Only Gujarat

National

પેની શેર ખરીદીને ઝડપથી માલામાાલ થવાની ટિપ્સ સમજી લો, વાંચો ક્લિક કરીને

પેની શેરોમાં ફરી એક વખત તેજી જોવા મળી રહી છે. પેની શેરો તેમની જબરદસ્ત રિટર્નને કારણે આકર્ષિત કરે છે. આવા એક શેરની કિંમત બે વર્ષ પહેલાં 7 રૂપિયા હતી, પરંતુ હવે તે 800 રૂપિયા થઈ ગઈ છે. પરંતુ આપને તેના આકર્ષણમાં ફસાવવું જોઇએ? આ રોકાણના શું ફાયદા અને નુકસાન છે. આવો નિષ્ણાત પાસેથી જાણીએ..

પેની શેર એટલે શું?
આપ શેરબજારમાં રોકાણ કરનાર ગંભીર રોકાણકાર છો, તો તમે આવા પેનીસ્ટોક્સની શોધ રહેતી હશે. જેમાં સારૂ રિર્ટન મળી શકે છે.  10 થી ઓછી કિમવાળા શેરને પેની સ્ટોક્સ કહેવાય છે. 24 માર્ચે નિફ્ટી આ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. તે દિવસથી આજ સુધી પેની શેરોની સંખ્યામાં 479 જેટલો ઘટાડો થયો છે. તેનું કારણ એ છે કે આ શેરોમાં 1400 ટકાનો વધારો થયો છે. આ સમય દરમિયાન, 166 પેની શેર મલ્ટિબેગર એટલેકે, જે તેમની કિંમતમાં કરતાં અનેકગણું રિટર્ન આપે છે. આ સમય દરમિયાન બિરલા ટાયર શેરના ભાવમાં 1443 ટકાનો જબરદસ્ત ઉછાળો થયો છે. દિલ્લીના વરિષ્ઠ ટ્રેડર વિવેક ભાઉકાએ જણાવ્યું કે, ‘ મને છેલ્લા કેટલાક મહિનાથી એવા 20 વ્હોટ્સ ગ્રૂપમાં જોડવામાં આવ્યો. જે ગ્રૂપ પેની શેર વિશે ટિપ્સ આપવા માટે જ બન્યું છે. કેટલાક લોકો શેર બજારની પાયાની વાતોને સમજતા નથી તેથી આવા લોકોની મને વધુ ચિંતા થાય છે.

કોણે રોકાણ કરવું જોઇએ?
પેની શેર્સમાં ફક્ત એવાં લોકોએ જ રોકાણ કરવું જોઈએ જેઓ સૌથી પહેલાં તો એ સમજે કે, કોઈ કંપનીનાં મૂળ આંકડા કેટલા મજબૂત છે. એટલેકે, કંપનીનો કારોબાર કેવો છે. તેની ટોપલાઈન અને બોટમલાઈન એટલેકે, વેચાણ અને નફો કેવો છે. તે જે સેક્ટરમાં છે, તેમાં કેવો કારોબાર થઈ રહ્યો છે. અને બીજે તે આ પેટર્ન સારી રીતે સમજે છે તો આ શેર્સમાં પૈસા કેવી રીતે બની શકે છે. આ પેટર્ન કીંમતમાં ઉતાર-ચડાવ, શેરની ખરીદી-વેચાણની માત્રા અથવા કંપનીનું નામ કે સંચાલનમાં બદલાવ થઈ શકે છે.

કેટલાક ઉદાહરણો
શેર માર્કેટના નિષ્ણાત વિકાસ પ્રોપંતે ઉદાહરણ આપ્યું કે, ‘મેં આ શેર 1.5-2 રૂપિયામાં ખરીદ્યો હતો. મેં તેમા એ પેટર્નને જોઈ કે કંપનીના શેરમાં દર મહિને એક નવી અપર સર્કિટ થઈ રહી છે. જ્યારે પણ કંપની નવી જાહેરાત કરે છે, ત્યારે તેની અપર સર્કિટ હોય છે. તેથી ત્રણ મહિનાની અંદર, આ શેર 2 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધી પહોંચી ગયો. તેથી મેં આ પેટર્ન જોયા પછી જ રોકાણ કરવાનું ચાલુ રાખ્યું’ એ જ રીતે જ્યારે ઈન્ડિયા બુલ્સ રીઅલ એસ્ટેટથી અલગ થયા બાદ ઈન્ડિયા બુલ્સ ઇન્ટિગ્રેટેડ લિસ્ટ થયુ તો, લિસ્ટિંગના પહેલા દિવસે 5 કરોડ શેરમાંથી 2 કરોડ શેર વેચાયા હતા. તેમણે કહ્યું, ‘આ સોદો 5 રૂપિયામાં થયો હતો, તેથી મેં આ શેર 7 રૂપિયામાં ખરીદ્યો અને 5 રૂપિયાની સ્ટોપલોસ મૂક્યો. થોડા દિવસોમાં આ શેર 30 રૂપિયા સુધી પહોંચી ગયો અને આગામી બે વર્ષમાં આ શેરની કિંમત 800 રૂપિયા સુધી પહોંચી ગઈ.

શું જોખમ છે? શું સાવધાની રાખશો
ઝડપથી ધનવાન થવાની લાલચ રોકાણકારોને પેની શેર તરફ આકર્ષિત કરે છે. પરંતુ તેઓ એવું સમજતા નથીકે, આવા પેની શેરોમાં હેરફેર કરવી સરળ હોય છે. કારણકે, એક તો તેની ખરીદી બહુજ ઓછી થાય છે અને બીજી તેનો મોટો હિસ્સો પ્રમોટર્સ અથવા તો રોકાણકારોનાં હાથમાં હોય છે. આ મુદ્દે બોમ્બે સ્ટોક એક્સચેન્જનાં પૂર્વ ચેરમેનને જણાવ્યું કે, પેની સ્ટોક્સમાં હેરફેર થાય છે અને મોટાભાગના જ રોકાણકારો તેના ચક્કરમાં ફસાઈ જાય છે. નાના રોકાણકારોએ ખૂબ જ સમજી વિચારીને આમાં રોકાણ કરવું જોએ.

છેલ્લાં બે દાયકામાં પેની સ્ટોક્સ ધરાવતી એક હજારથી વધુ લિસ્ટેડ કંપનીઓ શેરબજારમાંથી ગાયબ થઈ ચૂકી છે. તો અહીં આ જોખમ રહે છે કે, તમે જે સ્ટોક્સમાં રોકાણ કરી રહ્યા છો ,તે શેરબજારમાંથી જ ગાયબ પણ થઈ જઇ શકે છે. જો તમે પેની સ્ટોક્સમાં રોકાણ કરવાનું પહેલાંથી નક્કી જ કરી લીધું હોય તો તમારે તેમાંથી બહાર નીકળવાની રણનિતી પણ પહેલાથી બનાવવી રાખવી પડશે. . ફક્ત નફો જ નહી નુકસાન માટે પણ તૈયાર રહેવું જોઈએ અને એક સ્ટોપલોસ લગાવવો જોઈએ. ભાઉકાએ જણાવ્યું કે, ‘પેની સ્ટોકના મામલે આપને થોડું નિર્દય બનવું પડશે. જ્યાપે આપને આ શેરમાં નુકસાન થવા લાગે તો આપને તેમાંથી બહાર આવી જવું જોઇએ. કેમકે આપને નથી ખબર કે આગળ શું થવાનું છે’

મલ્ટીબેગર શેરની પસંદગી કેવી રીતે કરશોં?
જો તમે ગંભીર રોકાણકાર છો અને અટકળો ઉપર વિશ્વાસ કરવાની જગ્યાએ હકીકતમાં કોઈ સારા પેની સ્ટોકને પસંદ કરવા ઇચ્છો છો તો, આપને અમુક વાતો ધ્યાનમાં રાખવું પડશે. આ માટે આપને , એવાં પેની શેર્સ પર નજર રાખવી જોઇએ, જે સતત 52 અઠવાડિયામાં ઉંચાઈએ પહોંચ્યાં હોય. સતત નવી ઉંચાઈ પહોંચ્યા વગર કોઈ પણ શેર મલ્ટીબેગર બની શકતો નથી. આ યાદીને બનાવવા માટે તેનાં ફન્ડામેન્ટલ્સ એટલેકે મૂળ આંકડા જોવા જોઈએ StockEdgeના કો ફાઉન્ડર વિવેક બજાજે જણાવ્યું કે, અવંતી ફૂડસ શેર વર્ષ 2010માં 2 રૂપિયાનો હતો. જ્યારે હવે તે લગભગ 480 રૂપિયાનો થઇ ગયો છે અને તે કંપનીનું માર્કેટ કેપ 6500 કરોડ સુધી પહોંચી ગયું છે.આ સ્થિતિમાં શેર મેનેજમેન્ટ ક્વાલિટી, તેનું વજન, યોગ્ય સેક્ટરમાં છે કે નહીં, તેમજ કંપનીની તેમના પ્રતિસ્પર્ધીની તુલનામાં નફો મેળવવાની ક્ષમતા કેવી છે? વગેરે મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે.

જો આપ હાલની બજારમાં પેની શેર ખરીદવા માંગતા હો તો. તો એનબીએફસી, કંન્ઝયુમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર, લોજીસ્ટિક્સ, ટેલીકોમ, કેપિટલ ગુડ્સ, ઓટોમોબાઈલ્સ, ટુવ્હીલર્સ જેવાં સેક્ટર પર વિશ્વાસ કરી શકો છો. આ સેક્ટરમાં એવાં શેર પસંદ કરો, જે ઘણીવાર 52 સપ્તાહની ઉંચાઈ પર પહોંચ્યા હોય અને તેમાં પણ એવાં શેર પર દાવ લગાવો. જેનાં મૂળ આંકડા મજબૂત હોય અને તેમની આવક સારી હોય. કંપનીનાં નફામાં અને તેમાં પ્રમોટર્સમાં સારી ભાગીદારી હોય. જે કંપની દેવા હેઠળ દબાયેલી હોય અને પ્રમોટર્સે પણ શેર ગિરવી રાખ્યા હોય, ખાસ કરીને એવા શેર ખરીદવાનું ટાળો.

શેરબજારમાં ઝંપલાવતા પહેલા એક વાત ખાસ યાદ રાખવી કે આ એક જુગારની રમત જેવું જ છે. તો શેરબજારમાં દાવ લગાવવા માટે જોખમ લેવાની ક્ષમતા અને અનુભવ હોવો જરૂરી છે. આવા જોખમકારી શેર આપના પોર્ટફોલિયોમાં 5થી 10%થી વધુ ન હોવો જોઇએ. એ વાતનું વાતનું ધ્યાન રાખોકે, શેરબજાર ઘણી હદ સુધી મોટા જુગારની રમત જેવું છે. ઘણીવાર લોકોને ઘણીબધી જાણકારી થઈ શકતી નછી તો તમારી અંદર જોખમ લેવાની ક્ષમતા અને અનુભવ હોય તો જ એવાં શેર્સ પર દાવ લગાવજો. તમારા પોર્ટફોલિયોમાં એવાં શેરો 5થી 10 %થી વધુ ન હોવા જોઈએ.

You cannot copy content of this page