Only Gujarat

Bollywood

અભિનેત્રી સ્વરા ભાસ્કરે શેર કરી પોતાની ફિલ્મી સુહાગરાતની તસવીર

એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાના બેડરૂમની તસવીર શેર કરી છે, જેમાં તેની સુહાગરાતની સજાવટ જોવા મળે છે. તેમના બેડને ગુલાબ અને અલગ-અલગ પ્રકારનાં ફૂલોથી સજાવેલ છે. આ સજાવટ માટે સ્વરાએ પોતાની માતાનો આભાર માન્યો છે અને સાથે લખ્યું છે કે, તેમણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે, તેમની સુહાગરાત ફિલ્મી બની જાય. સાથે-સાથે સ્વરાએ એ દાવો પણ કર્યો છે કે, ફહાદ અહમદ સાથે તેમનું લવ અફેર વિરોધ પ્રદર્ષન દરમિયાન શરૂ થયુ હતું અને ધીરે-ધીરે એકબીજા માટેની લાગણી વિકસવા લાગી.

16 ફેબ્રુઆરીએ સ્વરાએ લગ્ન કર્યાં ફહાદ સાથે
સ્વરા ભાસ્કરે 16 ફેબ્રુઆરીએ સમાજવાદી પાર્ટીના યુવા વિંગના સમાજવાદી યુવજન સભાના સ્ટેટ પ્રેસિડેન્ટ ફહાદ અહમદ સાથે લગ્ન કર્યાં. સ્વરાએ સોશિયલ મીડિયા પર આ બાબતે માહિતી આપી હતી. તાજેતરમાં આ જ કારણે તેને બહુ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી.

કારણકે લગ્નના બરાબર 14 દિવસ પહેલાં જ એક ટ્વીટમાં સ્વરાએ ફહાદને પોતાનો ભાઈ કહી સંબોધિત કર્યો હતો. ઈન્ટરનેટ યૂઝર્સે તેની આ જ ટ્વિટને મુદ્દો બનાવ્યો અને સ્વરા ભાસ્કરને નિશાને લઈ લીધી હતી. લોકો એમ પણ દાવો કરે છે કે, સ્વરાએ પોતાના જ ભાઈ સાથે લગ્ન કરી લીધાં છે. ઈન્ટરનેટ યૂઝર્સે સ્વરાની બહુ મજાક પણ ઉડાવી હતી.

ફહાદે ઈન્ટરનેટ યૂઝર્સને આપ્યો જવાબ
ફહાદે સોશિયલ મીડિયા પર લગ્ન બાદ ટ્રોલ કરતા લોકોને સણસણતો જવાબ આપ્યો છે. પરંતુ આ જ લોકોએ તેને પણ નિશાને લઈ લીધો હતો. ફહાદે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, “જોક્સ અપાર્ટ. સંધિઓએ એ તો માન્યું જ છે કે, હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેન હોઈ શકે છે. બસ હવે એમ પણ માની લો, પતિ-પત્ની મજાક પણ કરી શકે છે.”

લોકોએ ફહાદની આ ટ્વીટની પણ મજાક ઉડાડવાની શરૂ કરી દીધી. એક યૂઝરે કહ્યું, “જોક અપાર્ટ, બસ હવે સંઘિઓને મનાવવા માટે પોતાની સગી બહેન સાથે પણ પત્નીવાળો મજાક ન કરતા ફહાદ મિયાં.” તો બીજા એક યૂઝરે કમેન્ટ કરી હતી, “હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેન હોઈ શકે છે, તેના પર કોઈ આશ્ચર્ય નથી. ભાઈ-બહેન પતિ-પત્ની બની શકે છે, તે આશ્ચર્યનો વિષય છે.”

You cannot copy content of this page