Only Gujarat

National TOP STORIES

સુશાંત સિંહ રાજપૂતની પ્રેમિકા રિયાની વ્હોટ્સએપ ચેટમાં થયો મોટો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલામાં હવે એવા પૂરાવા સામે આવ્યા છે જે તપાસની કડીમાં ખુબ જ મહત્વના સાબિત થઇ શકે છે. રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટ્સથી ડ્રગનું ષડયંત્ર હોવાની શંકા વધુ પ્રબળ બની ગઇ છે.

ટાઇમ્સ નાઉના રિપોર્ટમાં સુશાંતના મૃત્યુના નારકોટિક્સ લિંક હોવાની વાત સામે આવી રહી છે. ચેટ્સના કેટલાક અંશ હવે સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રીટ્રીવ ચેટ્સ છે જેને રિયાએ પહેલા ડિલિટ કરી દીધા હતા. પ્રથમ ચેટ રિયા અને ગૌરવ આર્યા વચ્ચેની છે. ગૌરવ એ શખ્સ છે જેને ડ્રગ ડીલર ગણાવવામાં આવી રહ્યો છે. આ ચેટમાં લખ્યું છે કે જો આપણે હાર્ડ ડ્રગ્સની વાત કરીએ તો મેં વધુ ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી. આ મેસેજને રિયાએ 8 માર્ચ 2017ના રોજ ગૌરવને મોકલ્યા હતા.

બીજી ચેટ પણ રિયા અને ગૌરવ વચ્ચેની છે. જેમાં રિયાએ ગૌરવને પુછ્યું છે કે તારી પાસે MD છે ? અહીં MDનો અર્થ MDMA છે એટલે કે Methylenedioxymethamphetamine. આ એક પ્રકારનું ડ્રગ છે જે ખુબ જ સ્ટ્રોંગ હોવાનું કહેવામાં આવે છે. ત્રીજી ચેટ રિયા અને જયા સાહા વચ્ચેની છે. આ ચેટ 25 નવેમ્બર 2019ની છે. જેમાં રિયાને જયા કહે છે કે મેં તેને શ્રુતિ સાથે કોઓર્ડિનેટ કરવાનું કહ્યું છે.

ચોથી ચેટમાં રિયા કહે છે કે થેંક્યુ સો મચ, જેના જવાબમાં જયા કહે છે કે નો પ્રોબ્લેમ બ્રો, આશા છે કે આ મદદગાર થાય. પાંચમી ચેટ પણ 25 નવેમ્બર 2019ની છે. આ ચેટમાં રિયા ચક્રવર્તીને જયા કહે છે કે ચા-કોફી અથવા પાણીમાં ચાર ટીપા નાખો અને તેને પીવા દો. અસર જોવા માટે 30થી 40 મિનિટ રાહ જુઓ.

ત્યારબાદની ચેટ મિરાંડા અને રિયા વચ્ચેની છે જેમાં મિરાંડા કહે છે કે હાય રિયા, સ્ટાફ લગભગ ખતમ થઇ ચૂક્યો છે. આ ચેટ એપ્રિલ 2020ની છે. અન્ય એક ચેટમાં રિયાને મિરાંડા પુછે છે કે શું આપણે આ શૌવિકના મિત્ર પાસેથી લઇ શકીએ છીએ ? પરંતુ તેની પાસે માત્ર hash અને bud છે. hash અને bud લોઅર લેવલનું ડ્રગ માનવામાં આવે છે. આ એપ્રિલ 2020ની ચેટ છે.

તો આ અંગે જ્યારે ગૌરવ સાથે વાત થઇ તો તેઓએ કહ્યું કે હું ડ્રગ્સ લેતો નથી. જે દાવા કરવામાં આવી રહ્યાં છે તે અંગે મને કોઇ જાણકારી નથી.

બીજી તરફ આ ડ્રગ ચેટ્સ પર રિયા ચક્રવર્તીના વકીલનો પણ જવાબ આવ્યો છે. તેમનું કહેવું છે કે રિયાએ ડ્રગનું સેવન ક્યારેય કર્યું નથી. તે બ્લડ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page