Only Gujarat

National

નશામાં ધૂત આ વ્યક્તિએ કરી એવી હરકત કે ડોક્ટર્સ પણ માથું ખંજવાળતા રહી ગયા

નાગાપટ્ટિનમઃ તમિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જિલ્લા હૉસ્પિટલમાં એક શખ્સના પેટમાંથી શરાબની બોટલ નીકળતા ડૉક્ટર્સ આશ્ચર્યમાં પડી ગયા.

ઘટના એવી છે કે, 29 વર્ષના એક વ્યક્તિને 28 મે, ગુરુવારે પેટમાં ખૂબ જ દુઃખાવો થતો હોવાની ફરિયાદ બાદ નાગપટ્ટિનમ સરકારી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા.

જ્યારે દર્દીની મેડિકલ તપાસ કરવામાં આવી તો ડૉક્ટરના આશ્ચર્યનું ઠેકાણનું ના રહ્યું. સ્કેનિંગ રિપોર્ટમાં પેટમાં કાચની આખી બોટલ જોઈને ડૉક્ટર હેરાન રહી ગયા.

શુક્રવારે (29 એપ્રિલ) 2 કલાકની લાંબી સર્જરી બાદ તેના પેટમાંથી કાચની બોટલ કાઢી. જ્યારે તે શખ્સને હોશ આવ્યો ત્યારે તેણે કહ્યું કે, નશામાં ધૂત હાલતમાં તેણે મળાશયના રસ્તે બોટલ અંદર નાખી હતી.

તમિલનાડુમાં આ મામલા એવા સમયમાં સામે આવ્યો છે, જ્યારે ધીરે ધીરે લૉકડાઉન ખુલી રહ્યું છે. લૉકડાઉન દરમિયાન શરાબની દુકાનો બંધ હતી. જોકે બાદમાં તબક્કાવાર રાજ્ય સરકારે શરાબની દુકાનો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ અને કોરોના પ્રોટોકૉલના હિસાબથી ખોલવાનું શરૂ કર્યું.

લૉકડાઉનમાં શરાબની દુકાનો ખુલી તો અનેક જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલી ગયા હતા. જે બાદ પોલીસે હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો અથવા તો રાજ્ય સરકારે શરાબ વેચવાની નવી વ્યવસ્થા કરી હતી.

You cannot copy content of this page