Only Gujarat

FEATURED International

પ્રેમીએ ન્યૂડ થઈને પૂર્વ પ્રેમિકાને બાથમાં લીધી તો પ્રેમિકાએ ચાવી નાખ્યો પ્રાઈવેટ પાર્ટી

બ્રાસિલિયાઃ પ્રેમમાં બદલાના કિસ્સા તો તમે અનેક સાંભળ્યા હશે, દિલ તૂટ્યા બાદ લોકો એવું કરી બેસે છે કે જેની આપણને કલ્પના પણ ના હોય. બ્રાઝીલમાં દિલ તૂટ્યા બાદ એક આશિકને તેની પ્રેમિકા બીજા યુવક જોડે રહેવા લાગી તો એટલું ખોટું લાગ્યું કે તે તેના પર બળાત્કાર કરવા માટે ધસી ગયો. મહિલાનો એક્સ બોયફ્રેન્ડ તેના રૂમમાં ઘૂસી ગયો અને તેના સાથે બળજબરી કરવા લાગ્યો, એમાં થયેલી મારામારીમાં પ્રેમિકાએ બચવા માટે શખ્સ પર જ હુમલો કરી દીધો, જેના કારણે તે સીધો જ હોસ્પિટલ પહોંચી ગયો. મહિલાએ પોતાના દાંતથી શખ્સનો પ્રાઇવેટ પાર્ટ ચાવી નાખ્યો. એ બાદ શખ્સ બૂમો પાડતો સીધો હોસ્પિટલ પહોંચી ગયો. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.


પ્રેમમાં ક્રાઇમનો આ મામલો બ્રાઝીલમાં સામે આવ્યો છે. અહીં રહેનારો એક શખ્સ તેની પૂર્વ પ્રેમિકા પર રેપ કરવાની કોશિશ કરવાના આરોપસર જેલ ભેગો થઈ ગયો છે, પરંતુ આ પહેલાં તેને આઈસીયુમાં દાખલ કરવો પડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે બ્રાઝીલના પીઓઈમાં એક મહિલાના ઘરે અચાનક તેનો પૂર્વ પ્રેમી ઘૂસી આવ્યો. તે સીધો જ મહિલાના બેડરૂમમાં પહોંચ્યો, જ્યાં મહિલા પોતાના વર્તમાન બોયફ્રેન્ડ જોડે સૂતી હતી. આરોપીએ પોતાનાં કપડાં ઉતાર્યાં અને સીધો મહિલાના બેડ પર ચઢી ગયો. તેણે મહિલા પર હુમલો કરી દીધો. મહિલા અને તેનો પ્રેમી બંને આરોપી સામે થઈ ગયાં પરંતુ તે મહિલાનો રેપ કરવાની કોશિશ કરતો રહ્યો.

મહિલાના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન તે અચાનક નીચે પડી ગઈ. તેનો ચહેરો આરોપીના પ્રાઇવેટ પાર્ટ પાસે જતો રહ્યો. પોતાના બચાવમાં તેણે આરોપીનો પ્રાઇવેટ પાર્ટ દાંતથી જોરથી કાપી નાખ્યો. આ હુમલા બાદ આરોપી બૂમો પાડતો ભાગ્યો અને સીધો હોસ્પિટલ પહોંચી ગયો. તેને આઈસીયુમાં એડમિટ કરવો પડ્યો. આરોપીના ટેસ્ટિકલ્સ આ હુમલામાં અલગ થઈ ગયા જેને કારણે તેની સર્જરી કરવી પડી.

પોલીસને જ્યારે આ મામલાની જાણકારી આપવામાં આવી તો તેને આરોપીની અટકાયત કરી લીધી. સ્થાનિક મીડિયા અનુસાર અત્યાર સુધી પોલીસે આ મામલે કોઈ ફરિયાદ દાખલ કરી નથી. પોલીસ શખ્સના મેડિકલ પરીક્ષણની રાહ જોઈ રહી છે જે બાદ જ તે કોઈ નિર્ણય કરી શકશે.

You cannot copy content of this page