષાએ તેમના પરિવાર પર તેમની કમાણીનો ખોટો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે તેમના પિતા વિરુદ્ધ 12 કરોડ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો.

અમિષા પટેલ પ્રસિદ્ધ બૅરિસ્ટર રજની પટેલની દીકરી છે. તેમના ગ્રાન્ડ ફાધર તેમના સમયમાં મુંબઈ કોંગ્રેસના અઘ્યક્ષ હતાં. તેમના નામકરણની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. તેમનું નામ અને પિતા અમિત અને મા આશાનું નામ જોડી રાખ્યું હતું. જેમાં તેમના પિતાના નામના સ્પેલિંગના શરૂઆત ત્રણ લેટર્સ, જ્યારે માના નામના સ્પેલિંગના છેલ્લા ત્રણ લેટર લેઈ નામ રાખવામાં આવ્યું હતું.

અમિષાએ કૈથેડ્રલ એન્ડ જૉન કૈનન સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ લીધું હતું. આ પછી તે 1992માં ટફ્ટ્સ વિશ્વવિદ્યાલયમાં ઇકોનૉમિક્સ ભણવા માટે મૈસાચુસેટ્સ ગઈ હતી. ત્યાં તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઇકોનૉમિક્સમાં ગોલ્ડ મૅડલ હાંસલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમિષા પટેલ બાળપણથી જ ભણવામાં હોંશિયાર હતી.

અમિષાએ ગ્રેજ્યુએશન પછી ઇકોનૉમિક એનાલિસ્ટ તરીકે ખંડવાલા સિક્યુરિટી લિમિટેડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, પણ તેમને વધુ દિવસ આ કામ કર્યું નહોતું. આ પછી તે ભારત આવી ગઈ અને અહીં આવી સત્યદેવ દુબે થિએટર ગ્રુપ જોઈન કર્યું હતું.

અમિષા પટેલે તેમના કરિયરમાં રીતિક રોશન, સની દેઓલ, આમિર ખાન, સૈફ અલી ખાન, અનિલ કપૂર, સંજય દત્ત અને અક્ષય કુમાર જેવા સ્ટાર સાથે કામ કર્યું છે, પણ તેનો ફાયદો તેમના કરિયરમાં થયો નહોતો. ઉલ્લેખનીય છે કે, રીતિક અને સની દેઓલ સિવાય અન્ય સ્ટાર સાથે તેમની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર વધુ કમાલ કરી શકી નહોતી.

You cannot copy content of this page