જીવનમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના વર અને મુંબઈનાં વધૂના મોટી ઉંમરે લગ્ન

છેલ્લા 15થી 20 દિવસોથી ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે પણ હવે તે પૂર્ણ થઈ ગઈ છે. કોરોના મહામારીમાં પણ ગુજરાતના આંગણે એક અનોખા લગ્ન યોજાય હતાં જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. અંકલેશ્વરના 68 વર્ષના વર અને મુંબઈના 65 વર્ષીય વધૂ રવિવારે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. ત્યાર બાદ આ કપલે વડોદરામાં રહેવું પસંદ કર્યું હતું. મુંબઈના વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવાનો વિચાર પોતાના બાળકો સામે મુક્યો હતો જે તેમના બાળકોએ રાજી-ખુશીથી અપનાવ્યો હતો.

જીવનમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના 86 વર્ષિય વર અને મુંબઈના 65 વર્ષિય વધૂએ રવિવારે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. લગ્ન બાદ આ કપલે વડોદરા શહેરમાં રહેવાનું પસંદ કર્યું હતું. અંકલેશ્વરમાં રહેતા હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેઓ ટિમ્બરનો વ્યવસાય કરે છે. જ્યારે તેમની પત્ની 7 મહિના પહેલાં બીમારીને કારણે ગુજરી જતાં તેઓ એકલતા અનુભવતા હતા.

ગયા મહિને તેઓ અનુબંધ ફાઉન્ડેશનના સંપર્કમાં આવ્યા હતા અને તેમને પાછલી જિંદગીમાં એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવા જીવનસાથી શોધી આપવા જણાવ્યું હતું. મુંબઈમાં રહેતાં જ્યોત્સ્નાબેન જૈનની બે દીકરી અને એક દીકરાનાં લગ્ન થઈ ગયાં છે જ્યારે જ્યોત્સ્નાબેનના પતિ ગુજરી ગયા હોવાથી તે એકલતા અનુભવતાં હતાં. ગત વર્ષે મુંબઈમાં અનુબંધ ફાઉન્ડેશનનો કાર્યક્રમ જયો હતો ત્યાર બાદ અને ત્યાંથી ફરીથી લગ્નનો કરવાનો વિચાર આવ્યો હતો.

અનુબંધ ફાઉન્ડેશનના નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત મહિને સુરતમાં જ્યોત્સ્નાબેન અને હરીશભાઈ વચ્ચે મીટિંગ યોજાઈ હતી. જેમાં બંને લગ્ન કરવા રાજી થયાં હતાં. જ્યારે જ્યોત્સ્નાબેનનાં બાળકોએ હરીશભાઈ સાથે મીટિંગ કરી હતી. ત્યાર બાદ 13 ડિસેમ્બરે સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા હતાં. જ્યોત્સ્નાબેન અને હરીશભાઈએ રહેવા વડોદરાનો ગોત્રી વિસ્તાર પસંદ કર્યો હતો. જ્યાં હરીશભાઈએ જ્યોત્સ્નાબેનના પસંદનો એક ફ્લેટ બુક કરાવ્યો હતો અને હાલ બંને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરવા ગયાં છે.