Only Gujarat

FEATURED National

સોનાં જ નહીં હીરા કરતાં પણ મોંઘું છે આ કબૂતર કિંમત જાણીને આંખો ચોક્કસથી થઈ જશે પહોળી!

શું કોઈ કબૂતર કરોડો રૂપિયામાં વેચાઈ શકે છે? માનવું મુશ્કેલ છે! પરંતુ એક બેલ્જિયન કબૂતર એક હરાજીમાં 14 કરોડ રૂપિયાથી વધુમાં વેચાયુ, જે પછી તેની ચર્ચા થઈ રહી છે. આનાથી સ્પષ્ટ થાય છેકે, ક્યારેક ચિઠ્ઠીઓ આમથી તેમ કરનારા અને બોલીવુડના ગીતોની શાન ગણાતું પક્ષી દુનિયાભરમાં પ્રખ્યાત છે. રિપોર્ટ અનુસાર, બેલ્જિયમનાં આ રેસર કબૂતરને 19 લાખ ડોલરમાં વેચવામાં આવ્યુ છે. બે વર્ષીય માદા કબૂતરનું નામ ન્યૂ કિમ છે. અગાઉ તેને 237 ડોલરની હરાજી માટે મૂકવામાં આવ્યુ હતુ, પરંતુ એક ચીની વ્યક્તિએ તેને 19 લાખ ડોલરમાં ખરીદ્યુ હતું.

શહેરોની ઉંચી ઇમારતો પર ગટાર-ગૂ કરતું કબૂતર ભાગ્યે જ કોઈને ગમશે. તમે ક્યારેય વિચાર્યું છે કે, જગ્યાએ-જગ્યાએ ગંદકી કરતું કબૂતર કરોડો રૂપિયામાં વેચી શકાય છે.

જીહા, બેલ્જિયમની હરાજી દરમિયાન, એક માદા કબૂતરને 14 કરોડથી વધુના રેકોર્ડ ભાવમાં ખરીદવામાં આવ્યુ હતુ. તે અગાઉ 237 ડોલરની હરાજી માટે મૂકવામાં આવ્યું હતુ. પરંતુ એક ચીની વ્યક્તિએ તેને 19 લાખ ડોલર (14 કરોડ 15 લાખ રૂપિયાથી વધુ) માં ખરીદ્યુ હતુ.

ન્યુ કિમ નામનાં આ કબૂતરે ફ્રાન્સમાં 2018 આયોજીત એક રેસમાં જીત મેળવી હતી. ત્યારબાદ આ કબૂતરની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. ન્યૂ કિમ વર્ષ 2018 માં રેસ બાદ નિવૃત્ત થઈ ગઈ હતી.

સામાન્ય રીતે નર કબૂતરની કિંમત માદા કબૂતર કરતા વધારે હોય છે, પરંતુ આ વખતે માદા કબૂતરે રેસમાં બધાને પાછળ છોડી દીધા છે.

હરાજીમાં કુલ 445 પક્ષીઓની હરાજી કરવામાં આવી હતી. જ્યાં ચીનની વ્યક્તિએ તેને 14 કરોડ રૂપિયાથી વધુ આપીને ખરીદી હતી. જણાવી દઈએકે, ચીનમાં કબૂતર રેસિંગનો ઘણો ક્રેઝ છે, આ રમત અહીં હજારો વર્ષો પહેલા શરૂ કરવામાં આવી હતી, જેમાં મોંઘા કબૂતરને ખરીદવામાં આવે છે.

આ કબૂતરો ખૂબ ઝડપથી ઉડે છે. તેમનું જીવન પણ 15 વર્ષ ચાલે છે. આ કબૂતરોની રેસ ઘોડાઓની જેમ જ હાથ ધરવામાં આવે છે અને આ રેસ ઉપર જોરદાર સટ્ટો લગાવવામાં આવે છે.

જણાવી દઈએ કે, રેસિંગ કબૂતર 10 વર્ષની ઉંમર સુધી બાળકો પેદા કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, ન્યૂ કિમનો ઉપયોગ તેના નવા માલિકો પ્રજનન માટે કરશે.

You cannot copy content of this page