Only Gujarat

National

બિલ્ડીંગ પરથી કૂદીને સગીર છોકરીએ કરી આત્મહત્યા, લોકોએ બચાવો-બચાવોની કરી બૂમાબૂમ

છત્તીસગઢના રાયપુરમાં બેરિયાખુર્દ આરડીએ બિલ્ડિંગથી કૂદીને એક સગીર છોકરીએ આત્મહત્યા કરી લીધી છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, આરોપી છોકરી સાથે ચેટિંગ કરતો હતો. તેની સાથે અભદ્ર ભાષામાં વાત કરતો હતો. તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને દુબઈમાં કામ કરતો હતો. અત્યારે આ ઘટનાની તપાસ ચાલુ છે.

પોલીસે જણાવ્યું કે, પકડાયેલ છોકરો, છોકરી સાથે ઘણા સમયથી ચેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીએ એ છોકરાને કેટલીક તસવીરો મોકલી હતી. કહેવાય છે કે, આરોપી મોહમ્મદ સમીર સગીર છોકરી સાથે છેલ્લા એક અઠવાડિયાથી અભદ્ર ભાષામાં વાતો કરતો હતો અને તેને ગાળો દેતો હતો.

પોલીસનું કહેવું છે કે, દુબઈમાં રહેતા આ યુવાન સમીરે વિદ્યાર્થીનીની ઈંસ્ટાગ્રામમાં એક ફેક આઈડી બનાવી હતી. સમીરે આ વિદ્યાર્થીનીની કેટલીક આપત્તિજનક તસવીરો લઈ લીધી હતી. કહેવાય છે કે, વિદ્યાર્થીનીએ આત્મહત્યા હરી એ પહેલાં પણ સમીરે તેની સાથે ખરાબ ભાષામાં વાત કરી હતી.

પોલીસે સમીર વિરૂદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. એસપી પ્રશાંત અગ્રવાલે જણાવ્યું છે કે, મોબાઈલની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બીજી ધારાઓ જોડવામાં આવશે.

લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વિદ્યાર્થીની ન માની
પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની સરકારી શાળામાં ભણતી હતી. ઘટનાના દિવસે 27 ફેબ્રુઆરીએ જ્યારે વિદ્યાર્થીની આરડીએ બિલ્ડિંગ પર ચડી ત્યારે તેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

નીચે ઊભેલા લોકોએ તેને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો. લોકો બૂમો પાડતા રહ્યા, તેને સમજાવતા રહ્યા, પરંતુ વિદ્યાર્થીનીએ કોઈનું કઈં ન સાંભળ્યું. તે બિલ્ડિંગ પરથી કૂદી પડી. ત્યારબાદ લોકો તેને હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ આ પહેલાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

You cannot copy content of this page