Only Gujarat

FEATURED National

જાણીતા ક્રિકેટરની પત્નીએ માણી હુક્કાની પાર્ટી, કર્યું એવું કામ કે લોકોએ આપી ગાળો

મુંબઈઃ ક્રિકેટર મોહમ્મદ શમીની વાઇફ હસીન જહાનો એક નવો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ થયો છે. આ વીડિયો કોઇ પાર્ટીનો છે. વીડિયોમાં હસીન તેના મિત્રો સાથે પાર્ટીમાં એન્જોય કરતી જોવા મળે છે. તેની મિત્ર હુક્કો પીએહ છે. હુક્કા પીતા પીતા તે ધૂમાડો હસીનના મોં પર છોડે છે. તે તેના મિત્રની આવી હરકત માટે અજીબ રીતે રિએક્ટ કરે છે. જોકે વીડિયોમાં હસીન હુક્કો પીતી નથી જોવા મળતી. જોકે, તેમણે હજરત અલીનું નામ લીધું, જેના કારણે આ વીડિયો પર યુઝર્સે હસીનની આવી હરકત પર તીખી પ્રતિક્રિયા આપી હતી. આટલું જ નહીં લોકો સોશિયલ મીડિયા પર ઇસ્લામની દુહાઇ દેતા શરમ કરવાની પણ સલાહ આપી રહ્યાં છે.

હસીન જહાંએ આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, “હજરત ઇમામ અલીએ ફરમાયા હૈ:- અગર આપ ઉસ વક્ત મુસ્કુરા શકતે હો..જબ આપ પુરી તરહ સે ટૂટ ચૂકે વો, તો સમજલો લો દુનિયા મેં આપ કો કોઇ ભી નહીં તોડ શકતા” તેમણે વધુમાં લખ્યું હતું કે કુદરતનો કાયદો છે. જે ઝાડનું ફળ વધુ મીઠું હોય છે. લોકો પથ્થર પણ તેને જ વધુ મારે છે. હજરત અલીના નામનો અહીં ઉલ્લેખ કરતા લોકોનો ગુસ્સો તેના પર તૂટી પડ્યો છે. નોંધનીય છે કે ઇસ્લામમાં હજરત અલીનું નામ અને સ્થાન ખૂબ પાવન મનાય છે.

હસીન જહાંના વીડિયો પર કમેન્ટ કરતા એક ચુઝરે લખ્યું હતું કે “હરામ ચીજ પી કે મૌલા અલીની વાત કરે છે. પહેલા શરમ કરવાનું શીખ.” એક બીજા યુઝરે લખ્યું, “આ વિધાન તારા જેવા લોકો માટે નથી કહેવાયું, પર્સનલ લાઇફમાં જે કરવું હોય તે કરો પરંતુ આ રીતે મુસલમાનના મજહબને બદનામ ન કરો”

તો એક યુઝરે હસીનને તેની મરજી મુજબ જિંદગી જીવવા માટે શુભકામના આપી છે. 2018થી હસીન જહાં અને મોહમ્મદ શમી વચ્ચે થયેલા વિવાદ બાદ બંને અલગ- અલગ રહે છે. હસીન જહાંએ શમ્મી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યાં હતા. થોડા દિવસ પહેલા પણ તેણે એક ન્યૂડ વીડિયો શેર કરીને શમ્મી પર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ શમ્મીએ આ તમામ આરોપને સાબિત કરવાની વાત કરી હતી.

ત્યારબાદ એક વીડિયો દ્વારા જ હસીન જહાંએ શમ્મીને જવાબ આપ્યો હતો. શમીને જવાબ આપ્યા બાદ તેનો આ એક નવો વીડિયો છે. હસીન જહાં રમઝાન માસથી સોશિયલ મીડિયા પર વધુ સક્રિય બની છે. તે ઇન્ટાગ્રામ પર ડાન્સના બોલ્ડ વીડિયો પોસ્ટ કરતી રહે છે.

જોકે, આ પ્રકારના બોલ્ડ વીડિયોના કારણે હસીન જહાં સતત લોકોના નિશાના પર રહે છે અને લોકોની તીખી પ્રતિક્રિયાનો ભોગ બને છે. થોડા દિવસ પહેલા જ તેમણે ટ્રોલ્સનો જવાબ આપતા જણાવ્યું કે, લોકો કેમ પારકી સ્ત્રીના વીડિયોને તાકી તાકીને જુએ છે.

હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પર શમ્મી સાથેની સેમી ન્યૂડ બહુ જૂની તસવીર શૅર કરી હતી. શમ્મીને લઇને તેણે લખ્યું હતું, ” એક દિવસ તું કંઇ જ નહોતો તો હું પવિત્ર હતી. આજે તું કંઇક બની ગયો છે તો હું નાપાક થઇ ગઇ? જૂઠ પર બુરખો નાખીને સત્યને ઢાંકી શકાતુ નથી.”

2018માં હસીને શમ્મી પર ફિક્સિંગનો આક્ષેપ મૂક્યો હતો અને બંને વચ્ચેનો વિવાદ સપાટી પર જોવા મળ્યો હતો. ત્યારબાદ શમ્મી વિરૂદ્ધ આ મુદ્દે તપાસ પણ થઇ હતી. હવે હસીન જહાં મોડેલિંગમાં કરિયર બનાવવા ઇચ્છે છે.

હસીન જહાના શમ્મી સાથે આ બીજા લગ્ન હતા. તેનો પહેલો પતિ પશ્ચિમ બંગાળામાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેનાથી તેને એક દીકરી પણ છે. જોકે, હસીન જહાંના બીજા લગ્ન પણ સફળ તો નથી જ.

ઇન્સ્ટાગ્રામ પર હસીન જહાંનું અકાઉન્ટ વેરીફાઇડ નથી પરંતુ તેના 90 હજારથી વધુ ફોલોઅર્સ છે. હસીન જહાંના ફોલોઅર્સની સંખ્યા છેલ્લા કેટલાક દિવસથી ખૂબ વધી છે.

You cannot copy content of this page