Only Gujarat

International TOP STORIES

કોરોના વાયરસની વેક્સિનને લઈને ઓક્સફોર્ડ યૂનિવર્સિટીને મળી સૌથી મોટી સફળતા

બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી કોરોના વાયરસની રસી બનાવવામાં સફળતા પ્રાપ્ત કરવા માટે નજીક હોવાનું લાગે છે. ઓક્સફર્ડની રસી ટ્રાયલમાં સુરક્ષિત અને ઈમ્યૂનને મજબૂત બનાવવામાં સફળ સાબિત થઈ છે. તેના પરિણામો ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે. આ પરીક્ષણમાં આશરે 1,077 લોકો સામેલ થયા અને જાણવા મળ્યું કે, જેમને આ રસી આપવામાં આવી હતી એ લોકોમાં એન્ટિબોડી અને શ્વેત રક્તકણો કોરોના વાયરસ સામે લડવામાં સક્ષમ છે.

હજી મોટા પાયે ટ્રાયલ બાકી છે. બ્રિટને આ રસીના 10 કરોડ ડોઝ પહેલાથી જ સુરક્ષિત કર્યાં છે. આ રસી ભારતમાં પણ બનાવવામાં આવી રહી છે. પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓક્સફર્ડની રસીનું ઉત્પાદન કરવાની જવાબદારી મળી છે.

સપ્ટેમ્બર સુધીમાં આવી જશે રસી
કોરોના વાયરસની રસીની હરિફાઈમાં હાલમા ઓક્સફર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની રસી જ સૌથી આગળ છે. જ્યારે ઘણી રસીઓ તેમના અંતિમ તબક્કા અથવા એડવાન્સ સ્ટેજની નજીક છે, ઓક્સફર્ડ રસી આ તબક્કે પહેલેથી જ છે. જો બધુ ઠીક રહ્યું, તો ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરાયેલ આ રસી સપ્ટેમ્બર સુધીમાં લોકોને મળી જશે.ઓક્સફર્ડના પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે કોરોના વાયરસની રસી બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. સારાહ ગિલ્બર્ટ આ રસીના ત્રીજા અને અંતિમ તબક્કાનું નેતૃત્વ કરી રહ્યા છે. ગિલ્બર્ટનો દાવો છે કે ઓક્સફર્ડ રસી લોકોને કોરોના વાયરસથી બચાવવામાં 80 ટકા સુધી અસરકારક છે. ગિલ્બર્ટ કહે છે કે લોકોને શિયાળામાં વાયરસનો સામનો કરવો નહીં પડે કારણ કે આ રસી સપ્ટેમ્બર સુધીમાં આવી જશે. જ્યારે ઘણી રસીઓ તેના અંતિમ તબક્કાની નજીક છે, ત્યારે ઓક્સફર્ડની રસી 10,000 લોકો પર તેનું છેલ્લું ટ્રાયલ પુરુ કરવાની છે. વેકસીન ટાસ્કફોર્સના પ્રમુખ કેટ બિંઘમનું કહેવું છે, “આ રસી વિશ્વના મોખરે છે અને કોઈપણ રસીમાં સૌથી અદ્યતન છે.”

તે સામાન્ય રસીથી કેવી રીતે અલગ છે?
એક તરફ જ્યાં દવાઓનું કામ બિમારીઓને ઠીક કરવાનું છે, ત્યાં વેક્સિનનું કામ સ્વસ્થ લોકોને બીમારીમાંથી બચાવવાનું છે. એટલે તેનાં ઉચ્ચ માનાંકો પર જ મંજૂરી આપવામાં આવે છે. મંજૂરી આપતા પહેલાં વર્ષો સુધી ચાલેલાં તેનાં બધા જ ડેટાનું નિરીક્ષણ કરવામાં આવે છે. જોકે, કોરોના મહામારી તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથીકે, નિયમનકારી સંસ્થાઓ એક સફળ અને સુરક્ષિત વેક્સિન માટે પ્રમાણનાં રૂપમાં શું સ્વીકાર કરશે. US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું કહેવું છેકે, પ્લેસિબોની તુલનામાં 50 ટકા વધારે અસરકારક હોય તો જ રસીને મંજૂરી મળે છે.

રસી રોગ સામે રક્ષણ માટે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે
સામાન્ય રસી સંક્રમણનું કારણ બનતા નબળા અથવા નિષ્ક્રિય જંતુઓ પર પ્રયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ રસી બનાવવી સરળ નથી અને તેમાં ઘણા વર્ષોનો સમય લાગે છે. ઓક્સફર્ડ ટીમે એક એવી ટેકનિક વિકસાવી છે જેમાં હાનિકારક વાયરસનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા ઝડપી બનાવી શકાય છે. ગિલ્બર્ટે જણાવ્યું હતું કે કેટલીક રસી ચેપ રોકી શકતી નથી પરંતુ રોગ સામે રક્ષણ માટે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.

જેમ કે, પોલિયો રસી ચેપ રોકી શકતી નથી, પરંતુ લાખો લોકોને આ રોગથી સુરક્ષિત કરે છે. કોવિડ -19 ના કિસ્સામાં, પ્રોફેસર ગિલ્બર્ટે એક ચિમ્પાન્ઝી એડિનોવાયરસ (એક સામાન્ય કોલ્ડ વાયરસ) લીધો છે અને જેનેટિક મટિરિયલને SARS-CoV-2 વાયરસના સ્પાઇક પ્રોટીનથી ઈન્સર્ટ કર્યા છે. સારાહ ગિલ્બર્ટ કહે છે કે કોરોના રસીની રેસમાં ભલે કોઈ પણ જીતે પરંતુ બાજી મારનારી વેક્સિન પણ 100 ટકા અસરકારક ન હોઈ શકે. કોઈ પણ રસી ઈમ્યૂન બનાવતી નથી, જેનાંથી વાયરસને રોકનારા ન્યૂટ્રલાઈઝિંગ એન્ટીબોડી પેદા થાય છે.

કેવી રીતે રસી બનાવવામાં આવે છે?
માનવ શરીરના લોહીમાં શ્વેત રક્તકણો હોય છે જે તેની રોગપ્રતિકારક શક્તિનો ભાગ હોય છે. શરીરને નુકસાન પહોંચાડ્યા વિના, રસી દ્વારા શરીરમાં ખૂબ જ ઓછી માત્રામાં વાયરસ અથવા બેક્ટેરિયા ઈન્સર્ટ કરવામાં આવે છે. જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ આ વાયરસ અથવા બેક્ટેરિયાને ઓળખી લે છે, ત્યારે શરીર તેની સામે લડવાનું શીખે છે. આ પછી, જો કોઈ વ્યક્તિ ખરેખર તે વાયરસ અથવા બેક્ટેરિયાનો સામનો કરે છે, તો તેને ચેપની સામે લડવાનું પણ આવડે છે.

દાયકાઓથી, વાયરસનો સામનો કરવા માટે બનાવવામાં આવેલી રસીઓમાં ફક્ત સાચા વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓરી, ગાલપચોળિયા અને રૂબેલાની રસી બનાવવા માટે એવા નબળા વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે,જે ચેપ લગાવી શકતા નથી. ઉપરાંત, તેના વાયરસનો ઉપયોગ ફલૂની રસીમાં પણ થાય છે. બ્રિટન સિવાય, ચીનની સિનોવેક અને અમેરિકાની રસી પણ માનવ ટ્રાયલનાં એડવાન્સ સ્ટેજમાં છે. સમગ્ર વિશ્વ આતુરતાથી કોરોના રસી આવે તેની રાહ જોઈ રહ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page