Only Gujarat

FEATURED National

બન્ને પિતરાઈ બહેનો પોતાના બોયફ્રેન્ડ્સની સાથે બેસીને બગીચામાં કરતી હતી આ કામ પછી…..

બે પિતરાઇ બહેનો સ્કૂલે જવા માટે ઘરેથી નીકળી હતી પરંતુ બગીચામાં પોત-પોતાના પ્રેમીઓ સાથે ફરવા નીકળી ગઇ. ચારેયને સંદિગ્ધ હાલતમાં જોઈને ગ્રામજનોએ પકડી લીધા. ત્યારબાદ મંદિરમાં લઇ જઇ જબરજસ્તીથી તેના પ્રેમીઓ સાથે લગ્ન કરાવી દીધા. પછી તેમના પરિવારજનોને જાણ કરી. એટલું જ નહીં આ ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બંને પ્રમી યુગલ વારાફરથી સાત ફેરા લગાવી એક બીજા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા. આ ઘટના બિહારના વૈશાલી નજીક આવેલા મહુઆ થાનાના સિંધાડાની હોવાનુ કહેવામાં આવી રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે પાતેપુરની રહેવાસી બંને યુવતી પરસ્પર પિતરાઇ બહેનો છે. તો એક યુવક આ યુવતીઓના બનેવીનો ભાઇ છે. જ્યારે બીજો યુવક બનેવીના ભાઇનો મિત્ર છે.

બંને યુવતી ઘરેથી સ્થાનિક કોલેજમાં આવી હતી. બંને યુવતીઓ ઇન્ટરની વિદ્યાર્થિની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બંને પ્રેમી યુગલ બગીચામાં જતા રહ્યાં અને ત્યાં એકાંતમાં બેસી ગયા. આ દરમિયાન ગ્રામજનોએ ચારેયને રંગેહાથ પકડી લીધા. કહેવામાં આવી રહ્યું છે કે શંકા જતા ગ્રામજનોએ તેઓની અટકાયત કરી ચારેયની પુછપરછ કરી ત્યારબાદ તેઓના લગ્ન કરાવવાનો નિર્ણય લીધો.

ગ્રામજનો પહેલા ચારેયને નજીર આવેલા એક મંદિરે લઇ ગયા જ્યાં તુલસીના છોડને સાક્ષી બનાવી વારફરથી ચારેયના સાત ફેરા લગાવી લગ્નના બંધનમાં બાંધી દીધા.

બંને પ્રેમી યુગલના લગ્ન થઇ ગયા બાદ ગ્રામજનોએ આ વાતની જાણ ચારેયના પરિવારજનોને આપી. સાથે જ લગ્નનો વીડિયો પણ વાયરલ કરી દીધો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page