Only Gujarat

Bollywood

આ આલીશાન બંગલોમાં પતિ અને બે દીકરીઓ સાથે રહેતી હતી શ્રીદેવી, જુઓ અંદરનો અદભુત નજારો

શ્રીદેવી ભલે આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેની ફિલ્મો દ્વારા તે હંમેશા ફેન્સ દિલમાં રહેશે. આજે અમે તમને તેમના મુંબઈના ઘરની ટૂર પર લઈ જઈ રહ્યા છીએ. બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરી છે. જે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘરની તસવીરો શેર કરે છે. જ્યાં તે મોટાભાગનો સમય તેની માતા સાથે વિતાવતી હતી.

શ્રીદેવી, બોની કપૂર અને જાહ્નવી કપૂરનું આ આલીશાન ઘર મુંબઈના લોખંડવાલામાં આવેલું છે. જે અંદરથી આકર્ષક લાગે છે.

આ અભિનેત્રીના ઘરનો લિવિંગ રૂમ છે. જ્યાં તમને ક્રીમ રંગના સોફા જોવા મળશે. આ સિવાય અહીં એક સુંદર ઝુમ્મર પણ લગાવવામાં આવ્યું છે. ઉપરાંત, દિવાલો પર સુંદર તસવીરો લગાવેલી છે.

આ લિવિંગ એરિયાનો બીજો ભાગ છે. જ્યાં તમને જાહ્નવીની તસવીરની પાછળ એક પિયાનો અને ગોળાકાર ગોલ્ડન મિરર જોવા મળશે. જે ઘરને સુંદર લુક આપે છે.

આ ઘરનો ડાઇનિંગ એરિયા છે. આ તસવીર શ્રીદેવીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં તેના ડાઇનિંગ એરિયાની ઝલક જોવા મળે છે.

જાહ્નવી કપૂરનો બેડરૂમ પણ ખૂબ જ આરામદાયક અને સુંદર છે. જેમાં તમને બારી પર ગુલાબી રંગના પડદા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના થયું હતું. જ્યારે તે તેના ભત્રીજાના લગ્નમાં દુબઈ ગઈ હતી.

You cannot copy content of this page