Only Gujarat

Bollywood FEATURED

નેહા ક્કકર પતિ રોહનપ્રીત સાથે આમ રીતે એન્જોય કરી રહી છે હનીમૂન

મુંબઈઃ બોલિવૂડની ફૅમશ સિંગર નેહા કક્કડ અને તેમના પતિ રોહનપ્રીત સિંહ અત્યારે દુબઈમાં પોતાનું હનીમૂન મનાવી રહ્યાં છે. દુબઈથી પણ તેઓ તેમના ફેન્સ સાથે કનેક્ટ થવાની તક છોડી નથી. હાલમાં જ નેહા કક્કડે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ કેન્ડલલાઇટ ડિનર કરતાં જોવા મળી રહ્યાં હતાં. નેહા કક્કડ દ્વારા શેર કરવામાં આવેલો કેન્ડલ લાઇટ ડિનરનો વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ સાથે જ ફેન્સ પણ તે વીડિયો અને ફોટો પર રસપ્રદ કોમેન્ટ્સ કરી રહ્યાં છે.

નેહા કક્કડ દ્વારા શેર કરવામાં આવેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે, આખું ટેબલ કેન્ડલ અને વ્યંજનોથી શણગારેલું છે. આ ઉપરાંત બોલિવૂડ સિંગરના અન્ય વીડિયો પણ ચર્ચામાં છે. પોતાના એક વીડિયોમાં તે રોહનપ્રીત સાથે બીચ પર એન્જોય કરતી જોવા મળી હતી.

બીજા વીડિયોમાં નેહા કક્કડ તેના પતિ રોહનપ્રીત સાથે કારમાં જોવા મળી રહી છે. વીડિયો શેર કરી નેહા કક્કડે રાઇઝિંગ સ્ટાર રોહનપ્રીતને તેમના ગીત એક્સ કૉલિંગના ટ્રેડિંગ પર શુભેચ્છા આપી હતી. દુબઈમાં હોવા છતાં નેહા અને રોહનપ્રીત ખૂબ જ ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે, નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે ગત મહિને લગ્ન કર્યાં છે. બંનેએ દિલ્હીના ગુરુદ્વારામાં ફેરા ફર્યાં હતાં. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં હતાં.

નેહા કક્કડે પોતાના અને રોહનપ્રીત સિંહના રિલેશનશિપની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેમણે ફોટો શેર કરી રોહનપ્રીત માટે લખ્યું હતું કે, ‘તમે મારા છો…’ નેહાના રોકાથી તેમની હલ્દી, મહેંદી, સંગીત, લગ્ન અને રિસેપ્શન સુધી દરેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં હતાં.

You cannot copy content of this page