Only Gujarat

Bollywood TOP STORIES

કુમાર સાનુએ છ મહિનાની પ્રેગ્નન્ટ પત્ની ને બે માસૂમ સંતાનોને તરછોડીને કરી લીધા હતા બીજા લગ્ન

મુંબઈઃ દિગ્ગજ સિંગર કુમાર સાનૂનો દીકરો જાન કુમાર હાલ ‘બિગ બોસ-14’માં જોવા મળી રહ્યો છે. તે ઘરમાં થઈ રહેલા તમામ ટાસ્કમાં ભાગ લઈ રહ્યો છે અને સિનિયર દ્વારા અપાતી જવાબદારીઓ પણ સારી રીતે ભજવી રહ્યો છે. તાજેતરમાં તેણે શૉમાં ‘બિગ બૉસ એક્સ્ટ્રા મસાલા’માં ઘરના અમુક સભ્યો સામે પોતાના માતા-પિતાના અલગ રહેવા અંગે વાત કરી હતી. જાન કુમારે જણાવ્યું કે તે પોતાની માતા પાસે રહીને મોટો થયો છે.

જાસ્મિન ભસીન, સારા ગુરપાલ અને નિક્કી તંબોલી સામે જાન કુમારે જણાવ્યું કે, તેની માતા 6 મહિનાની ગર્ભવતિ હતા ત્યારે તેના માતા-પિતા અલગ થયા હતા. તેણે કહ્યું કે,‘મારી માટે માતા જ માતા-પિતા બંનેની ભૂમિકામાં રહી છે. મારા પેરેન્ટ્સ ત્યારે અલગ થયા જ્યારે માતા 6 મહિનાની ગર્ભવતી હતી. હું તેમની સાથે જ મોટો થયો છું. તે મારી માતા અને પિતા બંને છે. બિગ બોસના શૉમાં આવતા પહેલા મને માત્ર એ ચિંતા હતી કે મારી માતાનું ધ્યાન કોણ રાખશે. મારી માતાના કારણે પ્રેમની વાત નીકળે ત્યારે તે એક જૂની સ્કૂલ હોય છે.’

જાન કુમારે જણાવ્યું કે,‘મને લાગે છે કે પ્રેમ માત્ર એક વ્યક્તિ સાથે થાય છે અને આપણે માત્ર તે એકના જ પ્રેમમાં હોવું જોઈએ. હું મારી માતા જેવો છું.’ ઉલ્લેખનીય છે કે, દીકરાના બિગ બોસના ઘરમાં જવાના કારણે કુમાર સાનૂ ઘણા ખુશ થયા હતા અને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને અપીલ કરી હતી કે તેમના દીકરાને તમામ સપોર્ટ કરે અને શૉનો વિનર બનાવે. તેમણે પોતાના દીકરાને આશીર્વાદ આપ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે શૉ જીતીને જ બહાર આવશે. તે એક સારો સિંગર છે અને સારા ગીતો ગાય છે.

જાન કુમારે જણાવ્યું કે,‘મને લાગે છે કે પ્રેમ માત્ર એક વ્યક્તિ સાથે થાય છે અને આપણે માત્ર તે એકના જ પ્રેમમાં હોવું જોઈએ. હું મારી માતા જેવો છું.’ ઉલ્લેખનીય છે કે, દીકરાના બિગ બોસના ઘરમાં જવાના કારણે કુમાર સાનૂ ઘણા ખુશ થયા હતા અને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને અપીલ કરી હતી કે તેમના દીકરાને તમામ સપોર્ટ કરે અને શૉનો વિનર બનાવે. તેમણે પોતાના દીકરાને આશીર્વાદ આપ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે શૉ જીતીને જ બહાર આવશે. તે એક સારો સિંગર છે અને સારા ગીતો ગાય છે.

શું કહ્યું હતું કુમાર સાનુએ?
વીડિયોમાં શરૂઆતમાં કુમાર સાનુ પોતાના અંગત જીવન વિશે વાત કરવાની ના પાડી દે છે. જોકે, પછી તે ઘણી જ સહજતાથી અંગત જીવન અંગે વાત કરે છે. તેણે કહ્યું હતું, ‘મારે મારી પત્નીને કારણે બંગલો છોડવો પડ્યો હતો. મારી પત્નીએ મારા પર આક્ષેપો મૂક્યા હતા કે હું તેનું અપમાન કરતો હતો, તેને માર મારતો હતો, દીકરાઓ પર હાથ ઉપાડતો હતો. જો હું આવું બધું કરતો હતો તો પછી તેણે કેમ મને પાછા ફરવાનું કહ્યું હતું. તેણે મારા નાનકડા ફ્લેટમાં આવીને મારા ભાણીયાને હોકી સ્ટીકથી માથામાં માર્યું હતું. તે પાગલ સ્ત્રી એકદમ પાગલ છે. તેણે ક્યારેય પત્ની જેવું વર્તન કર્યું નથી. તેને કારણે હું નાનકડા ફ્લેટમાં રહેવા મજબૂર થયો છું. કારણ કે તે ગમે ત્યાં આવા નાટકો કરે છે.’

દીકરાઓને ભડકાવે છે
વીડિયોમાં કુમાર સાનુએ કહ્યું હતું, ‘સારી વ્યક્તિ હોય તે પતિ-પત્નીના ઝઘડાની વાત સંતાનોને કરે નહીં. જોકે, મારી પત્ની મારા બાળકોને મારા વિરુદ્ધ ભડકાવે છે. એક દિવસ મારો મોટો દીકરો જીકો મને ફોન કરીને પૂછે કે તારી મા મરી ગઈ? તો જેસ્સીએ ફોન પર કહ્યું હતું કે તમે અમને પૈસા નથી આપતા? જેવું તેની માતા બોલે છે, તેવું જ છોકરાઓ બોલે છે. હવે મારે છોકરાઓને પણ પુરાવા આપવા પડશે કે હું તેમને નિયમિત રીતે પૈસા આપું છું. હું ત્રણ બાળકો તથા પત્નીને દર મહિને 37500 રૂપિયા આપું છું. (આ રકમ આજથી 27 વર્ષ પહેલાની છે) રહેવા માટે બંગલો, ત્રણથી ચાર નોકરો આપ્યા છે. તેમને અગવડ ના પડે તે દરેક વાતનું ધ્યાન રાખ્યું છે. આ રકમ હાઈકોર્ટે નક્કી કરેલી છે.’

દીકરાએ કહ્યું, પિતાએ અમને ભિખારી કહ્યા હતા
વીડિયોમાં કુમાર સાનુનો એક દીકરો પણ જોવા મળે છે. જોકે, તે દીકરાનું શું નામ છે, તે ખ્યાલ નથી. વીડિયોમાં તેણે કહ્યું હતું કે પિતાએ તેમને ભિખારી કહ્યા છે. પિતાએ તેને, માતા, ભાઈ તથા નોકરને ઘરના દરવાજેથી ભગાડી દીધા હતા.

કુમાર સાનુની પત્નીએ શું કહ્યું હતું?
કુમાર સાનુની પત્ની રીટા ભટ્ટચાર્યે કહ્યું હતું, ‘સાનુ ભટ્ટાચાર્ય જ્યારથી કુમાર સાનુ બની ગયો ત્યારથી તે બદલાઈ ગયો છે. તે નંબર વન સિંગર છે પરંતુ તેણે ટોચની અભિનેત્રીઓ સાથે અફેર ના કર્યા પરંતુ ગમે તેવી સ્ત્રીઓ સાથે અફેર કર્યા. દુઃખ એ વાતનું છે કે તેનું નામ ગમે તેવી વ્યક્તિ સાથે જોડાયું. પૈસા, પ્રસિદ્ધિ, લોકપ્રિયતા તે પચાવી શક્યો નહીં. 1992માં તેણે મારા જન્મદિવસની પાર્ટી ફાઈવસ્ટાર હોટલમાં આપી હતી. તે જ વ્યક્તિ એક વર્ષ પછી કોર્ટમાં જઈને ડિવોર્સ ફાઈલ કરે છે. તેણે ક્યારેય બાળકોની કસ્ટડી માગી નથી. તેણે માત્ર બાળકોને હું મળવા દઉં એ વાત જ કહી હતી. તેને બાળકોને પોતાની પાસે રાખવા નથી. તેમનો ઉછેર કરવો નથી.

બસ બાળકોને દૂરથી જોવા છે. તેણે મને પૈસા નથી આપ્યા પરંતુ હું સામેથી કોર્ટમાં જઈને પૈસા લઈ આવી છું. તે જેટલી રકમ આપે છે (37500) તે અમારા ચાર વચ્ચે પૂરતી નથી. ભણવાનો ખર્ચ, ઘરનો ખર્ચ, આ બધું કેવી રીતે મેનેજ કરવું. તેના પૈસા પર તો આખી દુનિયા મસ્તી કરી રહી છે જ્યારે તેની પત્ની અને તેના લીગલ ત્રણ સંતાનો કેમ હક ના માગે. હાલમાં તો કેસ કોર્ટમાં છે. જોકે, સાનુ મારા ખભે બેસીને કુમાર સાનુ બન્યો છે. એટલે મને ખ્યાલ છે કે મારો ખભો કેટલો મજબૂત છે. મારા પર કોઈ પણ મુસીબત આવશે તો હું તેનો સામનો કરી લઈશ.

You cannot copy content of this page