Only Gujarat

Bollywood

કામ વચ્ચે અચાનક જ ‘પ્રેગ્નન્ટ’ નેહા કક્કરને લાગી ભૂખ ને ખાવા લાગી પાણીપુરી

બોલિવૂડની પ્લે બેંક સિંગર અને ટીવી રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની જજ નેહા કક્કડ છેલ્લા ઘણાં દિવસોથી પ્રેગ્નેન્ટ લઈને ચર્ચામાં છે. તેની બેબી બંપની એક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચાહકો સ્તબ્ધ થઈ ગયા હતાં જોકે ત્યાર બાદ ખબર પડી કે, તેની અપકમિંગ સોંગ ‘ખ્યાલ રખ્યા કર’ના પ્રમોશનને એક પાર્ટ હતો. એવામાં હવે સિંગરનો એક વીડિયો પતિની સાથે બેબી બંપમાં પાણીપુરી ખાતો વાયરલ થયો છે ત્યાર બાદ ચાહકો હજુ પણ કન્ફ્યુઝ છે કે તે સાચું પ્રેગ્નેન્ટ છે કે નહીં?

વીડિયોમાં જોવા મળ્યું કે, નેહા પોતાના પેટ પર હાથ રાખીને કહી રહી છે કે, તેના બેબીએ કિક મારી. એવામાં તેના પતિએ વીડિયો કમેન્ટ કરીને પોતાનું રિએક્શન આપ્યું છે. તેણે કમેન્ટમાં લખ્યું હતું કે, હમણાં જ બતાવું છું એને….મારા બાબૂને કિક મારે છે?

નેહાના ભાઈ ટોની કક્કડે કમેન્ટમાં લખ્યું કે, ક્યુટનેસ ઓવરલોડેડ. આ સાથે ઘણાં યુઝર્સે પણ કમેન્ટ કરી હતી અને લખ્યુ હતું કે, હું સાચું જ સમજતી હતી કે તેઓ પ્રેગ્રેન્ટ થઈ છે. બીજા યુઝર્સે લખ્યું કે, થોડા મહિના પહેલા જ લગ્ન થયા એટલામાં જલ્દી પ્રેગ્રેન્ટ.

એક યુઝર્સે તો નેહાના પ્રમોશનની સ્ટ્રેટઝીની મજાક ઉડાળતાં કમેન્ટ કરી કે, તેના ભાઈનું નવું સોંગ ટોની બન ગયા મામા મામા મામા…ને બહુ ઉતાવળ છે. બીજા એક યુઝર્સે લખ્યુ કે, બે મહિના પહેલાં જ લગ્ન થયા છે તો આટલું જલ્દી બાળક કેવી રીતે. એટલું જ નહીં બીજાએ તો નેહાને પાગલ કહી દીધી હતી અને લખ્યું કે, પાગલ થઈ ગઈ છે કે શું, બે મહિનામાં કેવી રીતે?

ઘણાં ચાહકોના મને હજુ પણ એ સવાલ છે કે લગ્નના બે મહિનામાં જ તે પ્રેગ્રેન્ટ કેવી રીતે થઈ શકે છે. મહત્વની વાત એ છે કે, નેહા કક્કડનું નવું સોંગ રીલિઝ થવાનું છે. આ સિંગરની પ્રમોશન સ્ટ્રેટઝી હતી. નવા સોંગ બાદ હવે તેનું તે સોંગ નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

નોંધનીય છે કે, નેહા કક્કડે રોહનપ્રીન સિંહથી 24 ઓક્ટોબરથી દિલ્હીમાં લગ્ન કર્યા હતાં. ત્યાર બાદ ચંદીગઢમાં રિસેપ્શન યોજ્યું હતું. તેના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થયા હતાં.

You cannot copy content of this page