Only Gujarat

Bollywood

તપાસી પન્નુ કે પછી અનુષ્કા શર્મા, આ એક્ટ્રેસિસની મોહજાળમાં ફસાશો નહીં, આ સેલેબ્સ છે સૌથી વધુ ખતરનાક

ઈન્ટરનેટે આખી દુનિયાને એક નાના ગામમાં ફેરવી નાખી છે. જ્યાં કોઈ પણ ક્યારેય પણ કોઈની પણ સાથે વાત કરી શકે છે. તેમની વિશે સર્ચ કરી શકે છે. તેને મળી પણ શકે છે. પરંતુ હવે આવું કરવું ભારે પડી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે કેટલાક સેલેબ્સને ઈન્ટરનેટ પર સર્ચ કરવું તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આ લિસ્ટ અમેરિકાની સાયબર સિક્યોરિટી કંપની McAfee તરફથી જાહેર કરવામાં આવ્યું છે.

અમેરિકાની સાયબર સિક્યોરિટી એજન્સી McAfeeએ મોસ્ટ ડેન્જરસ સેલિબ્રિટીની યાદી જાહેર કરી છે. આમ તો લિસ્ટમાં અનેક સેલેબ્સના નામ છે, પરંતુ ટૉપ 10માં ભારતીયોની ભરમાર છે. અનેક એવા સેલેબ્સ છએ જેને ઈન્ટરનેટ પર સર્ચ કરવા તમને ભારે પડી શકે છે.

આ લિસ્ટમાં ટોપ પર ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, પરંતુ બીજા નંબર પર ભારતીય અભિનેત્રી તબુ છે. જેના મતલબ એ થયો કે તબુ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી બચવું પડશે. કારણ કે એવું કરવાથી તમે અજાણતા જ એ સાઈટ્સ્ પર પહોંચી જશો, જ્યાં તમારે જવાનું જ નથી.

લિસ્ટમાં ત્રીજું નામ તાપસીનું છે. જેટલી લોકપ્રિયતા તાપસીએ કમાઈ છે, તેને જોતા ફેન્સ તેને સર્ચ કરે જે બરાબર છે. પરંતુ હવે જ્યારે આ લિસ્ટમાં તેનું નામ આવ્યું છે તો આ કલાકારથી પણ ઈન્ટરનેટની દુનિયામાં અંતર બનાવવું પડશે.

ચોથા નંબર પર અનુષ્કા શર્મા છે. તેના કરોડો ફેન છે. હવે તે માતા બનવાની છે તો, તેના વિશે જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે. પરંતુ ઈન્ટરનેટ પર તે તમને ફસાવી શકે છે.

પાંચમાં નંબર પર સોનાક્ષી સિન્હા છે, જેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. તેને પણ ઈન્ટરનેટ પર વારંવાર સર્ચ કરવામાં આવે છે. પરંતુ હવે તેનું લિસ્ટમાં આવવું એ તરફ ઈશારો કરે છે કે, તમારા ફેવરિટ સિતારાથી ઈન્ટરનેટ પર અંતર જાળવવાનો સમય આવી ગયો છે.

આ લિસ્ટમાં ઘણા સેલેબ્સ છે. સારા અલી ખાનને સાતમાં નંબર પર રાખવામાં આવી છે. ડ્રગ્સ કેસ બાદ તેનું નામ ખૂબ સર્ચ થઈ રહ્યું છે.પરંતુ તેનાથી બચીને રહેવું જ સારું છે.

હવે થાય છે એવું કે તમે આ સેલેબ્સને સર્ચ કરવાનો પ્રયાસ કરો છો, તો ઈન્ટરનેટના માધ્યમથી માલવેર સાઈટ પર જતા રહો છો. જ્યાંથી તમારો ડેટા ખતરામાં આવી શકે અને વાયરસ પણ આવી શકે. જેથી આવા સેલેબ્સથી બચવું જરૂરી છે.

You cannot copy content of this page