Only Gujarat

Bollywood FEATURED

વજન વધી જતાં બોલિવૂડમાં ના મળ્યું કામ, લગ્ન કરી વસાવી લીધું ઘર

મુંબઈઃ 90નાં દશકની પોપ્યુલર એક્ટ્રસ શિલ્પા શિરોડકર 51 વર્ષની થઈ ગઈ છે. 20 નવેમ્બર 1969માં મુંબઈમાં જન્મેલી શિલ્પા છેલ્લે 10 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘બારૂદ’માં જોવા મળી હતી. જોકે, તેમણે વર્ષ 2014માં નાના પડદા પર સિરિયલ ‘એક મુઠ્ઠી આસમાન’ દ્વારા વાપસી કરી, પણ બીજીવાર ફિલ્મોમાં જોવા મળી નહીં. શિલ્પા વર્ષ 1993માં ગોવિંદા સાથે સુપરહિટ ફિલ્મ ‘આંખે’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે ચંદ્રમુખીનો યાદગાર રોલ પ્લે કર્યો હતો. શિલ્પા અત્યારે ફિલ્મોના ગ્લેમરથી દૂર પોતાના પરિવારમાં વ્યસ્ત છે.

આજથી 30 વર્ષ પહેલાં વર્ષ 1990માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કિશન કન્હૈયા’માં બોલ્ડ અવતારમાં જોવા મળેલી શિલ્પા અત્યારે ઘણી બદલાઈ ગઈ છે. આમ તો, શિલ્પા બોલિવૂડમાં વર્ષ 1989માં ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે એક આંધળી છોકરી ગોપીનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં તેમની ઓપોઝિટ મિથુન ચક્રવર્તી હતાં.

શિલ્પા શિરોડકર એક પછી એક ફિલ્મોમાં નામી સ્ટાર સાથે કામ કર્યું, પણ તેમની જોડી સૌથી વધુ મિથુન સાથે પસંદ કરવામાં આવી હતી. મિથુન સાથે શિલ્પા શિરોડકરે 9 ફિલ્મોમાં કામ કર્યું અને દરેક ફિલ્મમાં મિથુન અને શિલ્પા શિરોડકરની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

એક તરફ શિલ્પા શિરોડકરને સારી ફિલ્મો મળી રહી હતી તો બીજી તરફ તેમના વજનનો પણ ઇસ્યૂ થતો હતો. ઓછા લોકો જાણતાં હશે કે, શાહરૂખ ખાન અને મનીષા કોઈરાલા સ્ટારર ફિલ્મ ‘દિલ સે’ના હિટ ગીત ‘છૈયાં-છૈયાં’ માટે પહેલાં શિલ્પા શિરોડકરને સાઇન કરવામાં આવી હતી.

જોકે પછી ફિલ્મમાં ડિરેક્ટરે શિલ્પા શિરોડકરને તેમના વધતાં વજનને લીધે ગીત માટે ના પાડી દીધી હતી. આ પછી તેમની જગ્યાએ મલાઇકા અરોરાને સાઇન કરવામાં આવી હતી.

11 જુલાઈ, 2000માં શિલ્પાએ યૂકે બેસ્ડ બેન્કર અપરેશ રંજીત સાથે લગ્ન કરી લીધા હતાં. લગ્નનાં 3 વર્ષ પછી 2003માં તેમણે દીકરી અનુષ્કાને જન્મ આપ્યો હતો. 17 વર્ષની થઈ ચૂકેલી શિલ્પાની દીકરી અત્યારે બોલિવૂડના ગ્લેમરસથી દૂર છે.

શિલ્પા મુજબ, ‘તેમના પતિ બેન્કર છે. તે જ્યારે વિદેશમાં હતી ત્યારે એવું થતું હતું કે, જો તે ભણેલી હોત તો ત્યાં જોબ કરી શકેત. હું એક્ટિંગ ઉપરાંત બીજુ કરી શકતી નથી.’

‘જ્યારે મેં ‘ચંદ્રમુખી’નો રોલ પ્લે કર્યો હતો તો તેનાથી ખૂબ જ પોપ્યુલારિટી મળી હતી. આ પછી ‘ગોપી-કિશન’માં ‘બોલો-બોલો, ટેલ-ટેલ’ ડાયલોગ પણ ખૂબ જ ફેમસ થયો હતો. ફિલ્મનમા શૂટિંગ દરમિયાન વિચાર્યું નહોતું કે તે આટલું ફેમશ થઈ જશે.’

શિલ્પા શિરોડકરે વર્ષ 2000 સુઘી ફિલ્મોમાં કામ કર્યું અને આ પછી તેમને એક્ટિંગમાંથી બ્રેક લઈ લીધો. આ પછી તેમણે લગભગ 13 વર્ષનો બ્રેક લઈ લીધો. ફિલ્મો અને એક્ટિંગથી બ્રેક લીધા પછી શિલ્પા શિરોડકરે વર્ષ 2013માં ટીવી દ્વારા વાપસી કરી હતી.

સિરિયલ ‘એક મુઠ્ઠી આસમાન’માં શિલ્પા શિરોડકરની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા, પણ મોટા પડદા પર તેમની વાપસી થઈ શકી નહીં. આજે પણ 90નાં દશકને શિલ્પાની જબરદસ્ત એક્ટિંગ માટે પણ યાદ કરવામાં આવે છે.

You cannot copy content of this page